મમ્મી અમૃતા અને પાપા સૈફ અલી ખાનનાં છુટાછેડા થી ખુબ જ ખુશ થઈ હતી સારા અલી ખાન, જાણો તેની પાછળનું કારણ

Posted by

વુટ નાં શો “ફિટ અપ વિથ સ્ટાર્સ” ની સીઝન-૩ માં બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને પોતાના પર્સનલ લાઈફને લઈને ઘણા બધા ખુલાસા કર્યા છે. અભિનેત્રી સારા અલી ખાને પોતાની માતા અમૃતા સિંહ અને પાપા સૈફ અલી ખાનનાં છુટાછેડા પર પણ ખુલ્લા દિલથી શો દરમિયાન વાત કરી હતી. શો દરમિયાન સારાએ જણાવ્યું હતું કે જ્યારે તેમને ખબર પડી કે તેમના માતા-પિતા અલગ થઈ રહ્યા છે તો તે ઘણી દુઃખી થઈ ગઈ હતી.

સારા અનુસાર “તે ઘણું સરળ છે. જો તમને બે ઓપ્શન નજર આવી રહ્યા છે. જ્યાં કોઈ પણ ખુશી નથી અને અલગ-અલગ રહો છો, કે પછી જ્યાં રહો જ્યાં બધા પોતાના જીવનમાં ખુશ છે. તેવામાં જ્યારે પણ તમે મળો છો તો તમને એક અલગ જ ખુશી અને વેલકમ મળે છે.”

સારાએ આગળ કહ્યું કે, “હું મારી માતા સાથે રહું છું. તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મારા માટે બધું છે. મારા પપ્પા પણ હંમેશા ફોન પર મારા માટે હાજર હોય છે અને હું તેમને જ્યારે ઈચ્છા થાય ત્યારે મળી શકું છું. મને નથી લાગતું કે તે બંને આખરે એકબીજા સાથે ખુશ હતા. એટલા માટે મને લાગે છે કે તે સમયે અલગ થવું સારો નિર્ણય હતો.”

સારાને જ્યારે પુછવામાં આવ્યું કે છુટાછેડા પછી તેમનું જીવન કેવું છે, તો તેના પર સારાએ કહ્યું કે, તે બંને પોતાના જીવનમાં ઘણા ખુશ છે અને આ કારણે તેમના બાળકો પણ ખુશ છે. અમે હાલનાં સમયે જેટલા ખુશ છીએ, ભાગ્યે જ તે સમયે હતા. એટલા માટે મને લાગે છે કે જે પણ થાય છે, તેની પાછળ કોઈ કારણ હોય છે અને તે સારા માટે જ હોય છે.”

વર્ષ ૨૦૦૪માં છુટાછેડા થયા હતા

અમૃતા સિંહ અને સૈફ અલી ખાને વર્ષ ૧૯૯૧માં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સૈફની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી અને સૈફથી અમૃતા ૧૨ વર્ષ મોટી હતી. એટલા માટે સૈફ અલી ખાનનાં પરિવારવાળા લગ્નથી ખુશ ન હતા. જોકે પરિવારની નારાજગી છતાં સૈફ એ અમૃતા સાથે લગ્ન કર્યા.

જ્યારે વર્ષ ૨૦૦૪માં સૈફ એ અમૃતાને છુટાછેડા આપી દીધા હતા. છુટાછેડાનાં થોડા વર્ષો પછી સૈફ અલી ખાને અભિનેત્રી કરિના કપુર સાથે લગ્ન કર્યા હતા અને કરીનાનાં લગ્નમાં સારા અલી ખાન પણ સામેલ થઈ હતી. જ્યારે આ લગ્ન થી સૈફ અને કરીનાનાં બે બાળકો પણ છે.

સારા કરીના સાથે ખુબ જ સારું બોન્ડિંગ શેર કરે છે અને હંમેશા તેમના ઘરે પણ આવતી રહે છે. વળી સારા જ્યારે બોલીવુડમાં પગલાં રાખવા જઈ રહી હતી તે દરમિયાન કરીનાએ  તેમની ઘણી મદદ કરી હતી.

કુલી નંબર વન માં નજર આવી હતી

સારા અલી ખાન હાલમાં જ કુલી નંબર વનમાં નજર આવી હતી. જેમાં તેમના સિવાય વરુણ ધવન મુખ્ય ભુમિકામાં હતા. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપુરની ફિલ્મની રિમેક હતી. આ ફિલ્મને OTT પર રિલીઝ કરવામાં આવી હતી. જો કે દર્શકોને આ ફિલ્મ જરા પણ પસંદ આવી નહિ અને તે ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી.

સારા ખુબ જ જલ્દી “અતરંગી રે” ફિલ્મમાં નજર આવવાની છે. આ એક આગામી ભારતીય રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિનેતા ધનુષ અને અક્ષય કુમાર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *