મીણ ની જેમ પીગળી જશે ચરબી, જીમ ગયા વગર જ ઘરે બેઠા આ જ્યુસનું સેવન કરીને ઝડપથી ઘટાડી શકો છો વજન

ફળ આપણા સ્વાસ્થ્યના સમગ્ર વિકાસ માટે ફાયદાકારક હોય છે. ફળના જ્યુસથી તમામ પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે. જો તમે વજન ઘટાડવાનો વિચારી રહ્યા છો અને પોતાને અરીસાની સામે ફિટ જોવા માંગો છો તો જ્યુસ તમારા માટે એક સરળ ઉપાય બની શકે છે. અમુક ફળમાં ખાંડની માત્રા ખુબ જ વધારે અને ફાઇબરની માત્રા ઓછી હોય છે. આવા ફળોના જ્યુસ દ્વારા આપણે શરીરમાં વધારે કેલેરી કન્ઝ્યુમ કરીએ છીએ અને વજન વધે છે. વળી અમુક સ્ટોરમાંથી ખરીદવામાં આવેલા જ્યુસ ભલે સ્વાદમાં સારા લાગતા હોય, પરંતુ તે પણ સુગરથી ભરપુર હોય છે. જોકે અમુક એવા ફળ છે, જેનું ઘરમાં જ્યુસ બનાવીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આજે અમે તમને આવા ૮ જ્યુસ વિશે જણાવીશું.

ઘરમાં જ્યુસ બનાવવા માટે વૈકલ્પિક રૂપથી તમે એક બ્લેન્ડર નો ઉપયોગ કરી શકો છો. જ્યુસ કાઢવા માટે તે શ્રેષ્ઠ ઉપાય છે. કારણ કે તેમાં સૌથી વધારે ફાઇબર હોય છે, જે ફાયદાકારક પણ હોય છે અને ભુખને પણ ઓછી કરવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે અમે તમને અહીંયા ૮ પ્રકારના જ્યુસ ની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

અજમા નું જ્યુસ

આયુર્વેદમાં અનાદિકાળથી અજમા નો પ્રયોગ એક હર્બલ ઔષધીના રૂપમાં કરવામાં આવે છે. અજમા માં ઘણા ઔષધીય ગુણ જેમકે પાઈનીન, ક્યુમીન, નિકોટીનિક વગેરે મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી હોય છે. આ જ્યુસ નું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. રિસર્ચ ઉપરથી જાણવા મળેલ છે કે ઓછી કેલરીવાળા ખાદ્ય પદાર્થ અને પ્રવાહી પદાર્થ વજન ઘટાડવા માટે ફાયદાકારક હોય છે. અજમાનું જ્યુસ પણ એન્ટિઓક્સિડન્ટ અને લાભદાયક યૌગીકો નો એક મોટો સ્ત્રોત છે, જે ઓક્સિડેટીવ તણાવને ઓછો કરવા અને સોજા સામે લડવામાં મદદ કરે છે.

બીટનું જ્યુસ

બીટના જ્યુસમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે, જે તમારા પેટને ઓછું કરી શકે છે. બીટને તમે બાફીને અથવા શેકીને પણ ખાઈ શકો છો. પરંતુ તેને શેકીને ખાવાથી તેની અંદર રહેલા પોષક તત્વ ઓછા થઈ જાય છે. તેવામાં બીટનું જ્યુસ સૌથી વધારે ફાયદાકારક હોય છે. બીટના જ્યુસમાં કેલરી ખુબ જ ઓછી હોય છે અને તેને પીવાથી એનર્જી પણ મળે છે. બીટ મેગ્નેશિયમ નો સમૃદ્ધ સ્ત્રોત છે. મેગ્નેશિયમ એક એવું ખનીજ છે, જે વજન ઓછું કરવાની કોશિશ કરવાવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લીલા શાકભાજી નું જ્યુસ

ફળ સિવાય તમે પાન વાળા શાકભાજીના જ્યુસ નું સેવન પણ કરી શકો છો, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે. તમે તેમાં પાન વાળા લીલા શાકભાજી જેમ કે પાલક, કોબી વગેરે ઉમેરીને જ્યુસ તૈયાર કરી શકો છો. તેમાં ફાઇબરની માત્રા વધારે અને સુગર ખુબ જ ઓછું હોય છે. રિસર્ચમાં તે પણ સાબિત થઈ ચુક્યું છે કે પાન વાળા શાકભાજી નું જ્યુસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

દાડમનું જ્યુસ

દાડમમાં મોટી માત્રામાં ફાઇબર, ઝીંક, પોટેશિયમ, આયરન અને ઓમેગા 6 હોય છે. જો તમે પોતાના વધતા વજનથી પરેશાન છો તો તમારે દરરોજ દાડમના જ્યુસનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરે છે. દાડમનું જ્યુસ લોહીનું પ્રમાણ વધારવાની સાથો સાથ ઘણી બીમારીઓથી પણ બચાવીને રાખે છે.

લીંબુ અને આદુનો જ્યુસ

વજન ઘટાડવા માટે તમે લીંબુ અને આદુના જ્યુસ નું સેવન પણ કરી શકો છો. લીંબુ અને આદુમાં ઇમ્યુનિટી વધારવા વાળા પોષક તત્વ મળી આવે છે. મનુષ્ય અને જાનવરોમાં અમુક રિસર્ચ ઉપરથી એવું જાણવા મળ્યું છે કે આદુ ચયાપચયને વધારે છે, ભુખ ઓછી કરવા અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

તરબુચ નું જ્યુસ

તરબુચ ના જ્યુસને ઉનાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે દરરોજ પીવામાં આવે છે. જાણકારોનું માનવામાં આવે તો તરબુચમાં ૯૦ ટકા પાણી હોય છે, એટલા માટે તે શરીરને હાઇડ્રેટ જાળવી રાખે છે. તેવામાં જે લોકો વધતા વજનથી પરેશાન છે, તેમણે દરરોજ તરબુચનું સેવન કરવું જોઈએ. તેનાથી ભુખ નિયંત્રિત રહે છે. તરબુચમાં રહેલ પોષક તત્વ તમને હૃદયની બીમારી અને કેન્સર જેવી બીમારીઓથી બચાવીને રાખી શકે છે.

ગાજરનું જ્યુસ

ગાજરનું જ્યુસ વજન ઘટાડવા માટે રામબાણ ઉપાય છે અને તેનું નિયમિત સેવન કરવાથી આંખોની રોશની પણ વધે છે. ગાજરમાં રહેલ ડાયટરી ફાઇબર ભુખને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું જ્યુસ પીવાથી પાચનતંત્ર મજબુત થાય છે. તેનાથી તમે ઘણી બીમારીઓથી દુર રહો છો અને સ્વસ્થ પણ રહો છો.