મુકેશ અંબાણીને પાછળ રાખીને આ ભારતીય બિજનેસમેન બની ગયા એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ

Posted by

એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ નું ટેગ હવે મુકેશ અંબાણી ઉપર થી નીકળીને ગૌતમ અદાણી ઉપર પહોંચી ગયું છે. ગૌતમ અદાણી હવે એશિયાનાં સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. બુધવારનાં રોજ અદાણી ગ્રુપની ઘણી કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન ૧૦ કરોડ થઇ ગયું છે. જોકે માર્કેટ કેપની આ બાબતમાં અંબાણી હજુ પણ આગળ છે. તેમનું માર્કેટ કેપ ૧૪.૯૧ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે, પરંતુ ગૌતમ અદાણીની તેમની કંપનીઓમાં ભાગીદારી અંબાણીની તુલનામાં વધારે છે.

કંપનીઓમાં ભાગીદારીનાં આધાર પર જોવામાં આવે તો ગૌતમ અદાણી, મુકેશ અંબાણી થી વધારે અમીર બિઝનેસમેન બની ગયા છે. આ ટેગ તેમને પહેલી વખત પ્રાપ્ત થયેલું છે. અદાણી ગ્રુપ ની કંપનીઓમાં બુધવારનાં રોજ ગ્રોસ માર્કેટ કેપમાં ૧૨ હજાર કરોડ અને નેટ માર્કેટ કેપમાં ૪,૨૫૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેની સાથે ગૌતમ અદાણી એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

આ કારણોને લીધે પાછળ રહી ગયા અંબાણી

મુકેશ અંબાણીના રિલાયન્સનાં સ્ટોકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રિલાયન્સના શેર નો ભાવ ૬ ટકા સુધી તુટી ગયો છે. તેની પાછળ એક ડિલ તુટવી મોટું કારણ છે. હકીકતમાં મુકેશ અંબાણીની રિલાયન્સ અને સાઉદી અરામકો ની વચ્ચે ડીલ કેન્સલ થવાના લીધે સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અદાણી ગ્રુપની લિસ્ટેડ અમુક કંપનીઓનાં શેરનાં ભાવમાં તેજી આવી છે, જેનાથી અદાણી ગ્રુપ આગળ નીકળી ગયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *