મુકેશ અંબાણીનાં નોકરોનાં બાળકો પણ વિદેશોમાં અભ્યાસ કરે છે, જાણો તેમને કેટલો પગાર મળે છે

Posted by

દુનિયાનાં સૌથી અમીર લોકોમાં સામેલ મુકેશ અંબાણી વિશ્વનાં સૌથી આલિશાન અને અમીર ઘરમાં રહે છે. મુકેશ અંબાણીનાં ઘરનું નામ એંટાલીયા છે, જેમાં દુનિયાની બધી સુખ સગવડતાઓની ચીજો રહેલી છે. સામાન્ય રીતે તો અંબાણી પરિવારની લાઈફ સ્ટાઈલ હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. પરંતુ તમે કદાચ અંબાણી ફેમિલીનાં હેલ્પીંગ સ્ટાફ વિશે કદાચ જાણતા નહી હોય તો આજે અમે તમને અમારા આર્ટિકલમાં અંબાણી ફેમિલીનાં સ્ટાફ વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

જણાવી દઈએ કે એંટાલીયામાં અંદાજે ૬૦૦ નોકર કામ કરે છે અને દિલચસ્પ વાત છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના ઘરનાં બધા નોકરો સાથે ફેમિલી મેમ્બર્સની જેમ જ વ્યવહાર કરે છે. તમને તે વાત જાણીને આશ્ચર્ય થશે કે મુકેશ અંબાણીનાં ઘર એંટાલીયામાં કામ કરતા કુક નાં બે બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. જી હાં, તમે બિલકુલ બરાબર વાંચેલું છે. અંબાણી ફેમિલીનાં કુક નાં બે બાળકો અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે.

પોતાના સ્ટાફનો રાખે છે પૂરો ખ્યાલ

મીડિયા રિપોર્ટ અનુસાર એંટાલીયામાં કામ કરતા દરેક સ્ટાફની સેલરી ૨ લાખ રૂપિયાથી વધારે છે. તેવામાં સ્પષ્ટ છે કે અંબાણીનાં કૂકને પણ ૨ લાખ રૂપિયા સેલેરીનાં રૂપમાં મળે છે. ખાસ વાત એ છે કે સ્ટાફની સેલેરીમાં એજયુકેશન એલાઉન્સ અને જીવન વીમા પણ સામેલ છે.

વળી જો તમે વિચારી રહ્યા છો કે ૨ લાખ રૂપિયાની સેલરી છે તો કુક દુનિયાભરનાં વ્યંજન બનાવતા હશે, તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. જણાવી દઈએ કે મુકેશ અંબાણીને ચટપટુ નહીં, પરંતુ સાદું ભોજન ખૂબ જ પસંદ છે. જણાવવામાં આવે છે કે મુકેશ અંબાણીનું સૌથી મનપસંદ ભોજન પારંપરિક ગુજરાતી ડીશ છે. તે સિવાય મુકેશ અંબાણીને ઈડલી સાંભાર પણ ખૂબ જ પસંદ છે.

ભોજન બનાવવાનું પસંદ કરે છે મુકેશ અંબાણી

મુકેશ અંબાણી ઘણી વખત પોતે જાતે ભોજન બનાવવાનું પસંદ કરે છે. તેના વિશે નીતા અંબાણી ઘણી વખત જણાવી ચૂકી છે અને નીતા અંબાણીનું કહેવું છે કે તેમની દિકરી ઇશા આખા ઘરમાં સૌથી વધારે સારું ભોજન બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *