નાચતાં-નાચતાં ખોટી જગ્યાએ અડી ગયો રણવીર સિંહનો હાથ, અક્ષય કુમાર બોલ્યા – ફ્યુચર પ્લાનિંગને ખતરો

Posted by

કોરોના સંકટને કારણે બે વર્ષથી રિલીઝની રાહ જોયા બાદ હવે ફાઇનલી અક્ષય કુમારની ફિલ્મ “સુર્યવંશી” રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં “સિમ્બા” અને “સિંઘમ” પણ નજર આવનાર છે, એટલા માટે તેને લઈને સોશિયલ મીડિયા ઉપર લોકોની આતુરતા વધી રહી છે. પરંતુ હવે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં રણવીર સિંહ નો એક વિડિયો ખુબ જ છવાયેલો છે. જેમાં તે ડાન્સ કરતા કરતા પોતાના પ્રાઈવેટ પાર્ટને નુકસાન કરી બેસે છે.

અક્ષય કુમારનાં સ્ટેપ થી થયો ખેલ

આ વીડિયોમાં અક્ષય કુમાર અને રણવીર સિંહ પોલીસનાં યુનિફોર્મ ફિલ્મના સેટ ઉપર નજર આવી રહ્યા છે. આ દરમિયાન રણવીર સિંહ, અક્ષય કુમારનાં “બાલા બાલા” સોંગ નાં સિગ્નેચર સ્ટેપ ને શીખતા નજર આવી રહ્યા છે. બંને સ્ટાર્સ પુરી એનર્જીની સાથે ડાન્સ કરે છે, પરંતુ વચ્ચે રણવીર સિંહનો હાથ ખોટી જગ્યા પર લાગી જાય છે અને તે દર્દને કારણે નાચવાનું છોડી દે છે. પછી સેટ પર બધા હસવા લાગે છે.

જુઓ આ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)


આ વીડિયોને અક્ષય કુમારે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ છે. આ મજેદાર વિડિયો ને પોસ્ટ કરીને અક્ષયકુમારે એક ફની વોર્નિંગ પણ આપી છે. તેમણે વિડીયો ની સાથે કેપ્શન માં લખ્યું છે કે, આ રહ્યો રણવીરસિંહ અને મારો “આઇલા રે આઇલા સ્ટેપ.” તેમણે આગળ લખ્યું છે કે, “ચેતવણી : આ સ્ટેપ ને ખોટી રીતે કરવાથી ભવિષ્યની યોજનાઓ માટે હાનિકારક બની શકે છે.”

ત્રણેય સુપરસ્ટાર શાનદાર નાચ્યા

હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ સુર્યવંશી નું સોન્ગ “આઇલા રે આઇલા” પાછલા એક દશકના એક બ્લોકબસ્ટર ટ્રેકનું જબરજસ્ત મિક્સ છે, જેમાં અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહ એક સાથે નાચતા નજર આવી રહેલ છે. જણાવી દઈએ કે ઉડતી કારો ની સાથે સંપુર્ણ રીતે તૈયાર કરવામાં આવેલ એક્શન દ્રશ્યો થી રોહિત શેટ્ટીની આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

૫ નવેમ્બરનાં રોજ રીલિઝ થશે

સુર્યવંશી પોતાની રીલીઝને લઇને ઘણા સમયથી ચર્ચામાં રહેલી છે. આ ફિલ્મ લગભગ બે વર્ષ પહેલાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે આખરે સિનેમાઘરમાં રિલીઝ કરવા માટે તૈયાર છે. ફિલ્મ માં ફિમેલ લીડ માં કેટરિના કૈફ છે. ફિલ્મ ૫ નવેમ્બરનાં રોજ રિલીઝ થવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *