માતા-પિતાને મદદ કરવા માટે અમદાવાદનાં રેલ્વે સ્ટેશન પર માત્ર ૧૦ રૂપિયામાં કચોરી વેંચી રહ્યો છે આ ૧૪ વર્ષનો માસુમ બાળક

Posted by

હાલમાં થોડા સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર “બાબા કા ઢાબા” ખુબ જ પ્રચલિત થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બાબા કા ઢાબા નાં માલિક કાન્તા પ્રસાદની કિસ્મત ચમકી ગઈ અને તેમનું જીવન સંપુર્ણ રીતે બદલાઇ ગયું હતું. સોશિયલ મીડિયાને કારણે બાબા કા ઢાબા ને એટલી સહાય મળી હતી કે તેમનું ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું હતું. સોશિયલ મીડિયાને કારણે કાન્તા પ્રસાદની જિંદગી બદલી ગઈ હતી. પાછલા અમુક દિવસોથી આવો જ વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહેલ બાળક ની મદદ માટે દરેક લોકો અવાજ ઉઠાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by RANGILU.RAJKOT (@amazing.rajkot_)

વિડીયોમાં જે બાળક દેખાઈ રહ્યો છે તે અમદાવાદનાં મણિનગર રેલવે સ્ટેશન નો છે. જ્યાં એક ૧૪ વર્ષનો બાળક પોતાના પરિવારને મદદ કરવા માટે ૧૦ રૂપિયામાં દહીં કચોરી વેચી રહ્યો છે. આ બાળકની મદદ કરવા માટે દરેક લોકોને આગળ આવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જો સમય ખરાબ હોય તો નાના બાળકોએ પણ મોટી મોટી જવાબદારીઓ ઉઠાવી પડે છે. આવી જ જવાબદારી આ માસુમ બાળકને ઉઠાવી રહેલ છે. પોતાની માં ને મદદ કરવા માટે માત્ર ૧૦ રૂપિયામાં દહીં કચોરી વેચી રહેલ છે.

બાળકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ ગયો છે. માસુમ બાળકે દરેક લોકોનું દિલ જીતી લીધું છે અને ઘણા લોકો આ બાળકની મદદ કરવા માટે આગળ પણ આવવા લાગ્યા છે. જો તમે પણ આ બાળકની મદદ કરવા માંગતા હોય તો આ આર્ટીકલને વધુમાં વધુ શેર કરો, જેથી આ માસુમ બાળકની મદદ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *