મોબાઈલ ફોનની સ્ક્રીન પર આવેલ સ્ક્રેચને દુર કરવા માટે ખુબ જ અસરકારક છે ઘરમાં રાખેલી આ ચીજો

અમુક લોકો પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરે છે. વળી ઘણા લોકો તો તેને કોઈપણ જગ્યાએ રાખી દેતા હોય છે. મોટાભાગના લોકો પોતાના ફોનને પોતાની બેગ અથવા ખિસ્સામાં રાખતા હોય છે. પરંતુ ઘણીવાર બેગમાં અન્ય સામાન હોવાને કારણે ફોનની સ્ક્રીન પર સ્ક્રેચ આવી જતા હોય છે, જેના કારણે તે ખરાબ દેખાવા લાગે છે. પરંતુ હવે તમે ઘર પર જ અમુક સરળ ઉપાયોથી તમારી મોબાઈલનાં સ્ક્રીન પર આવેલ સ્ક્રેચમાંથી છુટકારો મેળવી શકો છો.

મેજિક ઇરેઝરનો કરો ઉપયોગ

વળી મોબાઇલ ફોનની સ્ક્રીન માંથી નાના-મોટા સ્ક્રેચ હટાવવા માટે ઘણા ઉપયોગ છે. પરંતુ તે બધામાં સૌથી સારી રીત મેજીક ઇરેઝરનો ઉપયોગ કરવાની છે. તેનું મુખ્ય કામ ગંદકી સાફ કરવાનું હોય છે, પરંતુ તેનાથી સ્કીનનાં ડાઘ પણ સાફ કરી શકાય છે. મેજીક ઇરેઝરનો ઉપયોગ ખૂબ જ સંભાળીને કરવો જોઈએ. ધીરે-ધીરે તેની મદદથી સ્ક્રેચ હટાવો, જેથી કરીને કોઈ નુકસાન ન પહોંચે.

સેન્ડ પેપરથી કરો સાફ

વળી તમે ઘણી બધી વસ્તુઓ માટે સેન્ડ પેપરનો ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમને જાણકારી છે કે તેની મદદથી તમે પોતાના મોબાઇલ ફોનની સ્ક્રીન પર આવેલ સ્ક્રીનને પણ હટાવી શકો છો. આવું કરવા માટે સેન્ડ પેપરનો એક ટુકડો લો અને તેને ખૂબ જ સાવધાનીથી સ્ક્રીન ઉપર ધીરે-ધીરે ઘસો. થોડો સમય સુધી આવું કરો. હવે તમારા મોબાઇલ ફોનની સ્ક્રીનનાં સ્ક્રેચ પહેલા કરતાં થોડાં હળવા થઈ ગયા હશે.

બેકિંગ સોડા પણ છે ઉપયોગી

સ્ક્રીનને સ્ક્રેચ હટાવવા માટે બેકિંગ સોડામાં પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો અને કોટનથી સ્ક્રીન પર લગાવી દો. તેના સુકાઈ ગયા બાદ કપડાથી સ્કિનને સાફ કરી દો. યાદ રાખો કે તેમાં પાણી હશે, એટલા માટે લગાવતા સમયે ખૂબ જ સાવધાની રાખવી.

ટૂથપેસ્ટનો પણ કરી શકો છો ઉપયોગ

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને પણ તમે પોતાના મોબાઇલ ફોન ની સ્ક્રીન પરથી સ્ક્રેચ હટાવવા શકો છો? નાના-મોટા સ્ક્રેચ આવવા પર તેનો ઉપયોગ કરી શકો છો. કોટન પર થોડી ટૂથપેસ્ટ લઈને તેને મોબાઇલ ફોનની સ્ક્રીન પર યોગ્ય રીતે લગાવી દો. જો કે ભૂલથી પણ સ્પીકરની આસપાસ તેનો ઉપયોગ ન કરો. થોડા સમય બાદ કરીને સાફ કરી દો. જણાવી દઈએ કે તેના માટે જેલ વાળી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં.

પેન્સિલ ઇરેઝરનો કરો ઉપયોગ

ઉપર બતાવેલી ચીજો સિવાય તમે પેન્સિલ વાળી ઇરેઝર થી પણ સ્ક્રીન પર થયેલા સ્ક્રેચને હટાવી શકો છો. તેના માટે તેને હળવેથી સ્ક્રીન પર આવેલા સ્ક્રેચ પર ઘસો. આવી રીતે નાના-મોટા સ્ક્રેચ અને મોબાઇલ ફોનની સ્ક્રીન પરથી હટાવી શકાય છે.