ઘણી જગ્યાએ ચુંટણીનું વાતાવરણ ચાલી રહ્યું છે. પરંતુ હાલના સમયમાં ચુંટણીના વાતાવરણમાં નોટનો વરસાદ શરૂ થઈ ગયેલ છે. વોટ નાં વરસાદ પહેલા જ નોટ નો વરસાદ અલગ અલગ હિસાબથી થઈ રહેલ છે. જેનો એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો હતો. જ્યાં કોથળો ભરીને મીઠાઈના ડબ્બામાં નોટ રાખીને વહેંચવાનો આરોપ છે. હવે આ મામલો પોલીસ અને ચુંટણી અધિકારીઓ નાં હવાલામાં આવી ગયો છે.
આ મામલાને લઈને વિપક્ષી ઉમેદવારોએ ભાજપ ઉમેદવાર વિનોદ પ્રજાપતિ ઉપર આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રજાપતિ અને તેમના સમર્થકોએ મીઠાઈની સાથે ૫૦૦ રૂપિયા ની નોટ રાખીને મતદાતાઓને વહેંચેલી છે. જેથી તેઓ ભાજપને વોટ કરે. મતદાતાઓને લાલચ આપવાના આરોપમાં જ્યારે હંગામો થયો, ત્યારે સ્થાનીય પ્રશાસન પણ હરકતમાં આવેલ. જે જગ્યાએ આવા ડબ્બા મળેલા પોલીસે તેને જપ્ત કરી લીધેલ અને હવે મામલાની તપાસ થઈ રહી છે.
મીઠાઈના ડબ્બામાં બુંદીના લાડુ અને ૫૦૦ રૂપિયા મળ્યા છે. તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામલામાં હંગામો થયા બાદ આરોપોમાં ઘેરાયેલા ભાજપ ઉમેદવાર વિનોદ પ્રજાપતિએ ખુલાસો કરેલ છે. તેમણે કહ્યું હતું કે આ તેમના વિરોધીઓનું ષડયંત્ર છે. તેમને બળજબરીથી ફસાવવા માટે મીઠાઈના ડબ્બામાં નોટ અને અમારી પેમ્પલેટ રાખીને બદનામ કરવામાં આવી રહેલ છે. પ્રજાપતિએ એવું પણ કહ્યું હતું કે તેમના વિસ્તારમાં તેમના પક્ષમાં માહોલ છે, જેનાથી વિરોધીઓ ગભરાયેલા છે. એટલા માટે તેઓ આવા પ્રકારના ષડયંત્ર કરી રહ્યા છે.
મામલો ઉજાગર થયા બાદ તે વિસ્તારના અપક્ષ ઉમેદવાર દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમનો આરોપ હતો કે ભાજપ ઉમેદવારના કાર્યકર્તા નોટ રાખેલા મીઠાઈના ડબ્બા વેચી રહ્યા હતા. જ્યારે લોકોએ તેમને પકડ્યા તો તેઓ ભાગી ગયા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને તે ડબ્બા ને જપ્ત કરી દીધા હતા. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. વળી ચુંટણી અધિકારીને પણ તેની ફરિયાદ કરવામાં આવેલ છે.
કોઈપણ ચુંટણીમાં આવી ફરિયાદને લઈને ચુંટણી પંચ ખુબ જ સખત વલણ અપનાવે છે. પહેલાથી જ નિર્દેશ આપવામાં આવેલ છે કે કોઈપણ ઉમેદવાર મતદાતા ને પૈસાની લાલચ અથવા અન્ય કોઈ પ્રલોભન આપીને પોતાના પક્ષમાં વોટ આપવા માટે મજબુર કરી શકે નહીં. ફરિયાદ થવા પર કાયદાકીય કાર્યવાહી ની સાથે સંબંધિત ઉમેદવારને ચૂંટણી માંથી પણ ગેરલાયક ઠેરવી શકાશે.