મુંબઈ-અમદાવાદ ની વચ્ચે દોડનાર બુલેટ ટ્રેનની ટિકિટ હશે ફક્ત આટલી, સરકારે જણાવ્યું કે કેટલું હશે ભાડું

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસી જેટલું રાખવાના સંકેત આપ્યા છે. જોકે તેમણે કહ્યું હતું કે ભાડા વિશે સરકારે હજુ સુધી કોઇ નિર્ણય કરેલ્વે નથી, પરંતુ તે સામાન્ય લોકો નાં બજેટમાં રાખવામાં આવશે. તેના માટે ફર્સ્ટ એસી ને આધાર બનાવવામાં આવી રહેલ છે, જે ખુબ જ વધારે નથી. તે ફ્લાઇટના ભાડાથી ઓછું હશે અને સુવિધાઓ સારી મળશે. તેમણે કહ્યું હતું કે પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ ભાડું નક્કી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સરકારની મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજનાની પ્રગતિ નું નિરીક્ષણ કરવા માટે સુરતમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમે સુરત અને બીલીમોરા ની વચ્ચે ૨૦૨૬ માં પહેલી બુલેટ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય રાખેલ છે. તેમાં સારી પ્રગતિ થઈ રહી છે અને અમને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં અમે ટ્રેન ચલાવવાનું કામ પુરું કરી લઈશું.

૩ કલાકમાં પુરી થશે મુસાફરી

રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે ચીને પહેલી હાઇસ્પીડ રેલ્વે પરીયોજના ફક્ત ૧૧૫ કિલોમીટર લાંબી બનાવી હતી. તેનામાં થી શીખીને ચીને દેશમાં વિશાળ હાઇસ્પીડ રેલ્વે નું નેટવર્ક ઊભું કરી દીધું છે. આપણે ત્યાં વાપી થી સાબરમતી ની વચ્ચે ૩૫૨ કિલોમીટર લાંબી લાઈનમાં સુરત, વડોદરા અને અમદાવાદ ત્રણ મોટા શહેરો માં એટલો ટ્રાફિક હોય છે કે મુંબઈ ની રાહ જોવાની જરૂરિયાત નથી. ઘણી બધી જાણકારીઓ તેમાંથી જ પ્રાપ્ત થઈ જશે.

મુંબઇ અને અમદાવાદની વચ્ચે ૩૨૦ કિલોમીટરની ઝડપથી બુલેટ ટ્રેન ચલાવવાનું પ્રસ્તાવ આવશે. બંને વચ્ચે કુલ ૫૦૮ કિલોમીટરનું અંતર છે અને તેમાં ૧૨ સ્ટેશન હશે. આ ટ્રેન થી બંને શહેરો ની વચ્ચે મુસાફરીનો સમય ઘટીને ફક્ત ૩ કલાક થઈ જશે. હાલમાં તે સમયગાળો ૬ કલાકનો છે. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ૧.૧ લાખ કરોડ રૂપિયા છે.

તેમાં ૮૧% ફંડિંગ જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી એ દાવો કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના ૬૧ કિલોમીટર રૂટ પિલર ઉપર ઊભા કરી દેવામાં આવેલ છે અને ૧૫૦ કિલોમીટર ખંડ પર કામ ચાલી રહ્યું છે.