મૃત્યુ પહેલા મનુષ્ય પાસે આ ૪ ચીજો હોવી જોઈએ, નહિતર યમરાજ આપે છે દંડ

શાસ્ત્રોમાં આત્માને અમર જણાવવામાં આવે છે. આ સંસારમાં રહીને શરીર આપણી આત્માનાં વિચરણ કરવાનું માધ્યમ હોય છે, જેણે એક નક્કી કરેલ સમય બાદ પણ અવસ્થામાં પહોંચીને ત્યાગ કરીને મુક્ત થઈ જવાનું હોય છે. આવી રીતે આત્માના શરીરના ત્યાગ અને ગ્રહણ કરવાની આ પ્રક્રિયાને જીવન અને મૃત્યુ કહેવામાં આવે છે. આજ સુધી વિજ્ઞાન તે વાત જાણી શક્યું નથી કે મૃત્યુ બાદ શું થાય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર જીવન થી મૃત્યુ સુધી ની આ મુસાફરીમાં સ્વર્ગ, નરક અને આત્માની મુક્તિ ની વાતો કહેવામાં આવી છે.

સાંસારિક જીવનમાં મનુષ્યના સારા અને ખરાબ કર્મો ન લેખા-જોખા મૃત્યુના દેવતા યમરાજ પાસે હોય છે. કર્મો અનુસાર જ યમરાજ મૃત્યુ ઉપરાંત દંડ અથવા પુરસ્કાર આપે છે. નરકની યાતના થી બચવા માટે શાસ્ત્રોમાં ઘણી ચીજોનું વર્ણન કરવામાં આવે છે. ઘણી વખત મનુષ્ય અજાણતામાં અમુક ભુલો કરી બેસે છે, જેનો અહેસાસ તેને બાદમાં થાય છે. તેના માટે મનુષ્યને મુક્તિ અને દર્દથી બચવા માટે શાસ્ત્રોમાં મૃત્યુના સમયે અમુક વિશેષ ચીજો સાથે રાખીને પ્રાણ ત્યાગ કરવાની વાત કહેવામાં આવી છે. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ થતાં સમયે જો તેની પાસે આ ૪ ચીજ હોય છે તો પરલોકમાં તેને કોઈ કષ્ટ થતું નથી અને તેના પ્રાણ સહજતાથી નીકળી જાય છે. તો ચાલો તે ૪ ચીજો વિશે વિસ્તારપુર્વક જાણીએ.

તુલસી

જો મૃત્યુના સમયે તુલસીનો છોડ માથાની પાસે રાખવામાં આવેલો હોય તો મૃત્યુ બાદ આત્મા યમદંડ થી બચી જાય છે. તે સિવાય મૃત્યુ પામેલા વ્યક્તિના માથા ઉપર તુલસીના પાન રાખી દેવામાં આવે તો પણ લાભ મળે છે.

ગંગાજળ

શાસ્ત્રોમાં મૃત્યુ પામતા સમયે મુખમાં ગંગાજળ રાખવાનું વિધાન છે. ગંગાજળ ના પાણીથી શરીર પવિત્ર થઇ જાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ શુદ્ધતાની સાથે શરીરનો ત્યાગ કરે છે તો તેને પણ યમલોકમાં દંડ મળતો નથી, જેના લીધે જીવનના છેલ્લા ક્ષણોમાં ગંગાજળની સાથે તુલસી આપવામાં આવે છે.

શ્રીમદ ભાગવત નો પાઠ

મૃત્યુનાં છેલ્લા સમયમાં શ્રીમદ ભાગવત અથવા પોતાના ધર્મગ્રંથોનો પાઠ કરવાથી મનુષ્યને બધા પ્રકારના સાંસારિક દુઃખ અને મોહમાયાથી છુટકારો મળી જાય છે. આત્માને શરીરના ત્યાગ કર્યા બાદ મનુષ્યને મુક્તિ મળી જાય છે. આવી રીતે મનુષ્યને મૃત્યુ બાદ યમદંડ વગર સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

સારી વિચારસરણી

શાસ્ત્રોમાં કહેવામાં આવેલી વાતો અનુસાર મૃત્યુના છેલ્લા ક્ષણોમાં મનુષ્યએ તેની આસપાસ રહેતા લોકો તથા સંબંધીઓએ તેમની આત્મા સંબંધમાં સારા વિચાર રાખવા જોઈએ. મૃત્યુનાં છેલ્લા ક્ષણોમાં વ્યક્તિએ પોતાના મનમાં કોઈ પણ પ્રકારનો ક્રોધ અથવા સંતાપ રાખવો જોઈએ નહીં. છેલ્લા ક્ષણોમાં કોઈપણ પ્રકારનો ક્રોધ અથવા સંતાપ આત્માને ક્યારે મુક્ત થવા દેતો નથી અને તે નરક તરફ લઈ જાય છે. તેની આત્માને ક્યારે મુક્તિ મળતી નથી અને તે હંમેશા ભટકતી રહે છે.

આ ચીજો મૃત્યુ પહેલા આપણી પાસે હોવી જોઈએ. જો તમારા ઘર પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તો ઉપરોક્ત જણાવવામાં આવેલી ચીજોને જરૂરથી પાસે રાખવી જોઈએ. તેનાથી મૃત્યુ બાદ તેને કોઈપણ પ્રકારનું કષ્ટ સહન કરવું પડશે નહીં અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે.