મુસાફરો વગર બે વર્ષ સુધી એકલું ચાલતું રહ્યું આ “ભુતિયું જહાજ”, હવે કિનારે પહોંચ્યું તો જાણવા મળી હકીકત

Posted by

સમુદ્ર યાત્રા જેટલી રોમાંચકારી હોય છે, તેનાથી ઘણી વધારે ડરામણી પણ હોય છે. લહેરોની સાથે આગળ વધવું કોને પસંદ નથી હોતું. પરંતુ ક્યારેક-ક્યારેક આ લહેરો ખુબ જ મોટો ખતરો પેદા કરી દેતી હોય છે. મહત્વપુર્ણ છે કે સામાન્ય રીતે તો સમુદ્રનાં જહાજની ખુબ જ સારી રીતે જાળવણી કરવામાં આવે છે. જેથી તેઓ મુસાફરી દરમિયાન દગો ન આપે. તેમ છતાં પણ ઘણી વખત તમામ સાવધાનીઓ રાખવા છતાં પણ સમુદ્રની વચ્ચે જહાજ ખરાબ થઈ જાય છે.

તેમાં જો કિનારો નજીક રહે તો તેને “ટગ બોટ” દ્વારા ખેંચી લેવામાં આવે છે, પરંતુ જ્યારે કિનારો હજારો માઈલ દુર હોય તો તે જહાજને બચાવવાનો કોઈ રસ્તો હોતો નથી. આવું જ કંઈક થયું હતું એક શીપ સાથે જે હવે આયર્લેન્ડ પહોંચી ચુક્યું છે.

હકીકતમાં અંદાજે ૨ વર્ષ પહેલા એમવી નામનું જહાજનું એન્જિન એટલાન્ટિક મહાસાગરમાં ખરાબ થઈ ગયું હતું. એન્જીનિયરો એ તેને બનાવવાની ખુબ જ કોશિશ કરી, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. ત્યારબાદ બધા કર્મચારીઓને રેસ્ક્યુ કરીને પરત બોલાવી લેવામાં આવેલ અને જહાજને સમુદ્રની વચ્ચે છોડી દેવામાં આવેલ. જણાવી દઈએ કે જહાજ ૨ વર્ષ સુધી સમુદ્રમાં તરતું રહ્યું. થોડા દિવસો પહેલાં જ તે આયર્લેન્ડનાં કિનારે પહોંચ્યું અને પહાડોની વચ્ચે જઈને અટકી ગયું. કોઈપણ નાવિક વગરનાં કિનારે પહોંચેલા આ જહાજને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સાથોસાથ તેનું નામ “ઘોસ્ટ શીપ” રાખી દેવામાં આવ્યું.

જણાવી દે કે આયર્લેન્ડનાં અધિકારીઓ અનુસાર ખરાબ થયા બાદ આ જહાજ ડેનિસ નામના તોફાન સાથે ટકરાયું હતું. ત્યારબાદ તે કોર્ક નાં બાલીકોટન કિનારા સુધી પહોંચી ગયું. જ્યાં તે સમુદ્રના પહાડો સાથે અટકાઈ ગયું હતું. જહાજનો અડધો હિસ્સો સપાટી પર અને અડધો હિસ્સો પાણીની અંદર છે. જ્યારે આ વિસ્તારમાં શાંતિ હોય છે તો લહેરો ઝડપથી જહાજ સાથે ટકરાય છે, તેમાં ખુબ જ ભયાનક અવાજ નીકળે છે. વળી જહાજ ખુબ જ જુનું છે, જેના લીધે તેની ઉપર કોઈ દાવો પણ નથી કરી રહ્યું. સાથોસાથ તેને કાઢવાનો ખર્ચ અંદાજે ૮.૬ મિલિયન પાઉન્ડ આવશે, એટલા માટે સરકાર પણ તેને સ્પર્શ કરી રહી નથી.

વળી હાલમાં જ અમુક લોકો આ જહાજની અંદર પહોંચ્યા અને તેમણે તેનો વિડીયો બનાવ્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અંદર ની સ્થિતિ લહેરો થી ચક્રવાતને લીધે ખુબ જ ખરાબ થઈ ગઈ છે. વળી ઘણા કિસ્સામાં તો કાટ લાગવાની લીધે બધું બરબાદ થઈ ચુક્યું છે. જહાજ છોડતા સમયે નાવિકોએ દોરડાને ઉપર ખુલ્લા છોડી દીધા હતા, જે એમ જ પડેલા છે. તે સિવાય અંદરનો મોટાભાગનો હિસ્સો જાળવણીનાં અભાવે અભાવથી તુટી ગયો છે. જો થોડા દિવસો સુધી જહાજ આવી રીતે પડી રહ્યું તો બાકીનો હિસ્સો પણ સડી જશે. ભલે આ જહાજ નું નામ “ઘોસ્ટ શીપ” હોય પરંતુ તેની અંદર વિડીયો બનાવવા વાળા લોકોને એવી કોઈ ચીજ જોવા મળી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *