બોલિવુડ સ્ટાર્સ હાલનાં દિવસોમાં હરવા-ફરવામાં જોડાયેલા છે. વારંવાર કોઈને કોઈ સ્ટારને એરપોર્ટ પર ક્લિક કરવામાં આવે છે. ક્યારેક કરીના કપુર તો ક્યારેક આલિયા ભટ્ટ તો હવે કબીર સિંહ ફેમ શાહિદ કપુરને એરપોર્ટ પર ક્લિક કરવામાં આવેલ છે. શાહિદ કપુર હાલમાં જ પોતાના પરિવાર સાથે માલદિવ્સ થી રજાઓ ગાળીને પરત આવ્યા છે. આ દરમિયાન તેમને પત્ની મીરાં રાજપુત અને બાળકોની સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.
શાહિદ કપુરે પોતાના દીકરાને તેડી લીધો હતો, તો મીરાં કપુર દીકરીનો હાથ પકડીને ચાલી રહી હતી. જ્યારે તેઓ એરપોર્ટ પરથી ઘરે જવા માટે નીકળ્યા તે સમયનો વિડીયો હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે, જેને લઇને લોકો મીરાં રાજપુત ને ટ્રોલ કરવા લાગ્યા છે. તેનું કારણ મીરા રાજપુતનાં કપડાં હતા.
જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર વિરલ ભયાનીનાં એકાઉન્ટથી શાહિદ કપુરનો એરપોર્ટ વાળો વિડિયો પોસ્ટ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે માલદિવ્સ થી પરત ફરતા સમયે મીરાંએ ટીશર્ટ ની સાથે શોર્ટ્સ પહેરી રાખ્યું છે. તેના શોર્ટ્સને જોઈને લોકો તેની ઉપર ઘણાં પ્રકારના સવાલ ઉઠાવવા લાગ્યા છે. લોકોને મીરાનો શોર્ટ્સ ખુબ જ ટુંકુ લાગ્યું. લોકોને મીરાં રાજપુત ના આ પ્રકારના કપડાં પસંદ આવ્યા નહિ અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
કોમેન્ટ કરીને એક યુઝરે લખ્યું હતું કે જ્યારે બાકીના સમગ્ર પરિવારે પુરા કપડાં પહેર્યા છે, તો મીરા રાજપુત એક ને જ ગરમી લાગી રહી છે. વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે મહિલાઓને આટલા ટુંકા કપડા પહેરવાથી શુ પ્રાપ્ત થાય છે. વળી એક જ લખ્યું હતું કે નીચે કંઈપણ પહેરવાનું ભુલી ગયા છો કે શું? આટલું બધું થયા બાદ એક યુઝરે તો હદ પાર કરીને મીરા પર જનરેશન ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. વળી અમુક લોકોને મીરા રાજપુતનો આ લોકો ખુબ જ પસંદ આવ્યો હતો.
મહત્વપુર્ણ છે કે અભિનેતા શાહિદ પોતાના પરિવાર સાથે માલદિવ્સ પર વેકેશન પર ગયેલા હતા. આ દરમિયાન તેમની પત્ની મીરા રાજપુતને સતત પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી હતી. હાલમાં જ તેણે પોતાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તે પુલમાં ડાઈવ કરતી નજર આવી રહી હતી. મીરાંની આ પોસ્ટ ઇન્ટરનેટ પર ખુબ જ છવાઇ ગઇ હતી.
View this post on Instagram
આ વીડિયોમાં જોઇ શકાય છે કે મીરા રાજપુતે મજેન્ડા કલરના કપડાં પહેરી રાખ્યા છે. મીરા ખુબ જ ઊંચાઈ પરથી પુલમાં છલાંગ લગાવે છે અને કોઈ જળપરીની જેમ પાણીમાં તરવા લાગે છે. મીરા રાજપુત પાણીની અંદર પણ કેમેરાની સામે સ્માઈલ આપતો નજર આવી રહી છે. પોતાના ઇન્સ્ટા રીલને કેપ્શન આપીને તેણે લખ્યું હતું કે, “જો વિટામીન-સી નો ડોઝ ઈચ્છતા હોય, તો મારી સાથે ડુબકી લગાવો.”
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શાહિદ કપુર ની પાસે હાલના સમયે વધારે પ્રોજેક્ટ નથી. તે ફિલ્મ “જર્સી” માં નજર આવશે, જે ક્રિકેટ પર આધારિત છે અને એક્સપોર્ટ ડ્રામા છે. આ પહેલા તેઓ છેલ્લી વખત ફિલ્મ કબીર સિંહ માં કિયારા અડવાણી સાથે નજર આવ્યા હતા. આ ફિલ્મમાં શાહિદ કપુરની એક્ટિંગની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ શાહિદ કપુરની ડુબી રહેલ કારકિર્દીને પંખ આપ્યા હતા.