માસિક રાશિફળ જુન : જુન મહિનામાં માતા લક્ષ્મીની કૃપાથી ૭ રાશિઓ પર થશે ધનવર્ષા, વાંચો પુરા મહિનાનું રાશિફળ

Posted by

ઘણા લોકોના મનમાં સવાલ થતો હોય છે કે જૂન મહિનો આપણા માટે કેવો રહેશે? આજે અમે તમને જૂન મહિનાનું રાશિફળ બતાવવા જઈ રહ્યા છીએ. અમારા માસિક રાશિફળ માં તમે પોતાની રાશિ અનુસાર જાણી શકશો કે આ મહિનો તમારા માટે પ્રેમ, કારકિર્દી અને સ્વાસ્થ્યને લઈને કેવો પસાર થવાનો છે. આ માસિક રાશિફળ માં તમે તમારા જીવનમાં થનાર એક મહિનાઓની ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન મળશે. તો ચાલો જાણવા માટે વાંચીએ.

મેષ રાશિ

આ મહિને તમે આર્થિક રૂપે સરળતાથી પ્રગતિ કરશો. જો તમે એક વધારાની આવકનો સ્ત્રોત બનાવવા પર કામ કરી રહ્યા છો, તમે તેમાં સફળ થશો. માસના અંતમાં સ્થાનાંતરણ ના યોગ બની રહ્યા છે. તે સિવાય આ સમયમાં અધિકારીનો વ્યવહાર તમારા માટે સકારાત્મક રહેશે. સાહિત્ય તથા કલાના ક્ષેત્રમાં પણ તમે સર્જનાત્મકતા પ્રસ્તુત કરવામાં સફળ થશો. સારા સમયના લાભને સંપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે દરેક નિર્ણય સમજી-વિચારીને લો.

  • પ્રેમ : જે લોકો હજુ સુધી સિંગલ છે તેમને પોતાના જીવનમાં નિરાશા હાથ લાગી શકે છે.
  • કારકિર્દી : વિદ્યાર્થીઓ પોતાની ફક્ત મહેનત પર ધ્યાન આપે. આવનારા સમયમાં તમને મહેનતનું ફળ મળશે.
  • સ્વાસ્થ્ય : જો તમે કોઈ રોગથી પીડાઇ રહ્યા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે મહેનત કરતા રહો, સફળ થશો.

વૃષભ રાશિ

આ મહિનામાં આર્થિક ક્ષેત્રમાં પરાક્રમ ભાવને જાળવી રાખવાથી લાભ પ્રાપ્ત થશે. શેરબજારની પ્રવૃત્તિમાં વિવેકપૂર્ણ લાંબી સુધીનું રોકાણ કરો. બૌદ્ધિક ચર્ચામાં વિવાદને ટાળીને બધાને સાથે સમાધાનકારી વ્યવહાર કરવો પડશે. વ્યવસાયિક ક્ષેત્રમાં અનુમાન કરતા ઓછો લાભ મળતો દેખાશે. કોઈ એવા સમાચાર પણ તમને મળી શકે છે જે તમારા જીવનને સારા માર્ગ તરફ પ્રશસ્ત કરશે.

  • પ્રેમ : જો તમે લગ્ન કરવા માટે ઈચ્છો તો તમને સારા વૈવાહિક મેળ મળી શકે છે.
  • કારકિર્દી : કાર્યક્ષેત્રમાં પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરો. નવો કોન્ટ્રાક્ટ મળવાની આશંકા છે.
  • સ્વાસ્થ્ય : મહિનાની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય કમજોર રહેશે અને તમે સુસ્ત મહેસૂસ કરશો.

મિથુન રાશિ

નવા કાર્યોની શરૂઆત માટે આ શુભ મહિનો છે. બધા જ કાર્યોમાં સફળતા મળશે. તમારા દુશ્મન તમારી વધુ વિરુધ્ધ ગુપ્ત રીતે કામ કરી શકે છે અને તમને પરેશાની આવી શકે છે. મહિનાના મધ્યમાં કુશળ નીતિઓ તમારા લાભમાં વૃદ્ધિ કરશે. આ સમય દરમ્યાન ઋણ ઉપલબ્ધ થવાથી યોજનાઓમાં ધનસંબંધી બાધાઓ આવી શકે છે. મહિનાના અંતમાં સારો એવો લાભ મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

  • પ્રેમ : અવિવાહિત લોકો માટે સારો સમય રહેશે. વિવાહ માટે કોઈ સારો સંબંધ આવી શકે છે.
  • કારકિર્દી : જો તમે હાલમાં જ કોઈ ઇન્ટરવ્યુ આપ્યું છે, તો તમે તેમાં સિલેક્ટ થઇ શકો છો.
  • સ્વાસ્થ્ય : આ મહિનામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે. કોઈ પણ રોગના લક્ષણ દેખાય તો બેદરકારી રાખવી નહીં ડોક્ટરની સલાહ લેવી.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ મહિનો કાયદાકીય મામલામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે. તમે પોતાની નકારાત્મકતા અને તણાવને દુર કરવામાં સક્ષમ સાબિત થઇ શકો છો. પોતાની વાણીની કઠોરતાને ઓછી કરવાથી કાર્ય પૂર્ણ સહયોગ મળશે. આ મહિનામાં આર્થિક સ્ત્રોત થી લાભ તમને બાધિત થઈને પ્રાપ્ત થશે. રિયલ એસ્ટેટ ડીલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મહિનામાં ધર્મ-કર્મમાં રૂચિ વધશે.

  • પ્રેમ : સંબંધોમાં ઊંડાણ માટે પારદર્શિતા અને આવશ્યકતા છે. પોતાની ભાવનાઓને ખુલ્લા દિલથી વ્યક્ત કરો.
  • કારકિર્દી : તમે પોતાની કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ કરી શકો છો, પરંતુ તમારે પોતાના વ્યવહારમાં બદલાવ લાવવો જ પડશે.
  • સ્વાસ્થ્ય : સારા સ્વાસ્થ્ય માટે પ્રયાસ કરતા રહો. યોગ કરવાથી લાભ મળશે.

સિંહ રાશિ

આ મહિનાના મધ્યમાં સિંહ રાશિવાળા જાતકો પોતાને વિપરીત પરિસ્થિતિઓમાં જોઈ શકે છે. તમારી કઠોર વાણીને કારણે લોકો સાથે ટકરાવ અથવા ગેરસમજ ઉભી કરી શકે છે. એટલા માટે સમજી વિચારીને બોલવું. માસનાં અંતિમ સમયમાં તમારા અધિકારી તમારી પરેશાની વધારી શકે છે. આ સમયમાં તમે જોખમ લઈને કાર્ય કરવાથી બચો. પરિસ્થિતિઓ અનુકૂળ કરવા માટે આ મહિનામાં કોઈ વિધવા અથવા કન્યાની મદદ કરો. માન-યશની પ્રાપ્તિ થશે પ્રત્યેક કાર્યમાં સફળતા મળશે.

  • પ્રેમ : દાંપત્યજીવનમાં મધુરતા વધશે. સંબંધો પહેલા કરતા સારા બનશે.
  • કારકિર્દી : પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થોડી મહેનતની આવશ્યકતા છે. પોતાના વિચારોમાં સ્થિરતા લાવો.
  • સ્વાસ્થ્ય : બીમાર લોકો તણાવ ઓછો કરે અને કોઈ સારા ડોક્ટરની સલાહ લે.

કન્યા રાશિ

રોકાણકારોએ પૈસાનું રોકાણ કરવામાં સાવધાની રાખવી પડશે. તમને લાભના અમુક સારા અવસર પ્રાપ્ત થશે. મહિનાના અંતમાં પોતાનું ધ્યાન લક્ષ્ય પર જાળવી રાખો. આજુબાજુના વિષયોમાં પોતાની વ્યસ્તતા ઓછી કરો. આવકનો વધારો થવાથી તમારી ખુશીઓમાં વધારો થશે. ધાર્મિક કાર્યોની પાછળ ધન ખર્ચ થશે અને ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકો છો. શત્રુઓ સાથે ઝઘડો થઇ શકે છે, અપમાન નો ભય જળવાઈ રહેશે. કાર્યમાં વિધ્નો તથા કાર્ય વિલંબ સાથે પૂર્ણ થશે.

  • પ્રેમ : આ મહિનો તમારા પ્રેમ સંબંધો માટે સારા પરિણામ લઇને આવશે.
  • કારકિર્દી : પોતાની યોજનાઓ અને રણનીતિઓ કોઈને જણાવવી નહીં. પૈસાની બાબતમાં વિશ્વાસઘાતનો શિકાર બની શકો છો.
  • સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, તેના માટે નિરંતર પ્રયાસ કરતાં રહેવા.

તુલા રાશિ

આ મહિને તમે એક નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો, જે તમને ભવિષ્યમાં સારો લાભ આપી શકે છે. આ મહિનાના અંતમાં પ્રયાસ, પરિશ્રમ, વિવેકનો ઉપયોગ સાર્થક રહેશે. આર્થિક યોગ ઉત્તમ બની રહ્યા છે. વેપારમાં તમે નવી ટેકનોલોજીને અમલમાં લાવી શકશો. અસમંજસની સ્થિતિ તથા અનાવશ્યક વિચાર તમારા કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે આ મહિનામાં તમે અનાવશ્યક વિચારોમાં પડવું નહીં. વાદ-વિવાદથી દૂર રહેવું, નહીતર કાયદાકીય પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

  • પ્રેમ : તમે પોતાના વિવાહિત જીવનમાં રોમેન્ટીક સમય પસાર કરશો.
  • કારકિર્દી : પોતાનો વેપાર અથવા વ્યવસાય શરૂ કરવા માટે આ મહિનો ઉત્તમ રહેશે.
  • સ્વાસ્થ્ય : આ મહિનામાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. થોડા પ્રયાસો કરવાથી કોઇ જુના રોગથી જલ્દી રાહત મેળવી શકશો.

વૃશ્ચિક રાશિ

આ મહિને શારીરિક અને માનસિક રૂપથી સ્ફૂર્તિ જળવાઈ રહેશે. આ વિદ્યાર્થીઓ માટે એક સારો મહિનો સાબિત થશે. મહિનાની શરૂઆતમાં વિદેશથી આવક સંભવ બની શકે છે. જોશ અને ઉત્સાહનાં ભાવને કારણે લાભના માર્ગમાં બાધાઓ ઓછી થશે. અનાવશ્યક વિચારો પર નિયંત્રણ રાખો. નવા કાર્યોમાં રોકાણ હેતુ ધન અવરોધક બની શકે છે. પોતાની પ્લાનિંગ લાગુ કરવામાં મુશ્કેલી થશે, કારણકે ઘણા પડકારો તમારા રસ્તામાં આવી શકે છે.

  • પ્રેમ : પોતાના પ્રેમી અથવા જીવનસાથી ની ભાવનાઓનું તમારે ધ્યાન રાખવાનું રહેશે.
  • કારકિર્દી : આઈટી અને બેન્કિંગ ના જાતકોને પ્રાપ્ત થયેલ સફળતાથી તેમનું મન હર્ષિત રહેશે.
  • સ્વાસ્થ્ય : ગરદન અથવા ગળા સંબંધિત કોઇ પરેશાની થઇ શકે છે.

ધન રાશિ

આ મહિને તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે, જે તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. ધંધામાં વિસ્તારની નવી યોજના બનાવી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ ઓછી થઈ શકે છે. કાર્યસ્થળ પર સફળતા પ્રાપ્તિનો યોગ છે. રોકાણ માટેની દ્રષ્ટિથી આ મહિનો શુભ છે. પિતાશ્રીને રાજકારણમાં તકલીફ રહેશે. પોતાના પરિવાર સાથે અમુક મતભેદ થવાની આશંકા છે. વ્યવસાયિક વાહન લેવાના યોગ બની રહ્યા છે. મહિનાના અંતમાં સામાન્ય સમય પસાર થશે.

