મિસ્ટર ઈન્ડિયાની આ નાની “ટીના” હવે દેખાય છે ખુબ જ સુંદર, જુઓ તેની ગ્લેમરસ તસ્વીરો

શું તમને ફિલ્મ “મિસ્ટર ઈન્ડિયા” ની તે નાની બાળકી “ટીના” યાદ છે? જે ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવી નો જીવ હતી. ટીનાનું કિરદાર નિભાવવાની આ બાળકીનું નામ હુજાન ખોદાઇજી છે. હુજાન ખોદાઇજી હવે ખૂબ જ મોટી થઈ ચૂકી છે અને તે ખૂબ જ સુંદર પણ દેખાઈ રહી છે. તમે બધાએ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા જરૂરથી જોઈ હશે અને તમને બધાને યાદ હશે કે મિસ્ટર ઈન્ડિયા અનિલ કપૂર અને શ્રીદેવી સાથે મળીને કેવી રીતે અનાથ બાળકોની દેખભાળ કરતા હતા અને તેમને વિલનથી બચાવતા હતા. ફિલ્મમાં ઘણા બધા બાળકો હતા, પરંતુ એક બાળકી હતી જે ખૂબ જ સ્પેશ્યલ હતી. અનિલ કપૂર અને શ્રીદેવીની સાથે-સાથે ડાયરેક્ટર શેખર કપૂર પણ તેને ખૂબ જ પસંદ કરતા હતા.

તે બાળકીનું નામ હતું ટીના. શ્રીદેવી અને ફિલ્મનાં બધા મેમ્બર્સ ટીના સાથે ખુબ જ લાગણી ધરાવતા હતા. એક સીન દરમિયાન જ્યારે ટીનાને તાબુત માં સુવડાવવામાં આવી હતી તો શ્રીદેવી સહિત બધા લોકો રડવા લાગ્યા હતા.

શું હતું સમગ્ર કિસ્સો

સીન અનુસાર ટીનાનાં નિધન બાદ તેને તાબુતમાં સુવડાવવાની હતી અને બાકી બાળકો તેના ઉપર ફૂલ ચલાવવાના હતા. શૂટિંગ શરૂ થયું હતું ટીનાને તાબુત માં સુવડાવી હતી અને બાળકો એક પછી એક આવીને ટીના ઉપર ફૂલ ચલાવતા હતા. પરંતુ દરેક વખતે ટીના અને બધા બાળકો હસવા લાગતા હતા અને શુટ ખરાબ થઇ જતું હતું. નિર્દેશક શેખર કપૂરને કંઇ સમજમાં આવી રહ્યું ન હતું. આખરે જેમ તેમ કરીને ટીનાને શેખર કપૂરે એક પ્લાન બનાવીને સુવડાવી દીધી. જ્યારે ટીના સુઈ ગઈ તો શૂટિંગ શરૂ થયું હતું.

પરંતુ બાળકો જેવા તાબુત માં સુતેલી ટીના પર ફૂલ ચડાવવા આવ્યા, તો તેઓ રડવા લાગ્યા હતા. ટીના ને આવી રીતે જોઈને બધાનું હૃદય પીગળી ગયું હતું. શ્રીદેવી પોતે પણ પોતાની જાતને રોકી શકી નહિ અને રડવા લાગી હતી. તેનાથી ટીનાનું આવું રૂપ જોઈ શકાયું નહીં.

આ હુજાન ખોદાઇજી ની માસુમિયત ની કમાલ હતી કે તેમણે ટીનાનાં કિરદારને એવી રીતે નિભાવ્યું કે દરેક લોકો તેના દીવાના બની ગયા હતા. પરંતુ શું તમે જાણો છો કે ટીના કોણ છે અને ક્યાં છે? ટીનાનું કિરદાર નિભાવવાની આ બાળકીનું નામ હુજાન ખોદાઇજી છે. હુજાન હવે ખૂબ જ મોટી થઈ ચૂકી છે અને ખૂબ જ ગ્લેમરસ પણ છે.

આ ફિલ્મથી હુજાન ને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. ફિલ્મમાં અન્ય બાળકો પણ હતાં, પરંતુ ટીનાના કિરદારમાં હુજાન ની માસૂમિયત આગળ બધા ફિક્કા પડી ગયા હતા. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં આફતાબ શિવદાસાની પણ હતા, પરંતુ ચાઈલ્ડ એક્ટરનાં રૂપમાં તેઓ પોતાની છાપ એવી છોડી શક્યા નહીં, જેવી હુજાને છોડી હતી.

પરંતુ આજે હુજાન ખોદાઇજી નો ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી અને તે ભવિષ્યમાં પણ ફિલ્મોમાં આવવા માંગતી નથી. કદાચ એટલા માટે જ પહેલી ફિલ્મ બાદ હુજાન ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર હુજાન ખોદાઇજી મિસ્ટર ઈન્ડિયાનાં રિલીઝ થયા બાદ ચેન્નઈ ચાલી ગઇ હતી. ત્યારબાદ તેમણે એ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં હોય કે લોકો તેને શોધી રહ્યા હશે.

આજે હુજાન ખોદાઇજી માર્કેટિંગનાં ક્ષેત્રમાં નામ કમાઈ રહી છે. એક વેબસાઈટનાં જણાવ્યા અનુસાર તે લીંટસ નામની એક કંપનીમાં એડવર્ટાઈઝિંગ એક્ઝિક્યુટિવ કામ કરી રહી છે. ભલે હુજાન ખોદાઇજી હવે ફિલ્મોમાં પરત આવવા ન માંગતી હોય, પરંતુ તેનું માસુમ હાસ્ય આજે પણ લોકોને પાગલ બનાવે છે.