માનવ શરીર અનંત રહસ્યોથી ભરેલું છે. શરીરની પોતાની એક મુદ્રામાં ભાષા છે, જેને કરવાથી શારીરિક સ્વાસ્થ્ય લાભ થાય છે. આ શરીર પંચતત્વોનાં યોગથી બનેલ છે. આ પાંચ તત્વ છે – (૧) પૃથ્વી (૨) જળ (૩) અગ્નિ (૪) વાયુ અને (૫) આકાશ. હસ્તમુદ્રા ચિકિત્સા અનુસાર હાથ તથા હાથની આંગળીઓ અને આંગળીઓ માંથી બનતી મુદ્રાઓમાં આરોગ્યનું રહસ્ય છુપાયેલું હોય છે. હાથની આંગળીઓમાં પંચતત્વ પ્રતિષ્ઠિત છે. ઋષિ-મુનિઓએ હજારો વર્ષ પહેલાં તેની શોધ કરી હતી અને તેની રોજિંદા ઉપયોગમાં લાવતા રહ્યા, તેથી તે લોકો ઘણા વર્ષો સુધી સ્વસ્થ રહેતાં હતાં. આ મુદ્રાઓ શરીરમાં ચૈતન્યને અભિવ્યક્તિ આપવા વાળી ચાવી છે.
આંગળીમાં પંચતત્વ
હાથની ૧૦ આંગળીઓથી વિશેષ પ્રકારની આકૃતિઓ બનાવવી તેને હસ્તમુદ્રા કહેવામાં આવે છે. હાથની બધી જ આંગળીઓમાં પાંચો તત્વો રહેલા હોય છે. જેમકે અંગુઠામાં અગ્નિ તત્વ, તર્જની આંગળીમાં વાયુતત્વ, મધ્યમાં આંગળીમાં આકાશ તત્વ, અનામિકા આંગળીમાં પૃથ્વી તત્વ અને કનિષ્ઠિકા આંગળીમાં જળ તત્વ. આંગળીઓના પાંચેય વર્ગમાંથી અલગ-અલગ વિદ્યુત ધારા વહે છે. એટલા માટે મુદ્રા વિજ્ઞાનમાં જ્યારે આંગળીઓ રોગ અનુસાર પરસ્પર સ્પર્શ કરે છે, ત્યારે રોકાયેલી અથવા અસંતુલિત વિદ્યુત વહીને શરીરની શક્તિને પુનઃ જાગૃત કરી આપે છે અને આપણું શરીર નિરોગી થવા લાગે છે.
આ અદભુત મુદ્રાઓ કરતાની સાથે જ તેઓ પોતાની અસર બતાવવાનું શરૂ કરે છે. કોઈપણ મુદ્રા કરતા સમયે જે આંગળીઓનો કોઈ કામ ન હોય તેમને સીધી રાખવી. વળી આ મુદ્રાઓ ઘણી બધી છે પરંતુ અમુક મુખ્ય મુદ્દાઓનું વર્ણન અમે અહીંયા કર્યું છે.
(૧) જ્ઞાન મુદ્રા
- વિધિ : અંગૂઠાને તર્જની આંગળીનાં ટોચ પર લગાવી દો. બાકીની ત્રણેય આંગળીઓને ચિત્ર અનુસાર સુધી રહેવા દો.
- લાભ : સ્મરણ શક્તિનો વિકાસ થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અભ્યાસમાં મન લાગે છે અને અનિદ્રાનો નાશ થાય છે. સ્વભાવમાં પરિવર્તન, આધ્યાત્મિક શક્તિનો વિકાસ અને ક્રોધનો નાશ થાય છે.
- સાવધાની : ખાનપાન સાત્વિક રાખવા જોઈએ. પાન, મસાલા, સોપારી, તમાકુ વગેરેનું સેવન ન કરવું. વધારે ગરમ અને વધારે ઠંડું પીણું પીવું નહીં.
(૨) વાયુ મુદ્રા
- વિધિ : તર્જની આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવીને હળવેથી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.
- લાભ : વાયુ શાંત થાય છે. લકવા, સાઈટીકા, આર્થરાઈટિસ, સંધિવા, ઘૂંટણનો દુખાવો ઠીક થઈ જાય છે. ગરદનનો દુખાવો, પેટનો દુખાવો વગેરે રોગોમાં પણ ફાયદો થાય છે.
- સાવધાની : લાભ થઈ જવા સુધી જ આ મુદ્રાનો ઉપયોગ કરવો.
(૩) આકાશ મુદ્રા
- વિધિ : મધ્યમાં આંગળીને અંગુઠાના આગળના ભાગ સાથે મિલાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.
- લાભ : કાનના બધા પ્રકારના રોગો જેમ કે બહેરાપણું વગેરે, હાડકા ની કમજોરી તથા હૃદય રોગ ઠીક થઈ જાય છે.
- સાવધાની : ભોજન કરતાં સમયે તથા હરતાં ફરતાં આ મુદ્રા ન કરવી. હાથને સીધા રાખો. લાભ થઈ જવા સુધી જ કરવી.
(૪) શૂન્ય મુદ્રા
- વિધિ : મધ્યમાં આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવો અને અંગુઠાથી દબાવો.
- લાભ : કાનના બધા પ્રકારના રોગો જેમકે બહેરાપણું દૂર થાય છે અને સ્પષ્ટ સંભળાય છે. પેઢાની પકડ મજબુત બને છે તથા ગળાના રોગો અને થાઈરોઈડ જેવા રોગોમાં ફાયદો થાય છે.
(૫) પૃથ્વી મુદ્રા
- વિધિ : અનામિકા આંગળી અને અંગૂઠાથી લગાવીને રાખો.
- લાભ : શરીરમાં સ્ફૂર્તિ, ક્રાંતિ તથા તેજસ્વિતા આવે છે. દુર્બળ વ્યક્તિનું વજન વધે છે તથા જીવની શક્તિનો વિકાસ થાય છે. આ મુદ્રા પાચન ક્રિયાને સુવ્યવસ્થિત બનાવે છે, સાત્વિક ગુણોનો વિકાસ કરે છે, મગજમાં શાંતિ લાવે છે અને વિટામિનની ઉણપને દુર કરે છે.
(૬) સૂર્ય મુદ્રા
- વિધિ : અનામિકા આંગળીને અંગુઠાના મૂળ ઉપર લગાવીને અંગુઠાથી દબાવો.
- લાભ : શરીરને સંતુલિત થાય છે, વજન ઘટે છે, શરીરમાં ચરબી ઓછી થાય છે, શરીરમાં ઉષ્ણતાની વૃદ્ધિ, તણાવમાં કમી, શક્તિનો વિકાસ, લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ મુદ્રા ડાયાબિટીસ અને યકૃતના દોષોને દૂર કરે છે.
- સાવધાની : દુર્બળ વ્યક્તિએ આ મુદ્રા ન કરવી. ગરમીમાં વધારે સમય સુધી ન કરવી.
(૭) વરૂણ મુદ્રા
- વિધિ : કનિષ્કા આંગળીને અંગૂઠાથી લગાવીને મિલાવો.
- લાભ : આ મુદ્રા શરીરમાં શુષ્કતાને નષ્ટ કરે છે અને ચીકાશ વધારે છે. ચામડી ચમકદાર અને મુલાયમ બને છે. ચામડીના રોગો, રક્તવિકાર તથા જલ તત્વની ઉણપ દૂર કરે છે. ખીલને દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે.
- સાવધાની : કફ પ્રકૃતિવાળા આ મુદ્રાનો વધારે પ્રયોગ ન કરે.
(૮) અપાન મુદ્રા
- વિધિ : મધ્યમાં તથા અનામિકા આંગળીને અંગુઠાના આગળના ભાગ સાથે લગાવી દો.
- લાભ : શરીર અને નાડીની શુધ્ધિ તથા કબજિયાત દૂર થાય છે. મળ દોષ નષ્ટ થાય છે. વાયુ વિકાર, ડાયાબિટીસ, મૂત્રાવરોધ, કિડનીની બીમારી તથા દાંતની બીમારી દૂર થાય છે. પેટ માટે ઉપયોગી છે, હૃદય રોગમાં ફાયદો થાય છે તથા પરસેવો લાવે છે.
- સાવધાની : આ મુદ્રાથી વધારે પેશાબ થશે.
(૯) અપાન વાયુ અથવા હૃદય રોગ મુદ્રા
- વિધિ : તર્જની આંગળીને અંગુઠાના મૂળમાં લગાવો તથા મધ્યમાં અને અનામિકા આંગળીને અંગુઠાના આગળના ભાગ સાથે લગાવો.
- લાભ : જે લોકોનું હૃદય કમજોર છે તેમણે આ દરરોજ કરવી જોઈએ. હદયનો હુમલો થવા પર આ મુદ્રા કરવાથી આરામ થાય છે. પેટમાં ગેસ થવા પર તેને બહાર કાઢી નાખે છે. માથાનો દુખાવો થવા પર તથા દમ ની ફરિયાદ થવા પર લાભ થાય છે. સીડી ચડતા પહેલાં પાંચ-દસ મિનિટ પહેલા આ મુદ્રા કરીને ચડવી. તેનાથી ઉચ્ચ રક્તચાપ માં ફાયદો થાય છે.
- સાવધાની : હૃદયનો હુમલો આવા પર આ મુદ્રિકાને આકસ્મિકરૂપે પર ઉપયોગ કરો.
(૧૦) પ્રાણ મુદ્રા
- વિધિ : કનિષ્કા તથા અનામિકા આંગળીના આગળના ભાગને અંગુઠાના આગળના ભાગ સાથે મિલાવો.
- લાભ : આ મુદ્રા શરીરની દુર્બળતા દૂર કરે છે. મનને શાંત રાખે છે. આંખોના રોગને દૂર કરે છે અને આંખની રોશની વધારે છે. શરીરની રોગપ્રતિરોધક શક્તિ વધારે છે. વિટામિન ની ઉણપ દૂર કરે છે તથા થાકને દુર કરીને નવો શક્તિનો સંચાર કરે છે. લાંબા ઉપવાસ દરમિયાન ભૂખ અને તરસ લાગતી નથી તથા ચહેરા અને આંખોની સાથે સાથે શરીરની ચમક વધારે છે.
(૧૧) લીડગ મુદ્રા
- વિધિ : ચિત્ર અનુસાર મુઠ્ઠી બાંધો તથા ડાબા હાથના અંગુઠાને ઉભો રાખો અન્ય આંગળીઓને બાંધેલી રાખો.
- લાભ : શરીરમાં ગરમી વધારે છે. શરદી, ખાંસી, દમ, સાઇનસ, લકવા તથા નિમ્ન રક્તચાપ માં ફાયદાકારક છે.
- સાવધાની : આ મુદ્રાનો પ્રયોગ કરવા પર જળ, ફળ, ફળોનો રસ, ઘી અને દૂધનું સેવન વધારે માત્રામાં કરો. આ મુદ્રાને વધારે લાંબા સમય સુધી ન કરવી.
Good work
Good
It’s reali helpful I’m experiencing to last 10.years so thanks dear friend
Good guidelines
Bahu saras batavelchhe aapanu booklets tatha phone number aapava krupa karo dhanyavad
8779601142
ખુબ સરસ માહિતી આપી છે તમે ધન્યવાદ. આ મુદ્રાઓ ને કોય પણ ક્રમ માં કરી શકાય કે આને કરવા માટે કોય ચોક્કસ ક્રમ હોય તો જણાવો અને દરેક મુદ્દા વઘુ માં વઘુ અને ઓછા માં ઓછો કેટલો સમય કરવાની અને જમ્યા પછી કરી શકાય કે નય એ પણ જણાવશો જો આપની પાસે માહિતી હોય તો આભાર.
masat che bhejo
mast he bhejo post
Good knowledge
Very good guidelines. Tamari booklet vishe information apjo.
Thank you
Very nice information 👌👍🙏
Very good knowledge.
Best information
Very nice
Very good information, thank you
Veri good information’s thank’s
Its really helpful exercises of fingers for getting healthy life without keeping away us from antibiotic’s heavy dose or unhealthy food. Simple mudras nd can be easily done with routine time. I m confident that like yogas these will also be greatly benefited to free from any diseases.
આ બધી મુદ્રા સવારમાં કસરત ટાઈમે થઇ શકે તે જણાવશો