સામાન્ય રીતે આપણે પુરુષોને સુથાર કામ કરતા જોઈએ છીએ. પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવાના છીએ જે સુથારી કામ કરી રહી છે. તે ટેબલ થી લઈને ખુરશી સુધી બધું જ સુથારી કામ કરવામાં સક્ષમ છે. નાગપુરના વાઠોડા વિસ્તારમાં રહેવાવાળી ૩૧ વર્ષીય પ્રીતિ હિંગે એક કુશળ લેડી કાર્પેન્ટર છે.
પ્રીતિને મકાનનું ફર્નિચર કામ કરવું ખુબ જ પ્રેરિત કરતું હતું. તેના પિતા પણ એક મિસ્ત્રી તરીકે કામ કરતા હતા. તેમની પાસે કોઈ દુકાન ન હતી. કામનો ઓર્ડર મળવા પર તેઓ ઘરે જ ફર્નિચર બનાવતા હતા. પ્રીતિ એ પણ પોતાના પિતાની જેમ સુથારી કામ કરવાનું નિર્ણય કર્યો. કામ શીખવાની ઈચ્છા વ્યક્ત કરવાથી પિતા અને પરિવારને ખુબ જ આશ્ચર્ય થયું. પરંતુ તેમના પિતાએ પ્રીતિને ફક્ત કામ શીખવાડ્યું જ નહીં, પરંતુ તેને કામ કરવા માટે પણ પ્રોત્સાહિત કરી.
પ્રીતિ નાં કહેવા પર તેના પિતા તેને મિસ્ત્રી કામ શીખવી રહ્યા હતા. તે પોતાના પિતાને કામ કરતા જોઈને ખુબ જ જલ્દી મિસ્ત્રી કામ કરતા શીખી ગઈ. ત્યારબાદ ૨૦ વર્ષની ઉંમરમાં તેને પહેલી વખત કબાટ બનાવ્યો હતો. તેના હાથેથી બનેલો કબાટ પણ વેચાઈ ગયો. તેનાથી પ્રીતિ નો ઉત્સાહ વધી ગયો.
વળી બીજી તરફ પ્રીતિ નાં લગ્ન થઈ ગયા અને તેને એક બાળક પણ છે. તેને પોતાના ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતે ફર્નિચરના વેપારમાં પગલાં રાખવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય તેના માટે સરળ હતો નહીં, પરંતુ તેને પોતાના પરિવારનો પણ સપોર્ટ મળ્યો. અંદાજે ૮ વર્ષ પહેલાં પ્રીતિએ ૮૦૦૦ રૂપિયા મહિનાના હિસાબથી એક દુકાન ભાડા ઉપર રાખી. આ રકમ તે સમયે તેના માટે ખુબ જ મોટી હતી.
બાદમાં અત્યારે બે અન્ય દીકરીઓને જન્મ આપ્યો. પ્રેગ્નન્સી દરમિયાન પણ તે કામ ઉપર જતી હતી. તેના પિતા અને પતિ બંનેએ તેનો સાથ આપ્યો. આજે આસપાસના વિસ્તારમાં તેની ફર્નિચરની સૌથી મોટી દુકાન છે. તેના ઘણા ગ્રાહકો પણ છે. આજે તે ઘરનો ખર્ચ ચલાવવાની સાથોસાથ પોતાની દીકરીઓને પણ ભણાવી રહી છે.
કોરોના મહામારી દરમિયાન તેના કામ ઉપર ખુબ જ ખરાબ અસર પડી હતી. પરંતુ હવે ધીરે ધીરે ફરીથી તેનું કામ શરૂ થઈ રહ્યું છે. તેને લગ્નની સિઝનમાં ઘણા બધા ઓર્ડર મળ્યા હતા. તેણે નાગપુર ની પાસે એક ગામમાં જમીન પણ ખરીદી લીધી છે. આગળ પ્રીતિ ફર્નિચર નો શોરૂમ ખોલવા માંગે છે. હાલમાં પ્રીતિ આજે બીજી મહિલાઓ માટે એક ઉદાહરણ છે.