મોબાઈલ ફોનની બાબતમાં પણ બોલીવુડ સ્ટાર્સનાં શોખ પણ છે રોયલ, જાણો કોણ કેટલો મોંઘો મોબાઈલ ઉપયોગ કરે છે

Posted by

બોલીવુડ કલાકારની લક્ઝરી લાઇફ સ્ટાઇલનો ખાસ ભાગ તેમના મોબાઈલ ફોન પણ હોય છે. જી હાં, સામાન્ય રીતે ફોનનો ઉપયોગ વાત કરવા કે પછી વધારેમાં વધારે ફોટો લેવા અને વિડીયો બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ સ્માર્ટફોનનાં જમાનામાં મોબાઈલ ફોન સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે અને જ્યારે વાત સ્ટેટસની આવે તો પછી બોલીવુડ કલાકાર મોબાઈલ પર લાખો રૂપિયા ખર્ચ કરી નાખે છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે તમારા ફેવરીટ કલાકારનાં ખિસ્સામાં કેટલો મોંઘો ફોન રહે છે.

કરીના કપુર

કરીના કપુર પટોડી નવાબ ખાનદાની બહુરાની છે. સાથે છે તે ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રી માંથી એક છે. સ્પષ્ટ છે કે સૈફની બેગમ કરિના કપુરનો શોખ પણ રોયલ જ હશે. તૈમુર અને જેહ ની સુપર સ્ટાઇલિશ મોમ કરીના કપુર iPhone 12Pro યુઝ કરે છે. આ ફોનની કિંમત ૧.૩૦ લાખ રૂપિયાથી ૧.૩૫ લાખ વચ્ચે છે. હાલમાં જ કરીનાને પોતાનો આ ફોન અપલોડ કરતાં સ્પોટ કરવામાં આવી હતી. તે વાત અલગ છે કે સ્ટાઇલ દીવા કરીનાએ પોતાના લખતકિયા ફોનને એકદમ સાદા લુકમાં જ રાખ્યો છે. કરીનાનાં લાખોની કિંમત વાળા આઈફોનમાં બ્લેક કવર ચડેલું છે.

કરિશ્મા કપુર

નાની બહેન કરીનાની જેમ જ તેમની મોટી બહેન કરિશ્મા કપુર પણ iPhone ની દિવાની છે. કરિશ્મા ફિલ્મોથી ભલે દુર હોય પરંતુ ફોનનાં વિષયમાં તે પોતાને  એકદમ અપડેટ રાખે છે. કરિશ્મા પાસે પણ iPhone 12Pro છે. ફિટનેસ ફ્રીક કરિશ્માએ પોતાની સુપર ફિટ બોડી બતાવતા એક મીરર સેલ્ફી પોસ્ટ કરી હતી. જેમાં કરિશ્માનાં ફિગર સાથે-સાથે તેમના iPhone 12Pro એ પણ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આલિયા ભટ્ટ

બોલીવુડની ફટાકા ગુડ્ડી આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ માંથી છે. આલિયા પાસે પણ એપ્પલનો લેટેસ્ટ iPhone 12Pro છે. ખાસ વાત એ છે કે આલિયાએ પોતાના ફોનનાં બેક પેનલ પર પિંક કલરનું કવર ચડાવ્યું છે, જેના પર કેપિટલ લેટરમાં તેમનું નામ ALIA લખ્યું છે. ખાસ વાત એ છે કે આલિયાનાં વોલપેપરમાં રણબીર કપુરની ફોટો લગાવેલો છે.

જાન્હવી કપુર

બોલીવુડની “ચાંદની” શ્રીદેવીની લાડલી જાન્હવી કપુર લાંબા સમયથી iPhone યુઝર છે. જાન્હવી પાસે પણ iPhone નો લેટેસ્ટ મોડલ છે. જાન્હવી હંમેશા પોતાની મીરર સેલ્ફી પોસ્ટ કરે છે. જાન્હવીએ પોતાના ફોનનાં વાઇટ બેક કવર માં પોતાની અને ખુશી કપુરની લવિંગ  પિક્ચર લગાવી રાખી છે. એટલું જ નહીં હંમેશા જાન્હવીનાં ફોનનાં સ્ક્રીનસેવર નો સ્નેપશોટ પણ વાયરલ થતો રહે છે. જાન્હવીએ પોતાના ફોનનાં સ્ક્રીનસેવરમાં શ્રીદેવી સાથે પોતાના બાળપણની ફોટો લગાવી છે.

શાહિદ કપુર

મીરર સેલ્ફી હોય કે iPhone ને લઈને દીવાનગી. આ બંને વિષયોમાં શાહિદ કપુરને કોઈ ટક્કર નથી આપી શકતું. શાહિદ પાસે પણ આઇફોનનું લેટેસ્ટ મોડલ છે.

મલાઈકા અરોડા

સુપર સ્તાઈલિસ્ટ મલાઈકા અરોડા પણ iPhone યુઝ કરે છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેવાવાળી મલાઈકાએ પોતાના ન્યુ લુકની ફોટો ઇન્સ્ટા પર અપલોડ કરતી રહે છે. જેમાં તેમના ફોનની ઝલક પણ જોવા મળે છે.

શાહરુખ ખાન

બોલીવુડનાં બાદશાહ શાહરૂખ ખાનનાં ખજાનામાં દુનિયાભરની દોલતનો ભંડાર છે. સ્પષ્ટ છે કે બાદશાહ પાસે સ્માર્ટફોન પણ તેમના સ્ટેટસ હિસાબ એજ હશે. જુઓ બાદશાહનાં ફોનની ઝલક. આ લખતકિયા ફોનનાં માર્કેટમાં લોન્ચ થવાની જ વાર હતી કે ફોન શાહરુખ ખાનનાં હાથમાં રહેલો હતો.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત પણ પોતાના iPhone ને લઈને ખુબ જ ક્રેઝી છે. તેમની પાસે પણ iPhone 11Pro Max છે.

સલમાન ખાન

Oppo કંપનીનાં મોબાઈલને પ્રમોટ કરવા વાળા સલમાન ખાન પાસે ઘણા ફોન છે. હંમેશા તે અલગ-અલગ કંપનીનાં લેટેસ્ટ મોડલ વાળા ફોન સાથે સ્પોટ થાય છે. બ્લેકબેરી થી લઈને Oppo અને એપલનાં ફોન સલમાન યુઝ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *