મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો – ગુજરાત કોરોના વાયરસનો સામનો કરી લેશે, તબલીગી જમાતે કેસમાં વધારો કર્યો

કોરોના વાયરસ મહામારી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં એક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને આ સંકટમાંથી લડવા માટે પર્યાપ્ત સંસાધનો હોવાને કારણે આવનારા સમયમાં સંક્રમણથી પ્રભાવિત લોકોની સંખ્યામાં ઘટાડો થશે.

રૂપાણીએ વિશેષ સાક્ષાત્કારમાં સવાલોના જવાબમાં કહ્યું હતું કે, “તે વાત સાચી છે કે તબલીગી જમાતની ઘટના પછી, રાજ્યમાં વિશેષ રૂપથી અમદાવાદમાં સંક્રમણના મામલા ખૂબ જ વધ્યા છે. જોકે અમે તેનાથી થતા નુકસાનને ઓછામાં ઓછો કરવાની કોશિશ કરી છે. પરંતુ હવે સ્થિતિ સામે આવી ચૂકી છે તેને આપણે પાર પાડવાની રહેશે.

તેમણે કોરોના વાયરસ સંક્રમિતોનાં ઇલાજમાં ધર્મના આધાર પર ભેદભાવ કરવામાં આવતા આરોપોને પણ નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓની ઉંમર, સ્ત્રી-પુરુષ, મેડિકલ હિસ્ટ્રી તથા સંક્રમણની તીવ્રતાના આધાર પર અલગ-અલગ વોર્ડમાં રાખવામાં આવે છે. એટલા માટે ભેદભાવની વાત બિલકુલ ખોટી છે. તેમણે કહ્યું હતું કે “સબકા સાથ, સબકા વિકાસ” અમારી શાસન વ્યવસ્થાનો મૂળ મંત્ર છે. અમે જે પણ કાર્ય કરીએ છીએ, યોજનાઓ બનાવીએ છીએ અથવા કોઇ પગલાં ભરીએ છીએ તે રાજ્યની સાડા છ કરોડ જનતા માટે હોય છે.

રાજ્યમાં સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે તેની વચ્ચે મુખ્યમંત્રીનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં કોરોના વાયરસ સંકટ સાથે લડવા માટે રાજ્ય પાસે પર્યાપ્ત સાધન છે. જોકે મુખ્યમંત્રીનું કહેવું છે કે મહામારીની સ્થિતિમાં મામલા ક્યારે વધી અથવા ઘટી જાય તેને કોઈ દાવા સાથે કહી શકાય નહીં. રૂપાણીએ કહ્યું, “સ્થાનીય સ્તર પર દવા અને ચિકિત્સા ઉપકરણનું ઉત્પાદન થવાને કારણે આપણે બીજા પર નિર્ભર રહેવું પડતું નથી. આપણી આ તૈયારીઓએ મહામારી સાથે લડવાની જંગમાં થોડી રાહત આપી છે.”

તેમણે કહ્યું હતું કે આ મહામારીનો સંક્રમણ કાળ (ઇંક્યુબેશન પીરિયડ) ૧૪ દિવસનો હોય છે. એટલા માટે સ્વાભાવિક છે કે અત્યારે જે મામલા આવી રહ્યા છે તે ૫ થી ૧૦ દિવસ જુના છે. તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો કે આવનારા દિવસોમાં આ સંખ્યા ઘટી જશે. ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે, “તે હકીકત છે કે પરિસ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે.” મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના અંદાજે ૩૫૦૦ થી વધુ મામલા સામે આવ્યા છે અને તેના કારણે ૧૬૦ લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. મુખ્યમંત્રી કહ્યું હતું કે રાજ્યમાં વધુને વધુ ટેસ્ટ પર ભાર આપવામાં આવી રહ્યો છે, જેથી વધારે સંભવિત સંક્રમિત લોકોની ઓળખ કરીને તેમને યોગ્ય ઇલાજ કરવામાં આવી શકે અને બાકીના લોકોને બચાવી શકાય.

રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સરેરાશ દરરોજ અંદાજે 3000 શંકાસ્પદ લોકોની તપાસ થઇ રહી છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં પ્રવાસી મજૂરો સડક પર ઉતરવાની ઘટના વિશેનાં એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, “રાજ્યમાં એક-બે નાની ઘટનાઓ જરૂર થઇ છે. પરંતુ તેનું કારણ એ નથી કે સરકાર તેમની મદદ માટે તે લોકો સુધી પહોંચી નથી. અમુક મજુરો પોતાના ઘરે જવા માટેની માંગ કરી રહ્યા હતા, પરંતુ લોકડાઉન હોવાને કારણે તે સુરક્ષિત હતું નહીં.”

રાજ્યની આર્થિક સ્થિતિને યોગ્ય દિશામાં લઇ જવા વિશે રૂપાણીએ કહ્યું, “વર્તમાન સમયમાં ગુજરાતમાં ૪૦ હજારથી વધારે ઔદ્યોગિક એકમોએ પોતાનું કામકાજ ફરીથી શરૂ કરી દીધું છે અને આ એકમોમાં ૫ લાખથી વધારે મજૂરો કામ કરી રહ્યા છે. બધામાં સામાજિક અંતર તથા અન્ય દિશાનિર્દેશોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, “વર્તમાન સ્થિતિ ખૂબ જ કઠિન છે. આર્થિક મોરચા પર ધીરે ધીરે પગલાં ઉઠાવવા પડશે. પરંતુ મને આશા છે કે જે રણનીતિ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, તેમાં આપણને જલ્દી સકારાત્મક પરિણામ જોવા મળશે.”