મોબાઈલમાં સુપર ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ જોઈએ છીએ તો આ જગ્યા પર અડવું નહીં

Posted by

મોટાભાગનાં સ્માર્ટ ફોનની ડિઝાઇન અને તેનાં એક્સટેરિયર ફીચર ખુબ જ અલગ હોય છે. તમે ડિઝાઇન અને ફિચર્સ ના હિસાબથી જ સ્માર્ટફોન પસંદ કરો છો. જો તમે કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમે જરૂરથી મહેસુસ થયું હશે કે સ્માર્ટફોન માં ઘણી વખત ઇન્ટરનેટ યોગ્ય રીતે કામ કરતું નથી. તેમાં તમને થોડી સમસ્યા જરૂર થઈ રહી હોય છે. સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ ની સમસ્યા ની સામાન્ય રીતે લોકો કંપની તરફથી થયેલી પરેશાની સમજી લેતા હોય છે. જોકે ઘણી વખત આવું થતું પણ હોય છે, પરંતુ ઘણી વખત પરેશાનીનું કારણ કઈક અલગ જ હોય છે.

Advertisement

હકીકતમાં દરેક સ્માર્ટફોન બહારથી તો અલગ હોય છે, પરંતુ તકનીકી રૂપથી અને આંતરિક રૂપથી તેની બનાવટમાં વધારે ફરક હોતો નથી. દરેક સ્માર્ટફોનમાં અમુક એવા પાર્ટસ હોય છે જે ખુબ જ સેન્સિટિવ હોય છે અને તેના લીધે તેને અંદરની તરફ રાખવામાં આવેલા હોય છે. તમને જણાવી દઈએ કે સ્માર્ટફોનમાં અમુક એન્ટેના પણ હોય છે, જે સિગ્નલ રિસિવ કરે છે. જો તે યોગ્ય રીતે કામ ન કરે તો સ્માર્ટ ફોનમાં ઈન્ટરનેટ ની સમસ્યા રહેતી હોય છે. આજે અમે તમને સ્માર્ટફોનનાં તે હિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની ઉપર હાથ રાખવાથી અથવા તો તેને કવર કરવાથી તમારા સ્માર્ટફોનમાં નેટવર્ક આવવાનું બંધ થઇ જાય છે અથવા તો તમને તેમાં પરેશાની ઉભી થાય છે.

સ્માર્ટફોનનાં જે હિસ્સામાં એન્ટેના હોય છે જો તે હિસ્સામાં તમે ટચ કરો છો અથવા તો તે જગ્યા પર હાથ રાખો છો તો ઈન્ટરનેટ અને નેટવર્ક ચાલવાનું બંધ થઈ જાય છે. આ હિસ્સા ખુબ જ સંવેદનશીલ હોય છે અને તેને કવર કરવાથી બચવું જોઈએ.

તમને જણાવી દઈએ કે અમુક સ્માર્ટફોનમાં એન્ટેના સાઈડ વાળા હિસ્સામાં આપવામાં આવે છે. અમુકમાં રિયર પેનલ ઉપર આપવામાં આવે છે, તો અમુક માટે ઉપરની તરફ આપવામાં આવે છે. જો તમારા સ્માર્ટફોનમાં કોલિંગ દરમિયાન કોઇ સમસ્યા આવી રહી હોય તો બની શકે છે કે તમે આ હિસ્સાને કોલિંગ દરમિયાન કવર કરી રહ્યા છો. તેવામાં તમારે આ જગ્યાએથી સ્માર્ટફોનને પકડવો જોઈએ નહીં, જેનાથી ઇન્ટરનેટની સ્પીડ વધી શકે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *