દેશભરમાં ૧૮ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પર્વ ધામધુમથી ઉજવવામાં આવેલ. ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના મંદિરમાં એકઠા થયેલા. ઘણી ફિલ્મી હસ્તીઓ, રાજકીય નેતાઓ અને ઉદ્યોગ જગતના લોકો પણ શિવજીની આરાધના માટે મંદિરમાં પહોંચ્યા હતા. ભારતનાં સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી પણ ગુજરાતના શિવ મંદિરમાં પહોંચ્યા હતા.
મુકેશ અંબાણી અવારનવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચામાં રહે છે. સ્ટાઇલિશ હોવાની સાથો સાથ અંબાણીનો પરિવાર ખુબ જ ધાર્મિક પણ છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર ઘણા મહત્વપુર્ણ અવસર ઉપર અલગ અલગ જગ્યા પર પુજા અને દાન કરતા જોવામાં આવેલ છે.
શનિવારનાં રોજ મહાશિવરાત્રીના અવસર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ગુજરાતના સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને પોતાના દીકરા આકાશ અંબાણીની સાથે સોમનાથ મહાદેવ નો રુદ્રાભિષેક કર્યો હતો. મળતી જાણકારી અનુસાર અંબાણી પરિવાર તરફથી સોમનાથ મંદિર ટ્રસ્ટને ૧.૫ કરોડ રૂપિયાનો દાન પણ આપવામાં આવેલ છે.
ભગવાન શિવ પ્રત્યે ભરપુર શ્રદ્ધા ધરાવનાર અંબાણી પરિવાર પોતાની પરંપરાઓ સાથે જોડાયેલ છે. આ પરિવાર બધા જ હિન્દુ તહેવાર ને ઉત્સાહની સાથે ઉજવે છે, જ્યારે સમગ્ર દેશ મહાશિવરાત્રીના રંગમાં રંગાયેલ હતો, ત્યારે અંબાણી પરિવારે પણ પુજા અર્ચના કરી હતી અને આ પવિત્ર અવસર પર સોમનાથ મંદિરમાં દાન પણ કર્યું હતું. સોમનાથ મંદિરમાં પિતા અને પુત્ર વિભિન્નતા તસ્વીરોમાં હાથ જોડતા જોવા મળી આવેલ છે.
સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે આવેલ મુકેશ અંબાણી અને આકાશ અંબાણી નું મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. મંદિર ટ્રસ્ટ તરફથી બંનેને સાલ અને ચંદન ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ. મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ સોમનાથ મંદિર માં વિધિવત પુજન કરેલ અને મહાદેવનો રુદ્રાભિષેક પણ કરેલ, જેની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં મુકેશ અંબાણી હળવા ગુલાબી અને આકાશ અંબાણી હળવા બ્લુ કુર્તામાં નજર આવી રહેલ છે. ફોટોને જોઈને દરેક લોકો અંબાણી પરિવારની પ્રશંસા કરતા નજર આવી રહ્યા છે.
ગુજરાતનું પ્રસિદ્ધ સોમનાથ મંદિર ભારતનાં ૧૨ જ્યોતિર્લિંગો માંથી એક છે અને તેનું ખુબ જ મોટું ધાર્મિક મહત્વ પણ છે. હિન્દુઓની સોમનાથ મંદિર પ્રત્યે ધાર્મિક આસ્થા છે અને ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દરરોજ અહીંયા ભોલેનાથના દર્શન કરવા માટે આવે છે. સોમનાથ મંદિર ગુજરાતના ગીર જિલ્લામાં અરબ સાગરના તટ કિનારે વેરાવળનાં પ્રાચીન બંદરગાહની પાસે સ્થિત છે.