મોહરા ફિલ્મનાં ગીત “ના કજરે કી ધાર” માં સીદી-સાદી દેખાતી એક્ટ્રેસ પુનમ ઝાવર અસલ જીવનમાં છે ખુબ જ ગ્લેમરસ અને સુંદર

Posted by

મનોરંજનની દુનિયા સાથે જોડાયેલા ઘણા કલાકાર આજે એવા છે, જે છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં નજર નથી આવતા, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા અમુક સારા કિરદાર માટે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે. આજે આપણે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી એક એવી જ અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર એક ગીતમાં કિરદાર નિભાવીને રાતોરાત મોટી ઓળખ મેળવી લીધી હતી. પરંતુ તેમ છતાં પણ પોતાની એક્ટિંગનો જલવો ફિલ્મી દુનિયામાં બતાવી શકી નહીં. જો કે તેમણે પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ, વર્ષ ૧૯૯૬માં રીલિઝ થયેલી હિન્દી ફિલ્મ મોહરા ની. તેમાં તમે સુનીલ શેટ્ટી સાથે અભિનેત્રીનું કિરદાર નિભાવવા વાળી પુનમ ઝાવર ને તો જોઈ જ હશે. આ ફિલ્મનું એક ગીત “ના કજરે કી ધાર” આજે પણ લોકોને સારી રીતે યાદ રહેલું છે. આ ગીત ખુબ જ સુપરહિટ થયું. જેના માટે આજે પણ અભિનેત્રીને ઓળખવામાં આવે છે. ૧૯૭૬માં જન્મેલી પુનમ પોતાની મોડલિંગ અને સુંદરતા માટે જાણીતી છે. તેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

પરંતુ તેમ છતાં પણ તેમને મોટાભાગનાં લોકો ફિલ્મ મોહરા ફિલ્મનાં ગીત “ના કજરે કી ધાર” માટે ઓળખે છે. પરંતુ હવે સમય સાથે અભિનેત્રી ઘણી બદલાઈ ગઈ છે. ફિલ્મમાં સીધી સાદી અને સાડીમાં સુંદર દેખાવા માટે અભિનેત્રી હવે ઘણી ગ્લેમર અને સુંદર દેખાય છે.

તેની ફોટો સોશિયલ મીડિયા પર રહેલા છે. જેને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે તેનો ચહેરો અને તેની રહેણી-કરણી કેટલી બદલાઈ ગઈ છે. પુનમ એક સારી મોડલ સાથે જ ઘણા વિજ્ઞાપનોમાં પણ કામ કરી ચુકી છે.

અભિનેત્રીએ પોતાના અત્યાર સુધીના કારકિર્દીમાં ઓ માઇ ગોડ, આર… રાજકુમાર સિવાય બીજી પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં તેમણે નિર્માતા તરીકે એક ફિલ્મ પણ બનાવી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ શકી નહીં.

પુનમને છેલ્લી વખત ફિલ્મ ઓ માય ગોડ માં જોવામાં આવી હતી. ત્યારબાદથી તે ફિલ્મી દુનિયાથી દુર છે. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પણ ઘણી વધારે એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે અને તેમની સુંદર અદા ઉપર ફેન્સ ઘણો વધારે પ્રેમ દર્શાવતા નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *