માતા-પિતા પોતાના બાળકોના નામ ખૂબ જ સમજી-વિચારીને રાખે છે. તેમાં તેઓ પોતાના ધાર્મિક ગ્રંથો, મહાન વ્યક્તિત્વ, પોતાના ઈશ્વર તથા ઘણી વખત જ્યોતિષની પણ મદદ લે છે. આપણા સમાજમાં એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિનું જેવું નામ હોય છે, તેવો જ તેનો સ્વભાવ અને તેનું કામ હોય છે. એસ્ટ્રોલોજી અનુસાર કોઈ પણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના વિશે ઘણું બધું કહે છે. આજે અમે આપણે નામના પહેલા અક્ષર વિષે ચર્ચા કરીશું અને જણાવીશું કે A થી Z સુધી નામ વાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.
A વાળા લોકો દેખાવમાં આકર્ષક હોય છે. તેવામાં તેમની આસપાસ લોકોની ભીડ રહે છે. એટલે કે આવા લોકો સામેવાળા લોક વ્યક્તિને મોહિત કરી દે છે. A અક્ષર વાળા લોકો પ્રેમ અને સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. તેઓ સ્વભાવથી ખૂબ જ રોમેન્ટિક હોય છે. તે સિવાય નિર્ણય લેવામાં પણ ખૂબ જ યોગ્ય છે.
જેમના નામની શરૂઆત B અક્ષર થી થાય છે, તેઓ મોટાભાગે લવ મેરેજ કરે છે. આવા લોકો સ્વભાવથી મૂડી અને હિંમતવાન હોય છે. B અક્ષર વાળા લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે અને ટીનેજ માં જ ફ્લર્ટ કરવાનું શરૂ કરી દે છે.
C અક્ષર વાળા લોકોને દોસ્તી કરવી પસંદ હોય છે. આવા લોકો પોતાના પહેલા પ્રેમને યાદ રાખે છે. આવા લોકો વાતને ગોળ-ગોળ ફેરવીને કરે છે, તે વાતને ક્યારેય સીધી રીતે વ્યક્ત કરતા નથી. આવા લોકો ભાવુક હોવાને કારણે તેમણે પ્રેમ સંબંધોમાં દગો ખાવો પડે છે.
D અક્ષર વાળા લોકો પોતાની જાત પર ભરોસો કરે છે. આવા લોકો પાસેથી હંમેશાં કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. આ લોકો જે પણ ચીજને મેળવવા ઈચ્છે છે, તેને કોઈપણ રીતે મેળવીને જ રહે છે. આવા લોકો ખુબ જ જલ્દી સ્વભાવના હોય છે.
E અક્ષર વાળા લોકોનો સ્વભાવ ફ્લર્ટ કરવાનો હોય છે. જોકે તેમને નિયત ખરાબ હોતી નથી, પરંતુ તેઓ પોતાના મજાકિયા સ્વભાવના કારણે આવું કરતા હોય છે. પરંતુ ઘણી વખત વધારે પડતું બોલવાને કારણે તેઓ ખતરામાં પણ પડી શકે છે. આ લોકો જીવનને જિંદાદિલી સાથે જીવવાની ઈચ્છા રાખે છે.
જે લોકોનું નામ F અક્ષર થી શરૂ થતું હોય છે, તેઓ ખુબ જ રચનાત્મક હોય છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને અલગ અલગ રાખે છે. આવા લોકોને સારો લાઈફ પાર્ટનર મળે છે. તેઓનું જીવન ખૂબ જ ખુશ હોય છે.
જે લોકોનું નામ ની શરૂઆત G થી થતી હોય છે, તેઓ દિલના ચોખ્ખા હોય છે તેઓ પોતાના મનમાં કઈ રાખતા નથી અને કોઈના વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરતા નથી. આવા લોકો સ્વભાવથી અંતર્મુખી હોય છે. તેઓ કોઈપણ કારણ વગર કોઈને પરેશાન કરતા નથી.
જે લોકોના નામનો પહેલો અક્ષર H થી શરૂ થતો હોય છે, તે લોકો પોતાની વાતો અન્ય વ્યક્તિ સાથે શેયર કરવામાં ડરે છે. આ લોકોને થોડા સમજવા મુશ્કેલ હોય છે. જોકે તેઓ દિલથી ખૂબ જ સારા અને સાચા હોય છે. તમે તેમની ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો.
I અક્ષર વાળા લોકો મગજ થી ઓછું પરંતુ દિલ થી વધારે વિચારે છે. આવા લોકો ખૂબ જ ભાવુક હોય છે. આવા લોકોને તેમના મિત્રો સરળતાથી મૂર્ખ બનાવી દે છે. તેમને સરળતાથી બેવકૂફ બનાવી શકાય છે. જોકે તેમનો પ્રેમ પણ સાચો હોય છે. ભાવુક સ્વભાવને કારણે તેઓએ હંમેશા નુકસાન ઉઠાવવું પડે છે.
J અક્ષર વાળા લોકો સ્વભાવથી ઈમાનદાર અને વફાદાર હોય છે. ખુશનુમા જિંદગી જીવવાને કારણે મોટાભાગે અન્ય લોકો તેમના દુશ્મન બની જાય છે અને તેમની ઇર્ષ્યા કરવા લાગે છે. જો તમારા પાર્ટનરનું નામ J અક્ષર થી શરૂ થતું હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો.
K અક્ષર વાળા લોકો થોડા બોલવામાં ઉતાવળિયા હોય છે. કઈ પણ વિચાર્યા વગર તે કોઈને પણ કંઈક બોલી દે છે. તેઓ પોતાના ફાયદા માટે કંઈ પણ કરે છે. પરંતુ તેઓ પૈસા થી વધારે લાગણીઓને માન આપે છે.
જેમના નામે શરૂઆત L અક્ષર થી થતી હોય છે, તેમની અંદર કરુણાનો ભાવ હોય છે. આવા લોકો અન્ય લોકોને દુઃખી જોઇ શકતાં નથી. તેઓમાં જીવનને લઈને ઘણી ઇચ્છા હોય છે. પરંતુ પોતાને મળતા દરેક વ્યક્તિને ખુશ રાખવાની તેમની આદત હોય છે.
M અક્ષર વાળા લોકો થોડા ભાવ જિદ્દી અને સંકોચી હોય છે. તેઓ નાની-નાની વાતોને દિલ પર લગાવી લે છે. તેમની સાથે દિલ લગાવવું ખૂબ જ ખતરનાક બની શકે છે. તેઓ ક્યારેક કઈ બાબત પર ગુસ્સે થઈ જાય અને ક્યારે પ્રેમ દર્શાવવા લાગે તે કોઈ જાણતું નથી.
જે લોકોનું નામ N અક્ષર થી શરૂ થતું હોય તે ખૂબ જ જલ્દી કંટાળી જાય છે. તે દેખાવમાં શાંત હોય છે પરંતુ ખુબ જ આક્રમક હોય છે. તેઓને પોતાની આલોચના સાંભળવી જરાય પસંદ હોતી નથી.
O અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો ખૂબ જ આકર્ષક, ઉર્જાવાન તથા પ્રતિભાશાળી હોય છે. આવા લોકો મોટા ભાગે પ્રેમ વિવાહ કરે છે અને પરિવારને સાથે લઈને ચાલે છે. ઉપરથી તેઓ દેખાવમાં શરમાળ હોય છે, પરંતુ હકીકતમાં હોતા નથી.
P અક્ષર વાળા લોકો ઘર, દેશ અને દુનિયાને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે. તે પોતાના સિદ્ધાંતોમાં પાક્કા હોય છે. તેઓ પોતાના માન-સન્માનની રક્ષા માટે કંઈપણ કરી શકે છે. તેમનામાં તાનાશાહી વિચાર હોય છે.
Q અક્ષરવાળા લોકો સ્વભાવથી ક્રિએટિવ હોય છે. તેઓ દરેક કામને ચોકસાઈ પૂર્વક કરે છે. Q અક્ષર વાળા લોકો પોતાની મસ્તીમાં ખોવાયેલા રહે છે અને તેમને અન્ય લોકો સાથે કંઈ લેવા-દેવા હોતા નથી. આ લોકોને ગુસ્સો પણ ઓછો આવે છે.
R અક્ષર વાળા લોકો થોડા મનમોજી હોય છે અને તેમને દુનિયાદારીથી કોઈ મતલબ હોતો નથી. આ લોકો ખૂબ જ ઓછું બોલે છે. તેઓ પોતાની દુનિયામાં જ ખોવાયેલા રહે છે. સ્વભાવથી તેઓ દાર્શનિક હોય છે. તેમની મિત્રતા લેખકો, મિત્રો અને પોતાના જેવા જ લોકો સાથે હોય છે.
જે લોકોના નામ ની શરૂઆત S અક્ષર થી થતી હોય છે તે બહુમુખી પ્રતિભા વાળા હોય છે. તેમના સ્વભાવને સરળતાથી સમજી શકાતું નથી. તેઓ પોતાનાં જ ખોવાયેલા રહે છે અને પોતાની ચારો તરફ એક રહસ્યમય વાતાવરણ બનાવી રાખે છે.
T અક્ષર 1વાળા મહેનતુ અને બુદ્ધિમાન હોય છે. સામાન્ય રીતે આ નામ વાળા લોકો મીડિયા તથા પ્રશાસનિક ક્ષેત્રમાં વધારે જવાનું પસંદ કરે છે. આવા લોકો સંબંધો અને ભાવનાને લઈને ખૂબ જ ભાવુક હોય છે.
U અક્ષરવાળા ખૂબ જ ઉર્જાવાન, હોશિયાર અને હ્રદયના ચોખ્ખા હોય છે. તેઓ નાની-નાની બાબતોમાં પણ ખુશીઓ શોધવાની કોશિશ કરે છે. અન્ય લોકોને પણ તેઓ ખુશી આપવાનો પ્રયાસ કરે છે. તેઓની કિસ્મત ખૂબ જ સારી હોય છે.
V અક્ષર વાળા આઝાદ વિચારનાં હોય છે અને તેઓ ક્યારેક કોઈ વ્યક્તિનું સાંભળતા નથી. પરંતુ જો તેમના મનમાં કોઈ વાત બેસી જાય તો તેને કરવાથી ચૂકતા પણ નથી.
જે લોકોના નામની શરૂઆત W અક્ષર થી થતી હોય છે તે અન્ય લોકો પર રોફ જમવાની આદત હોય છે. તેમની આ આદતને કારણે જ અન્ય લોકો તેમનાથી દૂર થઈ જાય છે. તે ખૂબ જ અભિમાની હોય છે.
X અક્ષરવાળા સ્વભાવથી ખૂબ જ અસ્થિર હોય છે અને દરેક ચીજ તેમના મનમાં ખૂબ જ જલ્દી ખલેલ પહોંચાડે છે. તેઓ પોતે જ નથી જાણતા કે પછીની ક્ષણે તેઓ શું કરશે.
Y અક્ષર વાળા સ્વભાવથી ઈમાનદાર, સ્પષ્ટવાદી અને મહેનતુ હોય છે. પરંતુ લોકોની સાથે હળવું-મળવું તેઓને પસંદ હોતું નથી. જે લોકોનું નામ Y અક્ષર થી શરૂ થાય છે તે સમાધાન પણ પસંદ નથી કરતા.
જે લોકોના નામનો પહેલો અક્ષર Z થી શરૂ થતું હોય છે તે ખૂબ જ ગંભીર પ્રવૃત્તિ ના હોય છે. સ્વભાવથી ખૂબ જ સીધા અને ભાવુક હોય છે. તેઓ મોટી-મોટી પરેશાનીને પણ હસતા હસતા સહન કરી લે છે.