મોટા ફેમિલી માટે ખુબ જ સસ્તી છે આ ૭ સીટર કાર, કિંમત ફક્ત ૪.૨૫ લાખ રૂપિયા અને એવરેજ છે જોરદાર

ભારતીય બજારમાં હંમેશા સસ્તી અને વધારે સ્પેસ વાળી કારણે ડિમાન્ડ રહેતી હોય છે. તેવામાં જ્યારે મોટા ફેમિલી માટે વધારે સીટિંગ કેપેસિટી અને સારી જગ્યા વાળી કાર હોવું ખુબ જ જરૂરી છે. હાલના સમયમાં બજારમાં એવી ઘણી એવી કાર રહેલી છે જે ૬ અને ૭ સીટિંગ કેપેસિટી સાથે આવે છે. પરંતુ આજે અમે તમને એક એવી કાર વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે ફક્ત કિંમતમાં જ ઓછી નથી પરંતુ ખુબ જ સારી સીટિંગ કેપેસિટી ની સાથે આવે છે.

જાપાની વાહન નિર્માતા કંપની Datsun ની મશહુર Go Plus તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જોકે હાલમાં જ કંપનીએ આ કારની કિંમત અને અપડેટ કરેલ છે, પરંતુ તેમ છતાં પણ તે ખુબ જ સસ્તી છે. આ કારની કિંમત ૪.૨૫ લાખ રૂપિયાથી લઈને ૬.૯૯ લાખ રૂપિયાની વચ્ચે છે અને તે કુલ પાંચ વેરિએન્ટમાં આવે છે.

કંપનીએ આ એમપીવી કારમાં ૧.૨ લીટરની ક્ષમતા નું ત્રણ સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન નો ઉપયોગ કરેલો છે. આ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ ની સાથે આવે છે. તેનું મેન્યુઅલ વેરિએન્ટ ૬૮ પીએસ ની પાવર અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિએન્ટ ૭૭ પીએસ ની પાવર અને ૧૦૪ એનએમ નો ટોર્ક જનરેટ કરે છે.

જ્યાં સુધી ફિચરની વાત કરવામાં આવે તો તેમાં કી-લેસ એન્ટ્રી, ૭ ઇંચની સ્ક્રીન ઇન્ફૉટેંમેન્ટ સિસ્ટમ આપવામાં આવેલ છે, જેને એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે કનેક્ટ કરી શકાય છે. તેમાં ૧૪ ઇંચ નાં એલોય વ્હીલ અને મેન્યુઅલ એરકન્ડીશન આપવામાં આવેલ છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. સેફટીના રૂપમા આ કારમાં રિયર પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD) અને ડ્યુઅલ ફ્રંટ એરબેગ આપવામાં આવેલ છે.