કોરોનાને કારણે ભારતમાં લોકડાઉનનો ફેસ 3 ચાલુ થઇ ગયો છે. લોકડાઉનને કારણે રેસ્ટોરન્ટ હોટલ અને પાર્ટીની મજા નથી લઈ શકતા. પરંતુ ઇન્ટરનેટ પર ઘણા પ્રકારની સ્વાદિષ્ટ રેસીપીને જરૂર થી શોધી રહ્યા છે. ગુગલ ઇન્ડિયા દ્વારા રજુ કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર હાલમાં થોડા મહિનામાં રેસીપી સર્ચમાં ૨૦ ટકાનો વધારો થયો છે.
આ રેસિપીનાં સર્ચમાં થયો અનેક ગણો વધારો
રિપોર્ટ અનુસાર ગુગલ સર્ચમાં ડાલગોના કોફીનાં સર્ચમાં ૫૦૦૦% નો વધારો થયો છે. વળી ચિકન મોમોજનાં સર્ચમાં ૪૩૫૦%, મેંગો આઈસ્ક્રીમ રેસીપીનાં સર્ચમાં ૩૨૫૦% નો વધારો જોવા મળ્યો છે. કંપની અનુસાર ગુગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવતી રેસિપી કેક, સમોસા, જલેબી, મોમોજ, ઢોકળા, પાણીપુરી, ઢોસા, પનીર અને ચોકલેટ કેક છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ મહિના દરમિયાન કોરોના વાયરસ ભારતમાં ત્રીજો સૌથી વધારે સર્ચ કરવામાં આવનાર શબ્દ છે. રેસીપી સિવાય પાછલા એક મહિનામાં ગુગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ ટોપીક માં કોરોના વાયરસ ૫૦૦૦% કોરોના વાયરસનું નિવારણ ૨૩૦૦% વધારે લોકોએ સર્ચ કર્યું છે.
લોકડાઉનમાં ઇ-પાસ કેવી રીતે મેળવવો?
રિપોર્ટ અનુસાર ૧૧ એપ્રિલ બાદ “લોકડાઉન માટે નવા નિર્દેશ” અને “લોકડાઉનમાં ઇ-પાસ કેવી રીતે પ્રાપ્ત કરવો” તેને સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ છે.
આવી રીતે ભોજનને મિસ કરી રહ્યા છે લોકો
ગુગલની રિપોર્ટમાં તે વાતનો ખુલાસો થયો છે કે લોકડાઉન દરમિયાન મોટાભાગના લોકો જંકફૂડ અને રોડ સાઈડ ફૂડને મિસ કરી રહ્યા છે. ખાસ કરીને તે લોકો જંક ફૂડને વધારે મિક્સ કરી રહ્યા છે, જે મોટાભાગે બહારના ભોજન પર નિર્ભર રહેતા હોય છે.