મોબાઈલમાં રહેલ આ ૯ એપ ચોરી રહેલ છે ફેસબુક યુઝર્સનાં પાસવર્ડ, તુરંત કરો ફોન માંથી ડિલીટ

Posted by

એન્ડ્રોઇડ એપ સાથે હંમેશા સિક્યુરિટીનો ખતરો જળવાઈ રહે છે. જ્યારથી થર્ડ પાર્ટી લોગીનની સુવિધા મળી છે, ત્યારથી તેમાં વધારો થયો છે. સામાન્ય રીતે આપણે વગર વિચાર્યે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ થી કોઈ એપમાં લોગીન કરી દઈએ છીએ. પરંતુ આ એપ ડેટા ચોરી પણ કરે છે. ઘણીવખત કોઈ સિક્યુરિટી એજન્સી તેનો ખુલાસો કરી દે છે તો કોઈ વખત ખબર નથી પડતી. હવે ૯ એવી એપ વિશે ખબર પડી છે, જે ફેસબુક એપ યુઝરનાં પાસવર્ડ અને એકાઉન્ટ ડીટેલ્સ ચોરી કરી રહી છે.

male hacker in the hood using a mobile phone, stealing your personal data

Doctor Web નામની એક મેલવેયર એનાલિસ્ટે ૧૦ એવા એપ્સ વિશે જણાવ્યું છે, જે ફેસબુકનાં ડેટા ચોરી કરી રહ્યા હતા. તેમાંથી ૯ એપ્સ હજુ પણ ગુગલ પ્લે સ્ટોર પર હાજર છે. જોકે ધીરે ધીરે એને હટાવવામાં આવી રહેલ છે. આ બધી એપ્સ તમારા માટે ખતરનાક છે. તેને તરત જ ફોન માંથી ડિલીટ કરવી જોઈએ. આવો જાણીએ એ એપ્સ વિશે.

PIP PHOTO

PIP PHOTO એક ફોટો એડિટર એપ છે, જેને Lillians એ ડેવલોપ કરી છે. આ એપને ૫૦,૦૦,૦૦૦ થી વધારે વખત એન્ડ્રોઇડ ડિવાઇસ પર ડાઉનલોડ કરવામાં આવી છે.

Processing Photo

આ પણ એક  ફોટો એડિટિંગ એપ છે અને તેને પણ ૫૦,૦૦,૦૦૦ થી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપને hikumburahamilton એ ડેવલપ કરી છે.

Rubbish Cleaner

આ એપને યુટીલીટી કેટેગરીમાં ડીલીટ કરવામાં આવી છે. આ એક મેમરી ક્લિનર એપ છે, જેને ૧૦,૦૦,૦૦૦ વખત એન્ડ્રોઇડ ડિવાઇસ પર ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપને SNT.rbcl એ ડેવલપ કરી છે.

Horoscope Daily

આ રાશિફળ બતાવવા વાળી એપ છે, જેને ૧૦,૦૦,૦૦૦ થી પણ વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપને HoroscopeDaily momo એ ડેવલપ કરી છે.

Inwell Fitness

આ એક ફિટનેસ એપ છે. ગુગલ પ્લે સ્ટોર પર લાખોની સંખ્યામાં ફિટનેસ એપ હાજર છે. આ એપને પણ ૫૦,૦૦,૦૦૦ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, પરંતુ તેને પણ ફેસબુકનો પાસવર્ડ ચોરી કરતા પકડવામાં આવી છે.

App Lock Keep

આ એપ લોકર એપને ૫,૦૦૦ થી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપને Sheralaw Rence એ ડેવલપ કરી છે.

Lockit Master

આ એપ ને ૫૦,૦૦,૦૦૦ થી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપને Enali mchicolo એ તૈયાર કરી છે.

Horoscope Pi

આ પણ એક રાશિફળ વાળી એપ છે, પરંતુ તેને માત્ર ૧,૦૦૦ લોકોએ જ ડાઉનલોડ કરી છે. જોકે આ એપ પણ ખતરનાક છે. આ એપ ને Talleyr Suhana એ તૈયાર કરી છે.

App Lock Manager

આ એપ પણ લોકપ્રિય નથી, પરંતુ સિક્યુરીટી માટે ખતરનાક જરૂર છે. આ એપને માત્ર ૧૦ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપને Implumment col એ તૈયાર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *