મુંબઈની આ બિલ્ડિંગમાં રહે છે ૧૬ થી વધારે બોલીવુડ સ્ટાર્સ, ૧૫ કરોડમાં વેચાય છે એક ફ્લેટ

Posted by

બોલિવૂડના સ્ટાર્સ હંમેશા આલીશાન જીવન જીવવું પસંદ કરે છે. તેવામાં તેમનું ઘર અને તેમના એપાર્ટમેન્ટ પણ સ્ટાન્ડર્ડ કોલેટીનાં હોય છે. મુંબઈમાં આવો જ એક આલીશાન એપાર્ટમેન્ટ છે ઓબોરોય સ્પ્રિંગ. આ એપાર્ટમેન્ટને બોલીવુડ સ્ટાર્સનો હબ પણ કહેવામાં આવે છે. મુંબઈમાં અંધેરી વેસ્ટ માં ન્યુ લિન્ક રોડ પર બનેલા હાઈકલાસ રેસિડેન્ટ સોસાયટી કોમ્પલેક્સમાં ૧૬ જેવા સ્ટાર્સ રહે છે. જેના કારણે તેને બોલીવુડ હબ કહેવામાં આવે છે.

બિલ્ડિંગમાં કેદ થયા સ્ટાર્સ

થોડાક દિવસ પહેલાં જ એપાર્ટમેન્ટ મીડિયામાં છવાયેલો જોવા મળ્યો. ત્યાં ૧૧ વર્ષથી છોકરીને કોરોના પોઝિટિવ આવ્યો. તેના લીધે પૂરી બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી. તેવામાં ત્યાં રહેલા બધા સ્ટાર્સ પોતાના ઘરમાં પુરાઈ ગયા. અહીં તમને આ બિલ્ડીંગમાં રહેતા સ્ટાર્સ વિશે થોડીક વાતો જણાવીશું.

“ઓબોરિય સ્પ્રિંગ્સમાં છે આમનું ઘર

તો ચાલો આજે જણાવીશું બોલીવુડ હબ કહેવાતા એપાર્ટમેન્ટમાં કયા-કયા સ્ટાર્સ રહે છે. અહીં ટીવીથી લઈને બોલીવુડ સુધીના અનેક કલાકારો રહે છે. અહીં દમદાર એક્ટર વિકી કૌશલ, ચિત્રાંગદા સિંહ, રાજકુમાર રાવ, પત્રલેખા એક્ટર નીલ નીતિન મુકેશ, કોમેડિયન ક્રિષ્ના અભિષેક અને તેમની પત્ની કાશ્મીરા શાહ, સિંગર સપના મુખર્જી, ડાયરેક્ટર આનંદ એલ રાય, પ્રભુદેવા, અહમદ ખાન, રાહુલદેવ અને મુકતા ગોડસે સહિત અનેક સ્ટાર્સ સહિત ઘણાં સિતારાઓ છે.

આટલા કરોડનો છે એક ફ્લેટ

ઓબોરોય સ્પ્રિંગ્સ ની ગણતરી એક પ્રીમિયમ કોમ્પ્લેક્ષમાં થાય છે. ત્યાં ત્રણ ભાગમાં વિભાજિત છે. અહિયાં દરેક બિલ્ડિંગમાં ૩૫ ફ્લોર બનેલ છે. તેની કિંમત ૪.૫૦ કરોડ થી શરૂ થાય છે અને ૧૫ કરોડ સુધી જાય છે.

કોમ્પ્લેક્સમાં છે આ સુવિધાઓ

આ કોમ્પલેકસની અંદર તમને અનેક લક્ઝરી સુવિધાઓ મળે છે. સ્વિમિંગ પૂલ, હેલ્થ ક્લબ, જોગિંગ ટ્રેક, પોડિયમ પાર્કિંગ, એરોબિક સેન્ટર, યોગા રૂમ, અને ત્યાં બાળકોને રમવા માટે ઇનડોર અને આઉટડોર પ્લે એરિયા પણ છે.

જૂહુ ની બાજુમાં છે

ઓબોરોય સ્પ્રિંગ્સ મુંબઈનો ફેમસ એરીયા જૂહુ ની સૌથી નજીક છે. એ જ કારણના લીધે બધા સ્ટાર્સ અહીં રહેવું પસંદ કરે છે. અહિયાં લોકડાઉનનાં શરૂઆતનાં સમયમાં આ કોમ્પલેક્સનાં “સી વિંગ” માં કોરોના પોઝિટિવ કેસ મળ્યો હતો. અને તે બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી હતી. ત્યાં એક્ટર ચિત્રાંગદા સિંહ, અભિનેતા અર્જુન આગવા, રાહુલ દેવ, મુગ્ધા ગોડસે, ફિલ્મ પ્રોડ્યુસર વિપુલ શાહ અને કોરિયોગ્રાફર ડાયરેક્ટર પ્રભુદેવા આ એપાર્ટમેન્ટમાં રહે છે.

બિલ્ડીંગના બીજા વિંગની વાત કરીએ તો ત્યાં ફેમસ એક્ટર વિકી કૌશલ પોતાના પરિવાર સાથે 4 BHK માં રહે છે. તે ઉપરાંત અક્ષય કુમારનો કઝીન ભાઈ સચિન કુમારનો ફ્લેટ પણ આ બિલ્ડિંગમાં છે. જેમનું થોડાક સમય પહેલાં જ કેન્સરના લીધે દેહાંત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *