મીઠું જણાવશે કે તમે ગર્ભવતી છો કે નહીં, ઘરેબેઠા પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાની અનોખી રીત

Posted by

માં બનવાનું સપનુ દરેક મહિલા જોતી હોય છે. જ્યારે તેને પોતાની પ્રેગનેટ હોવાની ખબર પડે છે ત્યારે તેના ચહેરા ઉપર ખૂબ જ ખુશી જોવા મળે છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાની પ્રેગ્નન્સીની ચકાસણી ડોક્ટર પાસે જઈને કરાવે છે. જો કે પ્રેગનેંસી કીટ પણ બજારમાં મળે છે. પરંતુ તેને અનેક મહિલાઓ નથી ખરીદી શકતી. તેવામાં આજે તમને ઘરે બેસીને મીઠાથી પોતાનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કેવી રીતે કરાય તેના વિશે જણાવીશું.

સામાન્ય રીતે તમારો પિરિયડ ના આવે તો એ પણ એક ગર્ભવતી થવાનો સંકેત માનવામાં આવે છે. આ નિયમ દરેક સ્થિતિમાં લાગુ નથી હોતો. અનેક વખતે કોઈ અન્ય કારણોથી મહિલાનો પિરિયડ પાછળ થઈ જાય છે. તેવામાં મીઠા ના માધ્યમથી તમે તે સુનિશ્ચિત કરી શકો છો કે તમે પ્રેગનેટ છો કે નથી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પ્રકારના હોમ પ્રેગ્નેન્સી ટેસ્ટ તમારી ગર્ભાવસ્થાની તપાસ માટેની નોન મેડિકલ રીત છે. જો તમારી પાસે પ્રેગનેંસી કીટ નથી, તો તમે ઘરે જ ખાંડ, બ્લીચ અને મીઠા જેવી ચીજવસ્તુઓની સહાયતાથી ગર્ભાવસ્થાની તપાસ કરી શકો છો. આ દરેક ટેસ્ટના પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે અને તે યુરિનમાં રહેલ એચસીજી હાર્મોનનુ લેવલ તપાસવાનું છે.

ક્યારે કરવો મીઠાથી ટેસ્ટ?

જો તમને શંકા કે વિશ્વાસ હોય કે તમે ગર્ભવતી થઈ શકો છો, તો આ ટેસ્ટને ઓવ્યુંલેશન ના પાંચમા દિવસે કરવો જોઈએ. આ દિવસે મીઠાથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાથી વધુ ઇફેક્ટિવ રિઝલ્ટ મળે છે. તેથી તમારે પહેલાથી ઓવ્યુંલેશન ડેટ ટ્રેક કરવી પડે છે.

મીઠાથી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની પ્રક્રિયા

મીઠાથી પોતાની ગર્ભાવસ્થાની તપાસ કરવા માટે તમારે સવારે એક ખાલી કન્ટેનર માં પોતાના પેશાબનું સેમ્પલ લેવું અને તેમાં ચોથા ભાગનું મીઠું મેળવી દેવું. ત્યારબાદ ૧ થી ૨ મિનિટ સુધી રાહ જોવી. તે દરમિયાન મીઠા અને તમારા યુરિનમાં રિએક્શન થશે. જો તમારા યુરિનમાં ઉપસ્થિત એચસીજી હોર્મોન મીઠા સાથે પ્રતિક્રિયા કરી ફીણ બનાવી દે, તો મતલબ તમે પ્રેગનેટ છો. મીઠું અને યુરિન વચ્ચે રીએકશન નથી થતું, તો તેનો મતલબ કે તમે ગર્ભવતી નથી. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો તમારો પેશાબ મીઠા સાથે મળી ફીણ બનાવે છે, તો તમે ગર્ભવતી છો. આ સ્થિતિમાં તમારે એક વખત ડોક્ટરથી કન્સલ્ટ જરૂર કરી લેવું જોઈએ.

કેટલો અસરદાર છે અસરકારક છે મીઠાનો ટેસ્ટ?

મીઠાનાં માધ્યમથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, પરંતુ મોટા ભાગનાં કપલ્સને પ્રેગનેંસી કીટ પર વધારે વિશ્વાસ હોય છે. આ પ્રેગનેંસી કીટ પણ ૧૦૦% રિઝલ્ટ આપે છે તે જરૂરી નથી. તેથી પોતાની પ્રેગનેન્સી કન્ફર્મ કરવા માટે તમારે ડોક્ટર પાસે જઈને અલ્ટ્રાસાઉન્ડ કરાવવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *