મમ્મી એ દિકરા માટે બનાવ્યું એવું “મસ્ત” ટાઇમ ટેબલ કે જોઈને તમે પણ કહેશો કે “આવી મમ્મી બધાને મળે”

બાળપણમાં માં-બાપ પોતાના બાળકો થી પરેશાન રહેતા હોય છે. કારણ કે તેઓ પોતાનું ટાઈમ ટેબલ બનાવતા નથી અને જો બનાવે છે તો તેને ફોલો કરી શકતા નથી. દરરોજ ક્યારે ઉઠવું, ક્યારે બ્રેકફાસ્ટ કરવું, ક્યારે સ્નાન કરવું, ક્યારે અભ્યાસ કરવો અને ક્યારે ઊંઘ કરવી, તેના માટે કોઈ પણ ટાઈમ ટેબલ ફિકસ હોતું નથી. તેના લીધે માતા-પિતા પરેશાન રહેતા હોય છે કે આખરે બાળકો ક્યારે આ બધી જ ચીજો સમયસર કરશે.

તમને યાદ હશે કે બાળપણમાં તમે પણ ઘણા ટાઇમ ટેબલ બનાવેલા હશે, પરંતુ ટાઈમ ટેબલ થોડા દિવસો સુધી જ ફોલો થઈ શકે છે અને ત્યારબાદ બગડી જાય છે. સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં કોઈ માતા-પિતાએ પોતાના ૬ વર્ષનાં બાળક માટે એક ટાઈમ ટેબલ તૈયાર કરેલ છે. પરંતુ તેમાં બાળકનું પણ એગ્રીમેન્ટ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નાં એક એકાઉન્ટ પર ટાઈમ ટેબલ ની એક તસ્વીર વાયરલ થઇ રહી છે. આ ટાઇમ ટેબલ માં અમુક ચીજો એવી છે, જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. તસ્વીર ની સાથે કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, “હું અને મારા ૬ વર્ષના બાળકે આજે એક એગ્રીમેન્ટ સાઇન કર્યું છે. જે તેના ડેઇલી શેડ્યુલ અને પર્ફોર્મન્સ લિંક્સ બોનસ પર આધારિત છે.” મતલબ કે માં એ બાળકની સહમતી ની સાથે ટાઇમ ટેબલ તૈયાર કર્યું છે. જેમાં તેની રમત-ગમત, ખાવું-પીવું અને દુધ પીવું પણ શામેલ છે.

ટાઈમ ટેબલ પર જોઈ શકાય છે કે એલાર્મ નો સમય સવારે ૭:૫૦ વાગ્યાનો છે, વળી પથારીમાંથી ઊઠવાનો સમય ૮:૦૦ સુધીનો રાખવામાં આવેલ છે. ત્યારબાદ બ્રશ, બ્રેકફાસ્ટ, ટીવી જોવું, ફળ ખાવા, રમત-ગમત, દુધ પીવું, ટેનિસ રમવું, હોમવર્ક કરવું, ડિનર, સફાઈ કરવી, સુવાનો સમય વગેરે લખેલ છે. એટલું જ નહીં સૌથી મજેદાર વાત એ છે કે જો આખો દિવસ માં રડ્યા વગર, ગુસ્સો કર્યા વગર અને તોડફોડ કર્યા વગર દિવસ પસાર કરે છે, તો ૧૦ રૂપિયા મળશે. એટલું જ નહીં જો રૂટીન ફોલો કરીને રડ્યા વગર, ગુસ્સો કર્યા વગર અને લડાઈ કર્યા વગર સતત ૭ દિવસ પસાર કરે છે, તો ૧૦૦ રૂપિયા મળશે.