નહાતા સમયે દરરોજ બોલો આ મંત્ર, પછી તમે માંગી-માંગી થાકી જશો પણ ભગવાન આપીને નહીં થાકે એટલું આવશે

Posted by

જે લોકો દરરોજ સ્નાન કરે છે, તેમને સ્વાસ્થ્ય અને ધર્મની દ્રષ્ટિએ ઘણા લાભ થાય છે. જો સુર્યોદયનાં સમયે સ્નાન કરવામાં આવે તો તે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખુબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સવારે સ્નાન કરવાના ઘણા ચમત્કારી ફાયદા જણાવવામાં આવેલ છે. સ્નાન કરતાં સમયે આપવામાં આવેલી વાતોનું ધ્યાન રાખશો તો દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીના દોષ પણ શાંત થઇ જાય છે. દરરોજ સ્નાન સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પણ અનિવાર્ય હોય છે, પરંતુ પ્રાચીન ધર્મગ્રંથોમાં સાથે જોડાયેલી પવિત્ર માન્યતાઓ છે. સ્નાન કરવા માટે એક સુનિશ્ચિત સમય પણ નિર્ધારિત કરવામાં આવેલ છે. બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરવાનો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

Advertisement

સવારે સ્નાન કરવાના ફાયદા

શાસ્ત્રો અનુસાર સવારે જલ્દી ઉઠી જવું અનિવાર્ય હોય છે. વહેલા જાગીને સુર્યોદય પહેલા સ્નાન કરવાથી ત્વચા ચમકી જાય છે અને દિવસભરનાં કામમાં આળસ નો સામનો કરવો પડતો નથી. વળી જે લોકો મોડે સુધી સુતા રહે છે અને મોડેથી સ્નાન કરે છે, તેમનામાં આળસ વધારે રહે છે તથા તેઓ જલદી થાકી જતા હોય છે અને નાની ઉંમરમાં તેમની ત્વચાની ચમક ઓછી થઇ જાય છે.

સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ દરરોજ સુર્યોદય સમયે સુર્ય દેવને જળ અર્પિત કરવું જોઈએ. સુર્યદેવને જળ અર્પિત કરવાથી માન-સન્માન પ્રાપ્ત થાય છે તથા ઓફિસ અને ઘરનાં દરેક કાર્યમાં પ્રશંસા મળે છે.

સ્નાન કરતા પહેલા કરો તેલ માલિશ

સ્નાન કરતા પહેલા શરીર ઉપર યોગ્ય રીતે તેલ માલિશ કરવું જોઇએ. તેલ માલિશ થી સ્વાસ્થ્ય અને ત્વચા બંને લાભ પ્રાપ્ત થાય છે. તેનાથી ત્વચાની ચમકમાં વધારો થાય છે. વળી આ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ કે માલિશનાં અડધો કલાક બાદ શરીરને ઘસી ઘસીને સ્નાન કરવું જોઈએ. તે સંપુર્ણ રીતે સાફ થઈ જવું જોઈએ. તેલ માલિશ થી શરીરનાં રોમ છિદ્રોનાં દ્વાર સાફ થઈ જાય છે. રોમ છિદ્રોને ગંદકી સ્નાન કર્યા બાદ નીકળી જાય છે. જેનાથી વાતાવરણથી પ્રાપ્ત થતી ઊર્જા સીધી શરીરને મળવા લાગે છે.

સ્નાન કરતા સમયે કરો મંત્રોનો જાપ

શાસ્ત્રો અનુસાર દિવસના બધા આવશ્યક કાર્યો માટે અલગ-અલગ મંત્ર જણાવેલ છે. સ્નાન કરતા સમયે પણ આપણે મંત્રનો જાપ કરવો જોઈએ. સ્નાન કરતા સમયે મંત્રનો જાપ કરવો જોઈએ તથા ભજન-કીર્તન અથવા ભગવાનનું નામ લઇ શકાય છે. આવું કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતાં સમયે આ મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ રહે છે – गंगे च यमुने चैव गोदावरी सरस्वति। नर्मदे सिन्धु कावेरी जलऽस्मिन्सन्निधिं कुरु।।

સ્નાન કરતા સમયે માથા ઉપર પહેલા પાણી નાખો

સ્નાન કરતાં સમયે સૌથી પહેલા માથા ઉપર પાણી નાખવું જોઈએ, ત્યારબાદ સમગ્ર શરીર ઉપર સ્નાન કરવું જોઇએ. તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. આ પ્રકારથી સ્નાન કરવાથી આપણા માથા તથા શરીરના ઉપરના હિસ્સાની ગરમી પગ માંથી બહાર નીકળી જાય છે. આ પ્રકારે સ્નાન કરવાથી સંપુર્ણ શરીરને શીતળતા પ્રાપ્ત થાય છે, જેનાથી મન શાંત રહે છે, આળસ અને થાક પણ દુર થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.