  • પ્રેમ : જો તમે પ્રેમની તલાશ કરી રહ્યા છો, તો જીવનમાં નવા રોમેન્ટીક સંબંધોનું આગમન થઇ શકે છે.
  • કારકિર્દી : આ મહિને વિદ્યાર્થીઓને નવા અવસરોની પ્રાપ્તિ થશે.
  • સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ કોઈ સ્વાસ્થ્ય સંબંધી લક્ષણ દેખાય તો તેને નજરઅંદાજ કરવા નહીં.

મકર રાશિ

વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે છે. મકર રાશિવાળા જાતકો માટે આ મહિનો પારિવારિક સુખ વાળો રહેશે. નોકરીમાં સ્થળાંતર થઇ શકે છે. નવી શરૂઆતની તીવ્રતા આગળ વધવા માટેનો અવસર પ્રદાન કરશે. પૈસાનું રોકાણ કરવાથી સારો લાભ મળશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ મળશે. વ્યાવસાયિક ગતિવિધિઓ ખૂબ જ સારી થશે અને તે વેપારમાં લાભ મળશે, જે કોઈ સાથે મળીને કરવામાં આવેલ હશે.

  • પ્રેમ : પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવા મળશે.
  • કારકિર્દી : મીડિયા અને ફિલ્મ ફિલ્ડના જાતકો માટે નવી અવસર ઉપલબ્ધ રહેશે.
  • સ્વાસ્થ્ય : વાતાવરણને કારણે કોઈ રોગ પરેશાન કરી શકે છે.

કુંભ રાશિ

મહિનાના મધ્યમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા કાર્યોની લોકો દ્વારા પ્રશંસા થશે. નોકરીમાં અધિકારી વર્ગ તરફથી પરેશાની આવી શકે છે. મહિનાના અંતમાં તમે થોડા ચિંતાગ્રસ્ત રહી શકો છો. આધ્યાત્મિકતાનો આશ્રય લેવાથી મન શાંત રહેશે. કાર્યસ્થળ પર પરિસ્થિતિ સામાન્ય રહેશે. દૂરની વ્યાવસાયિક સંસ્થાઓ સાથે તમારા કરાર પૂરા થવાની સંભાવનાઓ બની રહી છે. ભાગીદારી કરવા માટે આ સમય અનુકૂળ છે.

  • પ્રેમ : વીતેલા સમયને યાદ કરવાથી તમારા વર્તમાનનાં સંબંધો ખરાબ થઈ શકે છે.
  • કારકિર્દી : વિદ્યાર્થીઓને શીખવા અને પોતાના કામમાં ફોકસ કરવામાં પરેશાની થઇ શકે છે.
  • સ્વાસ્થ્ય : તમને પેટ અને શ્વસન તંત્ર સંબંધી પરેશાની થઇ શકે છે. તમારા પિતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી પડી શકે છે.

મીન રાશિ

આ મહિને તમને બાળકોને કારણે લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. મહિનાના મધ્ય ભાગમાં બિનજરૂરી યાત્રા કરવાથી બચો અને ઘર પરિવારનું ધ્યાન રાખો. મીન રાશિવાળા જાતકો માટે આ મહિનો આર્થિક કમજોરી વાળો રહેવાનો છે. તમે વડીલ વ્યક્તિઓનો વિશ્વાસ અને સન્માન પ્રાપ્ત કરી શકશો. મહિનાના અંતમાં પદ વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તે સિવાય તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે.

  • પ્રેમ : પ્રિયજન સાથે તણાવ રહી શકે છે. નાની-નાની વાતોને દિલ પર લેવી નહીં.
  • કારકિર્દી : વિદ્યાર્થીઓને ભૂતકાળની મહેનતનો લાભ મળી શકે છે. પ્લેસમેન્ટ પ્રયાસ સફળ થશે.
  • સ્વાસ્થ્ય : મહિનાનો અંત સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે વિશેષ રૂપથી ખરાબ રહી શકે છે.

નોંધ : તમારી કુંડળી તથા રાશિ ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઈ રહેલી ઘટનાઓ અમારા માસિક રાશિફળ થી થોડી ભિન્ન હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *