એક મોટા અને આલીશાન ઘરમાં રહેવાનું સપનું દરેક લોકોનું હોય છે. જોકે આજકાલ પ્રોપર્ટીના ભાવ એટલા વધી ગયા છે કે એક વિશાળ મકાન ખરીદવું સામાન્ય લોકો માટે ખુબ જ અઘરું છે. જોકે મોટા મોટા સેલિબ્રિટી માટે એક આલિશાન ઘર ખરીદવું બાળકોની રમત જેવું હોય છે. પછી તે બોલિવુડ સ્ટાર હોય કે ક્રિકેટર, બંને ખુબ જ સારા પૈસા કમાતા હોય છે. તેમાં તેઓ પોતાની સુખ સગવડતાઓ અને લક્ઝરી ચીજો પર અઢળક પૈસા ખર્ચ કરે છે. હવે ટીમ ઇન્ડિયાના સ્ટાર રોહિત શર્માનું જ ઉદાહરણ લઈ લો.
પરિવારની સાથે આ ઘરમાં રહે છે રોહિત શર્મા
રોહિત શર્મા આજે ક્રિકેટની દુનિયામાં મોટું નામ બની ચુક્યા છે. તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ઘણા મોટા મોટા રેકોર્ડ બનાવેલા છે. વળી રોહિત પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રોહિત શર્માએ વર્ષ ૨૦૧૫માં રિતિકા સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી તેમને એક નાની દીકરી પણ છે, જેનું નામ સમાયરા શર્મા છે.
અંદરથી ખુબ જ સુંદર છે
રોહિત શર્મા પોતાના સમગ્ર પરિવાર સાથે એક આલીશાન બંગલામાં રહે છે. તમે જ્યારે તેમના લક્ઝરી ઘરની તસ્વીરો જોઈ લેશો તો તમારી આંખો ફાટી જશે. રોહિત શર્મા નું ઘર અંદરથી ખુબ જ સુંદર છે. ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ મનને શાંતિ મળે છે. એવું લાગે છે કે આ ઘરમાં વધુમાં વધુ સમય પસાર કરીએ.
૬ હજાર સ્ક્વેર ફીટ માં બનેલ છે ઘર
રોહિત શર્માનું ઘર ૬ હજાર સ્ક્વેર ફીટ માં બનેલ છે. આ ઘરમાં સુખ સગવડતાઓ અને લક્ઝરી ચીજોની કોઈ કમી નથી. ખાસ કરીને રોહિત શર્માનો બેડરૂમ દેખાવમાં ખુબ જ સુંદર છે. આ બેડરૂમમાં રોહિત શર્મા પોતાની પત્ની સાથે ખુબ જ સારો સમય પસાર કરે છે.
૩૦ કરોડમાં ખરીદ્યું હતું ઘર
રોહિત શર્માના ઘરની કિંમત કરોડોમાં છે. તેમણે વર્ષ ૨૦૧૫માં આ ઘરને ૩૦ કરોડ રૂપિયા આપીને ખરીદ્યું હતું. હવે વર્તમાન સમયમાં આ ઘરની કિંમત કેટલી હશે તમે તેનો અંદાજો લગાવી શકો છો. રોહિત શર્માએ પોતાના સગાઇ બાદ આ ઘર ખરીદ્યું હતું. તેઓ લગ્ન બાદ પોતાની પત્ની સાથે અહીંયા રહેવા માંગતા હતા. તેમના આ ઘરમાં ૪ કિંગ સાઇઝ બેડરૂમ, હોલ અને કિચન છે.
બાલ્કનીમાંથી દેખાય છે અરબ સાગર
મુંબઈનાં વર્લી વિસ્તારમાં રોહિત શર્માનો આ આલીશાન એપાર્ટમેન્ટ છે. આ ઘર વર્લીમાં આહુજા એપાર્ટમેન્ટનાં ૨૯માં માળ ઉપર છે. આ ઘરની બાલ્કનીમાંથી અરબ સાગરનો સુંદર નજારો જોવા મળે છે. રોહિત શર્માએ પોતાના ઘરની નેમ પ્લેટ પર પોતાની સાથે પત્ની રિતિકા અને દીકરી સમાયારા નું નામ પણ લખાવેલ છે.
ઘરમાં છે મોટા-મોટા ઝુમ્મર
રોહિત શર્માના ઘરમાં મોટા મોટા ઝુમ્મર છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. તેના રૂમમાં કાચ ની મોટી બારીઓ છે, જેમાંથી ખુબ જ સુંદર દ્રશ્ય જોવા મળે છે. વળી તે વાત માં જરા પણ શંકા નથી કે રોહિત શર્માનું ઘર દેખાવમાં ખુબ જ સુંદર છે.