સુતા પહેલા બેડરૂમમાં દરેક કપલે કરવું જોઈએ આ કામ, નહિતર બાદમાં પસ્તાવો થશે

પતિ-પત્નીના સંબંધોની વચ્ચે પ્રેમ હોવો ખુબ જરૂરી છે. પરંતુ આજકાલની ભાગદોડવાળી લાઈફમાં પતિ પત્નીને શાંતિથી બેસીને પ્રેમ કરવાનો પણ સમય મળતો નથી. પતિ દિવસભર ઑફિસમાં વ્યસ્ત રહે છે, તો પત્ની ઘરના કામકાજમાં આખો દિવસ વ્યસ્ત રહેતી હોય છે. થોડા સમય માટે બંને રાત્રે બેડરૂમમાં થોડો સમય એકબીજા સાથે પસાર કરી શકે છે. પરંતુ આ બેડરૂમમાં પણ આજકાલ પતિ-પત્ની એવી ગરબડ કરે છે, જેના કારણે તેમના સંબંધોમાં તિરાડ આવી જાય છે.

જો તમે પણ પોતાના દાંપત્ય જીવનમાં સુખ અને ખુશી જાળવી રાખવા માંગો છો, તો બેડરૂમમાં જતા સમયે અમુક વિશેષ વાતો પર ધ્યાન આપવું જોઈએ. આજે અમે તમને અમુક એવા કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પતિ-પત્નીએ બેડરૂમમાં ગયા બાદ જરૂરથી કરવા જોઈએ. આવું કરવાથી તમારા સંબંધોમાં એક અલગ લેવલની મજબૂતી આવશે. તમારા બંનેની વચ્ચે પ્રેમ ક્યારે ખતમ થશે નહીં.

રાત્રે બેડરૂમની અંદર તમારું સમગ્ર ધ્યાન પોતાના પાર્ટનર પર કેન્દ્રિત રહેવું જોઇએ. જ્યારે તમે બેડ પર જાઓ છો તો ઓફિસનું કામ, ઇમેલ્સ જેવી ચીજો અલગ રાખવી તે સમયે ફક્ત પોતાના પાર્ટનર માટે રિઝર્વ રાખો. બંને એકબીજાની આંખોમાં આંખો પરોવીને વાતો કરો. તેનાથી તમારા બંનેની વચ્ચે બોર્ડિંગ વધારે સ્ટ્રોંગ બનશે.

મોબાઈલ એક ટાઇમ કીલર મશીન છે. લોકો કલાકો સુધી તેમાં વ્યસ્ત રહે છે અને પોતાનો કિંમતી સમય બરબાદ કરે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા જ્યારથી આવેલ છે ત્યારથી કપલ્સ રાતમાં એક બીજા સાથે વાત કરવાને બદલે સ્માર્ટફોનમાં ઘુસેલા રહે છે. તેમાં તમારે રાતના સૌથી પહેલા પોતાના મોબાઈલ સાઇલેન્ટ કરીને દુર રાખી દેવો જોઈએ. આવી રીતે તમારી વાતો અને રોમાન્સની વચ્ચે આ મોબાઈલ નામની ચીજ કબાબમાં હડ્ડી બનશે નહીં.

જો તમારા બાળકો મોટા થઈ ગયા છે, તો તેને પોતાની સાથે સુવડાવવાને બદલે અન્ય બીજા રૂમમાં સુવડાવવો. થોડો સમય તમારા પોતાના બાળકોથી દુર એકબીજાને સાથે પણ પસાર કરવો જોઈએ. મોટા ભાગે જોવામાં આવે છે કે જ્યારે બાળકો બેડરૂમમાં હોય છે તો પતિ-પત્ની વચ્ચે રોમાન્સ અને સારી વાતો થઈ શકતી નથી. તેમનો સંબંધ કમજોર પડી જાય છે. એટલા માટે જ્યાં સુધી જરૂરી ન હોય તો પોતાના બાળકોને બેડ થી દુર રાખો અથવા તો તમે તેમને સુવડાવીને અન્ય કોઈ રૂમમાં એકાંતમાં સમય પસાર કરો.

પતિ-પત્ની દિવસે ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ રાતે કોશિશ કરવી જોઈએ કે બંને બેડ ઉપર એક જ સમયે જાય. આવી રીતે તમે બંને એકબીજા સાથે સારી વાતો કરી શકશો. તમારે એક સાથે એકબીજાનાં આલિંગનમાં સૂવું જોઈએ, તેનાથી તમારો પ્રેમ વધી જશે.

બેડરૂમમાં જ્યાં સુધી રોમાન્સ ન હોય ત્યાં સુધી પ્રેમની સાચી મજા આવતી નથી. દરેક વ્યક્તિની અમુક શારીરિક જરૂરિયાતો હોય છે. એટલા માટે કોશિશ કરો કે પોતાના પાર્ટનર સાથે સપ્તાહમાં ઓછામાં ઓછું બેથી ત્રણ વખત સંબંધ જરૂર બનાવો. તેનાથી તમે એકબીજાની વધુ નજીક આવી જશો.