મોટા ફેમિલી માટે બેસ્ટ છે આ સસ્તી ૭ સીટર કાર, કિંમત ફક્ત ૪.૨૫ લાખ રૂપિયા

મોટા ફેમિલી માટે મલ્ટી પર્પઝ વેહિકલ (MPV) ની ડિમાન્ડ સૌથી વધારે રહે છે. ઓછી કિંમતમાં વધારે કેબીન સ્પેસ, સારામાં સારી સેટિંગ કેપેસિટી ની સાથે એડવાન્સ ફીચરનો સમાવેશ, આ બધા ગુણ મળવા થોડા મુશ્કેલ જરૂર છે, પરંતુ અશક્ય બિલકુલ નથી. જો તમે પણ એક સસ્તી અને સારી ૭ સીટર કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે ખુબ જ સારો અવસર છે.

જાપાની કાર નિર્માતા કંપની ડેટસન પોતાની સસ્તી ૭ સીટર કાર ડેટસન ગો પ્લસ પર આ ઓગસ્ટ મહિનામાં બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. મારુતિ ઇકો બાદ તે દેશની બીજા નંબરની સૌથી સસ્તી કાર છે, જેમાં ૭ સીટ આપવામાં આવેલ છે. આ મહિને ગ્રાહકો આ કારની ખરીદી પર ૪૦ હજાર રૂપિયા સુધીની બચત કરી શકે છે. જેમાં ૨૦ હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને ૨૦ હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે.

કેવી છે આ કાર

કુલ પાંચ વેરિએન્ટમાં આવનારા ડેટસન ગો પ્લસ માં કંપનીએ ૧.૨ લીટરની ક્ષમતાનું ૩ સિલેન્ડર વાળું પેટ્રોલ એન્જિન ઉપયોગ કરેલ છે. આ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન ગિયર બોક્સ ની સાથે આવે છે. તેનું મેન્યુઅલ વેરિઅંટ 68PS નો પાવર અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિયન્ટનો પાવર 77PS અને 104Nm નો ટોર્ક જનરેટ કરે છે.

તેમાં કી-લેસ એન્ટ્રી, ૭ ઇંચની ટચસ્ક્રીન ફોરમેટ સિસ્ટમ આપવામાં આવેલ છે, જેને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે થી કનેક્ટ કરી શકાય છે. તેમાં ૧૪ ઇંચનું એલોય વ્હીલ અને મેન્યુઅલ એરકન્ડીશન આપવામાં આવેલ છે, જે તેને વધારે શ્રેષ્ઠ બનાવે છે. સેફટી નાં રૂપમાં આકાર માં રિયર પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) અને ડ્યુઅલ ફ્રન્ટ એર બેગ આપવામાં આવેલ છે.

કિંમત અને માઇલેજ

આ કારની કિંમત ૪.૨૫ લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ૨.૯૯ લાખ રૂપિયા સુધી આવે છે. જેમ કે તેમને જણાવ્યું કે આ કાર મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વેરિએન્ટમાં આવે છે, તેના CVT ઓટોમેટીક વેરિએન્ટની કિંમત ૬.૭૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે. સામાન્ય રૂપથી આકાર ૧૮ થી ૧૯ કિલોમીટર પ્રતિલીટર સુધીનું માઇલેજ આપે છે.