માથા, પગ અને આંગળીઓ દર્શાવે છે કે મહિલાઓ કેટલી ભાગ્યશાળી છે, લગ્ન પહેલા આવી રીતે કરો ચેક

Posted by

જ્યારે પરિવાર પોતાના ઘર માટે વહુ પસંદ કરે છે તો ઘણી બધી વાતોનો ખ્યાલ રાખે છે. જેમ કે યુવતી કેટલી ભણેલી છે, એનો વ્યવ્હાર કેવો છે, અંગ-રૂપ કેવો છે, ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે વગેરે. તમે નોટિસ કર્યું હશે કે જ્યારે કોઈ યુવકનાં અરેન્જ મેરેજ થાય છે, તો ઘરની મહિલાઓ સમુહ બનાવીને યુવતી જોવા જાય છે. અહીં યુવક તો માત્ર યુવતીનો ચહેરો કે વ્યવહાર જુએ છે, પરંતુ મહિલાઓ યુવતીનાં માથા, આંગળી અને પગની બનાવટને ધ્યાનથી જુએ છે.

એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહિલાઓ એવું શા માટે કરે છે? આખરે કોઈ યુવતીની આંગળી, પગ અને માથાની બનાવટ આટલું મહત્વ કેમ રાખે છે? આ સવાલનો જવાબ પ્રાચીન સમુદ્રશાસ્ત્રમાં છુપાયેલો છે. આ સમુદ્રશાસ્ત્ર અનુસાર આપણે કોઈપણ યુવતીનાં શરીરનાં અંગોની બનાવટ જોઈને તે જાણી શકીએ છીએ કે તે કેટલી ભાગ્યશાળી અને સારી છે. તેના તમારા ઘરે આવવાથી શું બદલાવ થશે.

મોટું માથું

સમુદ્ર શાસ્ત્ર  પ્રમાણે મોટા માથા વાળી યુવતીઓ ઘણી ભાગ્યશાળી હોય છે. જો આ પ્રકારની મહિલાઓ દુલ્હન બનીને તમારા ઘરમાં આવે છે, તો આખા પરિવારને ફાયદો થાય છે.  તેના ઘરમાં પગલાં રાખતા જ પરિવારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેના આવવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. આવા પરિવારને પછી પૈસાની ક્યારે કોઈ કમી નથી થતી. દરેક કામમાં તેમની વહુ સારું ભાગ્ય સાથે લઈને આવે છે.

ડાબા ભાગ પર વધારે તલ

જો કોઈ યુવતીના શરીરનાં ડાબા ભાગમાં તલ કે મસા ની સંખ્યા વધારે હોય તો તે ભાગ્યશાળી કન્યા હોય છે. આ રીતની યુવતી ઘર આવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં જે યુવક આવી યુવતી સાથે લગ્ન કરે છે, એનું પણ ભાગ્ય ચમકી જાય છે. આ યુવતી સમગ્ર પરિવારની કિસ્મત ચમકાવવાનો દમ રાખે છે.

પગ પર શંખ કે ચક્ર

જે યુવતીનાં પગનાં તાળવા પર રેખાઓથી કમળ, શંખ કે પછી ચક્રની આકૃતિ બની હોય છે. તે કન્યા રાજયોગ લઈને જન્મે છે. આ પ્રકારની યુવતીઓ કોઈપણ મોટા પદ પર જોબ કરે છે. તે જે કોઈપણ ફિલ્ડમાં કારકિર્દી બનાવે છે, ત્યાં ટોપ કરે છે. તેમને કોઈપણ પડકાર નથી આપી શકતું.

લાંબી આંગળી

જે યુવતીની આંગળીઓ લાંબી હોય છે તે ભાગ્યશાળી હોવાની સાથે-સાથે બુદ્ધિમાન પણ હોય છે. જયારે લાંબી ગરદન વાળી યુવતીઓને સાક્ષાત્ લક્ષ્મી માનવામાં આવે છે. આવી યુવતીઓનાં સાસરામાં આવવાથી સમગ્ર પરિવારની પ્રગતિ થાય છે. તેમના આવવાથી પૈસાની ક્યારેય કોઈ પરેશાની થતી નથી.

પગનાં અંગુઠા

જો કોઈ યુવતીનાં પગનાં અંગુઠા પહોળા, ગોળ અને લાલિમા વાળા હોય છે. તો તે સાસરામાં સુખ ભોગવે છે. જે યુવતીઓનાં અંગુઠા વધારે લાંબા હોય છે તે જીવનમાં વધારે સંઘર્ષ કરે છે.

પગનાં તળિયા

જે યુવતીનાં પગનાં તળિયા ની સપાટ ની જગ્યાએ સર્પના સમાન હોય છે. તેના પર ભગવાનની કૃપા જળવાઈ રહે છે. એવી મહિલાઓ જીવનમાં દુઃખ નથી ભોગવતી. તેને જીવનનાં દરેક વળાંક પર સુખ જ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *