પાછલા દિવસોમાં કોરોના લોકડાઉન ને કારણે ઘણા લોકોએ સૌથી વધારે સમય સોશિયલ મીડિયા પર પસાર કર્યો. જો કે બહાર નીકળવાની મનાઈ હતી, એટલે તેમાં લોકો પોતાના ઘરમાં રહીને સોશિયલ મીડિયા પર જ ટાઈમ પસાર કરી રહ્યા હતા. એ જ કારણ છે કે લોકડાઉન ના દિવસોમાં સોશિયલ મીડિયા પર બોલિવુડ સિતારા થ્રોબેક કિસ્સાઓ, કહાનીઓ, ફોટોઝ અને વીડિયો ખૂબ વાયરલ થયા. આ કડીમાં વધુ એક વિડીયો એવોર્ડ સેરેમનીનો છે જે સામે આવી રહ્યો છે. જેમાં સેલિબ્રિટીઝ ખૂબ જ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. તેમાંથી હાલના દિવસોમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની વાતોથી અભિનેત્રી દિશા પટણી શરમથી લાલ થઈ જાય છે. તો ચાલો જાણીએ કે આખરે મીરા રાજપૂતે એવું શું કહ્યું.
સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં વાયરલ થયેલા વિડિયોમાં સૈફ અલી ખાન અને કરણ જોહર એવોર્ડ ફંક્શનમાં ઓડિયન્સની વચ્ચે બેસેલા લોકો સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. સૈફ અને કરણ લોકોને સવાલ કરી રહ્યા છે. તેની વચ્ચે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતને અભિનેતા ટાઇગર શ્રોફ સાથે જોડાયેલ એક સવાલ પૂછવામાં આવે છે. સવાલનો જવાબ મીરા આપે છે, પરંતુ આ જવાબથી ત્યાં બેસેલી દિશા પટણી થોડી અસહજ થઇ જાય છે અને તેમનો ચહેરો શરમથી લાલ થઈ જાય છે.
જ્યારે શરમાઈ ગઈ દિશા પટણી
સૈફ અને કરણ, મીરા રાજપૂતને જ્યારે પૂછે છે કે આ સમયમાં બોલિવૂડના રાઈઝીંગ સ્ટાર કોને ડેટ કરી રહ્યા છે? પહેલા તો મીરાં રાજપૂત રાઈઝીંગ સ્ટાર તરીકે વરુણ ધવનનું નામ લે છે. તે વાત પર કરણ જોહર તેમને રોકે છે અને કહે છે કે આ ખોટો જવાબ છે, તમે બીજી વખત કોશિશ કરો. ત્યારબાદ મીરા રાજપૂત ટાઇગર શ્રોફનું નામ લે છે. મીરાં કહે છે કે વર્તમાન સમયમાં રાઈઝીંગ સ્ટાર ટાઇગર શ્રોફ દિશા પટણી ને ડેટ કરી રહ્યા છે. મીરાં કહે છે કે ટાઈગરની ગર્લફ્રેન્ડનું નામ દિશા પટણી છે. આ વાત સાંભળીને ઓડિયન્સમાં બેઠેલી દિશા પટણી લાલ થઈ જાય છે.
વીડિયો થયો વાયરલ
વીડિયોમાં દિશાના ચહેરા ના રિએક્શન પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. જેમાં તેમનો ચહેરો શરમથી લાલ થઈ જાય છે. દિશા જેવું મીરાના મોઢામાંથી પોતાનું નામ સાંભળે છે તેમના ચહેરાના રિએક્શન જોવા લાયક હોય છે. જણાવી દઈએ કે આ વિડીયો ખૂબ જ જૂનો છે પરંતુ હાલના સમયમાં લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ લાઈક અને કોમેન્ટ મળી રહ્યા છે. વીડિયોમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી કૃતિ સેનન પણ જોવા મળે છે. વિડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકોની પહેલી પસંદ બની ગયો છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ફક્ત એટલું જ નહીં પરંતુ ટાઈગર અને દિશાના ફેન્સ વિડીયો પર ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે અભિનેતા ટાઇગર શ્રોફ દિશા પટણીને ડેટ કરી રહ્યા છે અને અવારનવાર તેમની સાથે જોવા મળે છે. બંનેની જોડી તેમના ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. જોકે બંનેએ ક્યારે પણ પોતાના રિલેશનશિપને લઈને મીડિયાની સામે કંઈ પણ કહેવાથી બચે છે.