મુસ્લિમ યુવકનાં પ્રેમમાં પાગલ બનેલી યુવતી કરવા જઈ રહી હતી લગ્ન, પરંતુ એક સંત મહાત્માએ બદલી દીધું મન

સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ સમાચાર પ્રસારિત થતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર નકારાત્મક સમાચારો વાંચવા મળે છે, તો ઘણી વખત સારા અને સકારાત્મક સમાચારો પણ સાંભળવા મળતા હોય છે. આવા જ એક સમાચાર આજકાલ ખુબ ચર્ચામાં છવાયેલા છે. જણાવી દઈએ કે ધર્માંતરણ ની ઘણી ઘટનાઓ તમે પોતાની આસપાસ સાંભળી હશે અથવા તો જોઈ હશે. એટલું જ નહીં પરંતુ લવ જેહાદનો મુદ્દો હાલના દિવસોમાં ખુબ જ દેશમાં ચર્ચામાં રહેલો છે. આવું જ કંઈક કર્ણાટકના બેંગલુરુમાં પણ જોવા મળ્યું હતું.

મહત્વપુર્ણ છે કે એક હિન્દુ ડોક્ટર યુવતીએ એક મુસ્લિમ ડોક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી હતી અને યુવતીને જીદ આગળ તેના પરિવારજનો પણ ઝુકી ગયા હતા અને તેમણે પણ લગ્નની પરવાનગી આપી દીધી હતી, પરંતુ ત્યારબાદ કંઈક એવું થયું કે યુવતીનું હ્રદય પરિવર્તન થઈ ગયું અને તેણે મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાથી મનાઈ કરી દીધી તો ચાલો તેના વિશેની સમગ્ર કહાની જાણીએ.

યુવતીની જીદ આગળ પરિવારજનો મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવવા તૈયાર

જણાવી દઈએ કે હિન્દુ ડોક્ટર યુવતી ફક્ત પોતે મુસ્લિમ યુવકના પ્રેમજાળમાં ફસાવી પરંતુ સાથોસાથ તેણે કોઈ પણ રીતે પોતાના પરિવારજનોને પણ લગ્ન માટે મનાવી લીધા. ત્યારબાદ પરિવારજનો યુવતીના લગ્ન માટે તૈયાર થઈ ગયા. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી, પરંતુ કંઈક એવું થયું કે યુવતીનું હ્રદય પરિવર્તન થઈ ગયું.

લગ્નનાં કાર્ડ પણ છપાઈ ગયા હતા

મહત્વપુર્ણ છે કે તેની વચ્ચે આ વાતનાં સમાચાર એક સ્થાનીય હિંદુ સંત વજ્રદેહી મહારાજને સાંભળવા મળ્યા. ત્યારબાદ તેઓ તે યુવતીના ઘરે ગયા અને હિન્દુ ધર્મ વિશે સમજાવ્યું. યુવતીને જ્યારે સંતના મુખેથી હિન્દુ ધર્મની મહાનતા વિશે સાંભળવા મળ્યું તો તેણે લગ્ન કરવાથી મનાઈ કરી દીધી, પરંતુ સાથોસાથ એ યુવતીને ખુબ જ પસ્તાવો પણ થયો અને તેને પોતાનો નિર્ણય બદલી લીધો.

પવિત્ર જળથી તે યુવતીનું આચમન કરાવ્યું

જ્યારે યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાના વિચારનો ત્યાગ કરી દીધો. ત્યારબાદ સંત વજ્રદેહી એ પોતાની સાથે લાવેલ આ જળથી યુવતીને આચમન કરાવ્યું અને તેના મનની શુદ્ધિ કરી. તેવામાં જ્યારે આ મુદ્દો નીકળીને સામે આવ્યો છે, ત્યારથી સોશિયલ મીડિયા પર લોકો આ સંત ની પ્રશંસા કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે, “કાશ! આવા સંત વધારે હોય છે, જે આ પ્રકારનું કામ કરતા હોય.”