સ્માર્ટફોન આજકાલ લોકોની લાઇફ સ્ટાઇલમાં એક જરૂરી હિસ્સો બની ગયો છે, એટલા માટે તેના વગર લોકોને એક દિવસ પણ કાઢવો મુશ્કેલ બની જાય છે. તેવામાં જો સ્માર્ટફોન ખોવાઇ જાય તો લોકોના બધા કામ અટકી જાય છે. તેઓ કોઈપણ પ્રકારે પોતાના સ્માર્ટફોન ને શોધવાની કોશિશ કરે છે. લોકોની પરેશાની જોઈને અમે તેમના માટે પોતાનો મોબાઈલ શોધવા માટેની રીત લઈ આવ્યા છીએ. તમે ગુગલ એકાઉન્ટ ની મદદથી આવું કરી શકે છે.
સ્માર્ટફોનમાં ગુગલ એકાઉન્ટ હોવું જોઈએ લૉગિન
જો તમારો સ્માર્ટફોન ખોવાઇ ગયો છે અને તેના પર ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન થવાની સાથે સાથે ઇન્ટરનેટ સુવિધા પણ છે, તો તમે તેને શોધી શકો છો. ઘણી વખત કોઈ ચીજ શોધવા માટે થોડી જાણકારી પણ મદદગાર બને છે. જો કે ઈન્ટરનેટ બંધ હોવા પર અથવા તો સ્માર્ટફોન બંધ હોવાની સ્થિતિમાં તમે તેના લોકેશનની જાણકારી પ્રાપ્ત કરી શકો છો, જ્યાં છેલ્લી વખત ઇન્ટરનેટ ચાલુ હતું અથવા તો તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કોમ્પ્યુટર પર સૌથી પહેલા પોતાનો જીમેલ ઓપન કરો
જો ઉપર બતાવેલી ચીજો તમારા સ્માર્ટફોનમાં છે, તો હવે પોતાના કોમ્પ્યુટર પર જીમેલ ઓપન કરો. ત્યારબાદ જે ગુગલ આઈડી તમે પોતાના સ્માર્ટફોનમાં લૉગિન કરેલી છે તે આઈડી થી જીમેલ પર લોગીન કરો. હવે સ્ક્રીન પર સૌથી ઉપર દેખાય રહેલ પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરી ગુગલ એકાઉન્ટમાં જાઓ. ત્યાર બાદ સિક્યોરિટી પર ટેપ કરી યોર ડિવાઇસમાં જવાનું રહેશે. આવું કર્યા બાદ તમને ફાઉન્ડ એન્ડ લોસ્ટ ફોનનો ઓપ્શન જોવા મળશે.
મેપ પર દેખાઈ રહ્યું હશે ગ્રીન નિશાન
હવે તેના પર ટેપ કરો. આવું કરતાં ની સાથે જ સ્ક્રીન પર એક મેપ ખુલી જશે. જો મેપમાં એક ગ્રીન કલરનું નિશાન દેખાઈ રહ્યું છે, તો તમારા સ્માર્ટ ફોનમાં ઈન્ટરનેટ ચાલુ છે. હવે તે નિશાન પર ટેપ કરી સ્માર્ટફોનને ટ્રેક કરી શકશો. એટલું જ નહીં તેની મદદથી તમે સ્માર્ટ ફોનનું લોકેશન પણ ચેક કરવાની સાથે સાથે તેમાં રીંગટોન પણ વગાડી શકો છો, જેથી તમે ખુબ જ સરળતાથી તમારા મોબાઇલ ફોનને શોધી શકશો. તેના માટે તમારે પ્લે સાઉન્ડ ઓપ્શન પર ટૅપ કરવાનું રહેશે.
ઇન્ટરનેટનું શરૂ હોવું જરૂરી
આવું કરવા પર સ્માર્ટફોનમાં તમે સેટ કરેલી રિંગટોન લાઉડ અવાજ વાગવા લાગશે અને મોબાઇલ વાઇબ્રન્ટ પણ થવા લાગશે. જણાવી દઈએ કે સ્માર્ટફોનમાં રિંગટોન વગાડવા માટે તેમાં ઈન્ટરનેટ ચાલુ હોવુ જરૂરી છે. આ રીતે તમારે પોતાનો મોબાઈલ શોધવામાં સરળતા રહેશે.