મોરપંખને ઘરમાં આ જગ્યાએ રાખવાથી ભિખારી પણ બની શકે છે કરોડપતિ, બીજા કોઈએ નહીં પણ શ્રીકૃષ્ણએ પોતે કહેલું છે

આપણા દેશમાં મોર પંખને લઈને ઘણી પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. પુરાણોમાં મોર પંખને દેવતાઓનું આભુષણ માનવામાં આવેલ છે. ખાસ કરીને મોર પંખ ભગવાન શ્રીકૃષ્ણના મનપસંદ આભુષણો માંથી એક છે, એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણને મોર પંખ અર્પિત કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મોર પંખને ખાસ મહત્વ આપવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પંખને ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દુર થાય છે. તે સિવાય તે ઘરની આર્થિક સ્થિતિને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે.

હિન્દુ ધર્મમાં મોર પંખનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુકુટ ઉપર મોર પંખ લગાવેલ હતું. તેની સાથો સાથ સ્વર્ગમાં ઇન્દ્ર દેવ પણ મોર પંખના સિંહાસન ઉપર બેસતા હતા. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે મોર પંખમાં બધા દેવી દેવતાઓ અને બધા ગ્રહોનો વાસ હોય છે. માતા સરસ્વતી, માતા લક્ષ્મી, શિવપુત્ર કાર્તિકેય તથા શ્રી ગણેશજી બધાને મોર પંખ કોઈને કોઈ રૂપમાં પ્રિય છે, એટલા માટે આ મોર પંખ જીવનની દિશા અને દશા બદલવામાં સહાયક માનવામાં આવે છે.

જો તમે આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે પોતાની ઓફિસ અથવા તિજોરીમાં સાઉથ-ઇસ્ટ દિશામાં મોર પંખ રાખવું જોઈએ. તેનાથી તમને ખુબ જ મોટો લાભ મળે છે. આવું કરવાથી તમારે ક્યારેય પણ પૈસાની તંગી નો સામનો કરવો નહીં પડે અને તમારા અટવાયેલા પૈસા પણ તમને સરળતાથી પ્રાપ્ત થઈ જશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મોર પંખમાં બધા દેવી-દેવતાઓ અને નવગ્રહ બિરાજમાન હોય છે. એટલા માટે તેને ઘરમાં રાખવાથી ઘરના લોકોની આર્થિક સમૃદ્ધિ થાય છે. એક માન્યતા અનુસાર જો ઘરમાં મોર પંખ હોય તો ઘરમાં કોઈપણ પ્રકારનું સંકટ આવતું નથી અને હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે મોર પંખને હંમેશા ઘરની દક્ષિણ પુર્વ દિશામાં રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ હંમેશા સારું રહેશે.

જો કોઈ વ્યક્તિને નકામો ખર્ચ કરવાની આદત હોય અથવા તો કોઈની પાસે પૈસા ટકતા ન હોય તો આવી સ્થિતિમાં મોર પંખને પોતાના પુજા ઘરમાં રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે પુજા ઘરમાં મોર પંખ રાખવાથી ઘરમાં બરકત આવે છે અને પરિવારના સદસ્યોની વચ્ચે સંબંધ સારા રહે છે.

જ્યોતિષશાસ્ત્રનું માનવામાં આવે તો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેવામાં તે વ્યક્તિએ મોર પંખનો ઉપાય કરવો જોઈએ. તેના માટે આવા વ્યક્તિએ પોતાના તકિયાની નીચે સાત મોર પંખ રાખીને સુવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કાલ સર્પદોષ માંથી જલદી રાહત મળે છે.

જો તમારા જીવનમાં કોઈ કષ્ટ અચાનકથી આવી ગયેલ હોય તો બેડરૂમના અગ્નિ ખુણામાં મોર પંખ લગાવો. તેનાથી તમને થોડા સમયમાં જ સકારાત્મક અસર જોવા મળશે. સાથોસાથ ઘરના દક્ષિણ પુર્વક ખુણામાં મોર પંખ લગાવવાથી પણ ઘરમાં બરકત રહે છે. ઘરમાં મોર પંખ રાખવાથી શુભતાનો સંચાર થાય છે તથા સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ હંમેશા પોતાની પાસે મોર પંખ રાખે છે તેની ઉપર કોઈ અમંગળ છાયો રહેતો નથી.

પોતાના ખિસ્સા અથવા ડાયરીમાં મોર પંખ રાખો, તેનાથી રાહુદોષ પણ પ્રભાવિત કરી શકતો નથી. અઢળક પૈસા કમાઈ લીધા બાદ પણ જો પૈસા ટકતા ન હોય તો ઘરમાં મોર પંખ જરૂરથી લગાવવો જોઈએ. જો તમારા બાળકોનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો તેમના રૂમમાં મોર પંખ જરૂરથી લગાવો. સરસ્વતી માતાનાં ઉપાસક અને વિદ્યાર્થીઓ પુસ્તકોની વચ્ચે મોર પંખ રાખીને પણ લાભ ઉઠાવી શકે છે.