શ્રાવણ મહિનામાં મોરપંખ સાથે જોડાયેલા આ ઉપાય અવશ્ય કરી લેજો, કરોડપતિ બનવામાં સમય નહીં લાગે

એટલું તો આપણે બધા જાણીએ છીએ કે શ્રાવણ મહિનામાં મુખ્ય રોગથી શિવજીની પુજા કરવામાં આવે છે. તેના કારણે દરેક મનુષ્ય આ સમય દરમિયાન શિવજીને પ્રસન્ન કરવામાં જોડાયેલ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જી હા, ખુબ જ ઓછા લોકો જાણે છે કે શ્રાવણ મહિનામાં શ્રીકૃષ્ણની પુજા પણ કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર તથા વાસ્તુશાસ્ત્રમાં તો શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતા શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ ઉપાય પણ જણાવવામાં આવેલ છે.

તો આજે અમે તમને શ્રાવણ મહિનામાં કરવામાં આવતા ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધિત અમુક ઉપાય વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ તથા વાસ્તુ વિશેષજ્ઞનું માનવું છે કે આ ઉપાય કરનાર મનુષ્ય ફક્ત શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવામાં સફળ નથી થતો પરંતુ તેને પોતાના જીવનની ઘણી મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી પણ છુટકારો મળી જાય છે.

તો ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં કરવામાં આવતા આ ખાસ ઉપાય વિશે જે તમારી સમસ્યાઓને થોડા સમયમાં જ દુર કરી શકે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પુજા કરવાનું પણ વિધાન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં શ્રીકૃષ્ણની પ્રિય વસ્તુ મોર પંખના ઉપાય કરવાથી મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે.

હિન્દુ ધર્મગ્રંથોમાં કરવામાં આવેલ વર્ણન અનુસાર શ્રાવણ મહિના ને શ્રીકૃષ્ણ સાથે જોડીને પણ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં શ્રીકૃષ્ણની પ્રિય વસ્તુ મોરપંખનાં ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં રહેલી મોટામાં મોટી મુશ્કેલી નો ઉકેલ મળી જાય છે તથા વ્યક્તિને અપાર ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો તે ઉપાય ક્યાં છે તેના વિશે અમે તમને જણાવીએ.

જો કોઈ વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલી પરેશાની ચાલી રહી હોય તો તે જાતકે રાધાકૃષ્ણના મંદિરમાં એક મોરપંખને સ્થાપિત કરીને સતત ૪૦ દિવસ સુધી તેની પુજા કર્યા બાદ તેને પોતાની તિજોરીમાં રાખી લેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધન સંબંધી તે બધી જ સમસ્યાઓ દુર થઈ જાય છે.

પોતાના શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે મંગળવાર અથવા શનિવારના દિવસે મોરપંખ ઉપર હનુમાનજીના મસ્તકનું સિંદુર લઈને તેનાથી શત્રુનું નામ લખીને તેને આખી રાત ઘરના પુજા સ્થળમાં રાખી દો અને બીજા દિવસે સવારે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે. એટલે કે આ ઉપાય ની જાણ તમારા સિવાય અન્ય કોઈને થવા દેવી નહીં.

જ્યારે કોઈ વ્યક્તિને તેની કુંડળીના ગ્રહ દુષ્પ્રભાવ આપી રહ્યા હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે ૨૧ વખત તે ગ્રહના મંત્રનું ઉચ્ચારણ કરો, જેની સ્થિતિ કુંડળીમાં કમજોર હોય. મોરપંખ ઉપર પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ તેને પુજા સ્થળમાં રાખી દો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી થોડા દિવસોમાં જ ચમત્કારિક પરિણામ જોવા મળે છે.

કોઈ નવજાત બાળકને ખરાબ નજર લાગી જાય તો આવી પરિસ્થિતિમાં તેમાંથી છુટકારો મેળવવા માટે મોરપંખને ચાંદીની નાની ડબ્બીમાં રાખીને બાળકની પથારી નજક રાખી દો. આવું કરવાથી બાળક ઉપરથી તાત્કાલિક નજર દોષ દુર થાય છે.

જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તે વ્યક્તિએ પોતાના તકિયા નાં કવરમાં ૭ મોરપંખ રાખીને સુવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કાલસર્પ દોષમાંથી છુટકારો મળી જાય છે. આ ઉપાય સાથે જોડાયેલા એક ધાર્મિક માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ પણ કાલ સર્પદોષ માંથી મુક્તિ મેળવવા માટે પોતાના મુકુટમાં મોરપંખ ધારણ કરેલ હતો.