Mi એ લોન્ચ કર્યો સ્માર્ટ બલ્બ : ૧૧ વર્ષ સુધી ચાલવાની ગેરંટી : ભારતમાં સેલ પણ શરૂ

Posted by

શાઓમીએ Mi LED સ્માર્ટ બલ્બ નો સેલ ભારતમાં શરૂ કરી દિધો છે. આ બલ્બ ની કિંમત ૧૨૯૯ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ એપ્રિલ મહિનામાં Redmi Y3 ના લોન્ચિંગ સમયે આ બલ્બ ની સારવાર જાહેરાત કરી હતી. તે સમયે ક્રા ઉડ ફંડિંગ ના લીધે આ બલ્બ ની કિંમત ૯૯૯/ રૂપિયા હતી. આ બલ્બ ને Mi.com ની સાથે સાથે  ઇ કોમર્સ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ ઓર્ડર કરી શકાય છે.

Advertisement

Mi LED સ્માર્ટ બલ્બ દોઢ કરોડ રંગમાં સ્વિચ કરી શકીએ છીએ. તેને Mi Home એપ દ્વારા પણ કન્ટ્રોલ કરી શકાય છે. તેના દ્વારા આ બલ્બ માં આપણે કોઈપણ રંગ સિલેક્ટ કરી શકીએ છીએ. તેમજ ઓન ઓફ ટાઈમ પણ સેટ કરી શકાય છે. કંપની નું કહેવું છે કે આ બલ્બ ની ઉંમર ૧૧ વર્ષ છે. મતલબ કે ૧૧ વર્ષ સુધી આ બલ્બ ચાલશે.

આ બલ્બ ફક્ત ૧૦ વોટ નો છે જેના કારણે વીજળીના બિલમાં લોકોને સારો એવો ફાયદો થશે. ઓછા પાવર છતાં આ બલ્બ ૮૦૦ લ્યુમેન બ્રાઇટનેસ જેટલો પ્રકાશ આપે છે. Mi નો આ બલ્બ એમેઝોન અલેક્ષા તેમજ ગુગલ આસિસ્ટન્ટ ને પણ સપોર્ટ કરશે. તેની મદદથી આ બલ્બ ને ચાલુ બંધ કરી શકાય છે સાથે સાથે બ્રાઈટનેસ તેમજ કલર ટેમ્પરેચર ને પણ એડજેસ્ટ કરી શકાય છે.

આ બલ્બ માં સનસેટ મોડ પણ આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ બલ્બ તમારા વાઇફાઇ સાથે પણ કનેક્ટ કરી શકાય છે. આ બલ્બ તમારી જરૂર અનુસાર કલર બદલવાની પણ સુવિધા આપશે. કલર બદલવાની સાથે તમે લાઈટ ટેમ્પરેચર બદલી શકાશે.

 

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *