મોદી સરકારની આ યોજના છે જોરદાર, પતિ-પત્ની બંનેને ઘરે બેઠા મળશે દર મહિને ૧૦ હજાર રૂપિયા

મોટી ઉંમરમાં પૈસાની ખુબ જ જરૂરી હોય છે. આ ઉંમરમાં યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તેવામાં જો દર મહિને પેન્શન અથવા પૈસા મળી જાય તો જીવન ખુબ જ આરામથી પસાર થઈ જાય છે. પ્રાઇવેટ નોકરી માં પેન્શન મળતું નથી. હવે તો સરકારી નોકરીમાં પણ પેન્શન સિસ્ટમ લગભગ ખતમ થઈ ચુકી છે. તેવામાં આજે અમે તમને મોદી સરકારની એક એવી સ્કીમ વિશે જણાવવાના છીએ, જેનો લાભ ઉઠાવીને પતિ-પત્ની દર મહિને ૧૦ હજાર રૂપિયા મેળવી શકે છે.

આ યોજનાથી પતિ-પત્નીને થશે લાભ

સરકારની અટલ પેન્શન યોજના ખુબ જ કામની છે. તેનાથી તમે યુવાનીમાં ખુબ જ ઓછો રોકાણ કરીને મોટી ઉંમરમાં લાભ મેળવી શકો છો. આ યોજનામાં રોકાણ કરવા પર તમને ઘરડા થવા પર પેન્શન મળવાની ગેરેન્ટી મળે છે. આ સરકારી યોજનાનો પતિ અને પત્ની બંને લાભ ઉઠાવી શકે છે.

જો દંપતી આ યોજનામાં અલગ-અલગ રોકાણ કરે છે તો તેમને પોતાના ઘડપણમાં ૧૦ હજાર રૂપિયા મહિના સુધી મળી શકે છે. હાલના સમયમાં અટલ પેન્શન યોજના અંતર્ગત ૬૦ વર્ષ બાદ ૧ હજારથી પ હજાર રૂપિયા મહિનાના પેન્શનની ગેરંટી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આટલા પૈસાનું કરવાનું રહેશે રોકાણ

આ યોજનામાં તમારે દર મહિને એક નક્કી કરેલી રકમનું રોકાણ કરવાનું રહેશે. તમે જેટલી રકમનું રોકાણ કરશો, તેના આધાર પર તમને રિટાયરમેન્ટ બાદ ૧ હજાર રૂપિયાથી લઈને ૫ હજાર રૂપિયા સુધી મહિનાનું પેન્શન મળશે. આ પેન્શન તમને ૬૦ વર્ષ બાદ મળવાનું શરૂ થશે. જો તમે પ હજાર રૂપિયા મહિના એટલે કે ૬૦ હજાર રૂપિયા વાર્ષિક પેન્શન મેળવવા માંગો છો, તો તમારે દર ૬ મહિનામાં ફક્ત ૧૨૩૯ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

જો તમે ૧૮ વર્ષની ઉંમરથી આ યોજનામાં જોડાયેલ છો, તો ૫ હજાર રૂપિયા મહિનાનું પેન્શન મેળવવા માટે તમારે દરેક મહિને ૨૧૦ રૂપિયા આપવાના રહેશે. જો તમે દર ત્રણ મહિને આ રકમ આપવા માંગતા હોય તો ૬૨૬ રૂપિયા અને ૬ મહિને રકમ ભરવા માંગતા હોય તો ૧૨૩૯ રૂપિયા ભરવાના રહેશે. વળી ૧ હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન મેળવવા માટે તમારે ફક્ત ૪૨ રૂપિયાનું માસિક રોકાણ કરવાનું રહેશે.

જો તમારી ઉંમર ૩૫ વર્ષની છે અને તમે આ યોજનામાં જોડાવા માંગો છો તો ૫ હજાર રૂપિયા દર મહિને પેન્શન મેળવવા માટે તમારે ૨૫ વર્ષ સુધી દર ૬ મહિનામાં ૫૩૨૩ રૂપિયા જમા કરાવવાના રહેશે. મતલબ કે તમારે કુલ રોકાણ ૨.૬૪ લાખ રૂપિયાનું રહેશે. તેના આધાર પર તમને ૬૦ વર્ષની ઉંમર બાદ પ હજાર રૂપિયા મહિનાનું પેન્શન મળશે. વળી ૧૮ વર્ષની ઉંમરમાં આ યોજનામાં જોડાવા માટે તમારે ૧.૦૪ લાખ રૂપિયા ભરવાના રહેશે. તેનો સીધો અર્થ એ થયો કે તમે આ યોજનામાં જેટલી ઓછી ઉંમરમાં જોડાવો છો, તમને એટલો વધારે લાભ મળશે.

યોજનાની અન્ય મહત્વની વાતો

આ યોજનામાં રોકાણ કરવા માટે તમે માસીક ત્રિમાસિક અથવા છ માસિક પેમેન્ટ નો પ્લાન પસંદ કરી શકો છો. સારી વાત એ છે કે ઇન્કમટેક્સનાં સેક્સન 80CCD અંતર્ગત તેમાં ટેક્સમાં પણ છુટ આપવામાં આવે છે. તમે એક વ્યક્તિના નામ પર ફક્ત એક જ એકાઉન્ટ ખોલી શકો છો. જો ૬૦ વર્ષ બાદ અથવા તો તે પહેલા વ્યક્તિનું નિધન થઇ જાય છે તો આ પેન્શનની રકમ તેની પત્નીને મળે છે. વળી સદસ્ય અને તેની પત્ની બંનેનું નિધન થઇ જવા પર આ પેન્શન નોમિનીને મળે છે.