નકામા લગતા આ નાના પાઉચના છે અદભૂત ફાયદાઓ, જાણી લેશો તો દંગ રહી જશો

Posted by

તમે નવું પર્સ, હેન્ડબેગ અથવા બુટ-ચંપલના બોક્સમાંથી નીકળતું નાનું પેકેટ ફેંકી ફેંકી દેતા હશો. આ સિલિકા જેલ નું પેકેટ્ છે, જે ખૂબ ઉપયોગી છે. આ નાનું પેકેટ ભેજને શોષી શકે છે અને સાથે જ હવામાં રહેલા પાણીના બાફને રોકી શકે છે. ઇન્ટરટેક યુકેના વૈજ્ઞાનિક અને ઉત્પાદન પરીક્ષણ નિષ્ણાત ડેવિડ એલ્ક્સના જણાવ્યા અનુસાર, આ નાનું પેકેટ ભીના સ્વિમસ્યુટથી લઈને જૂના રેઝર ની બ્લેડનો ઉપયોગ વધારવા માટે અજાયબીઓનું કામ કરે છે.

Advertisement

સિલિકા જેલ મેટલ રેઝર બ્લેડને પણ સૂકી રાખી શકે છે. આવી સ્થિતિમાં રેઝરને કાટ નહીં લાગે. રેઝરને સિલિકા જેલ સાથે એર ટાઈટ બેગમાં મૂકો. જો કે તમારે સિલિકા જેલમાંથી પાણી કાઢતા રેહવું પડશે જે બ્લેડમાંથી સોસાયેલું હશે.

સુગંધિત જિમ બેગ

જ્યારે જીમ થી આવતી વખતે કપડાં બદલીને કપડાં બેગમાં મૂકી દયો છો ત્યારે દેખીતી વાત છે કે બેગમાંથી પરસેવાની ગંધ આવશે. જો તમે બેગમાં સિલિકા જેલના પેકેટ મૂકી રાખો છો, તો તે ગંધ અને બેક્ટેરિયા બંનેને દૂર કરવા માટે સક્ષમ છે. તે બુટમાંથી આવતી ગંધને પણ દૂર કરે છે. ડૉ.એલ્ક્સના મતે બેક્ટેરિયાને વિકાસ માટે ઘણી વસ્તુઓની જરૂર હોય છે, જેમાંથી એક વસ્તુ ભેજ છે. સિલિકા જેલ ભેજને રહેવા દેતી નથી અને બેક્ટેરિયા દૂર થાય છે.

મેકઅપની બેગમાં

આપડે બ્રશ કરી ભીનું જ મેકઅપ બેગમાં મૂકી દેતા હોઈ છીએ. પાણીના ટીપાં બેગને અંદરથી ભીની કરી દે છે. આ કિસ્સામાં, સિલિકા જેલ પાણીના ટીપાંને શોષી લે છે.

ફૂલ નું બુકે

જન્મદિવસ પર ભેટ તરીકે આપવામાં આવેલા ફૂલો ને તાજા રાખવા બુકે ના પ્લાસ્ટિકમાં સિલિકા જેલને મૂકો. ફૂલોમાં ભેજ ખૂબ જ વધારે છે, તેથી સિલિકા જેલને શોષવાની પ્રક્રિયા ખૂબ ધીમી રહેશે અને ફૂલો ઘણા દિવસો સુધી તાજા રહેશે.

ચાંદીનો પોટ

ચાંદીના વાસણો કાળા ન થાય તે માટે તેને ચાંદીના વાસણોમાં રાખો. આ હવામાં ફરતા ભેજને શોષી લેશે.

જૂના પુસ્તકો

કબાટમાં રાખેલી જૂની પુસ્તકોમાંથી એક વિચિત્ર ગંધ આવે છે. આનું કારણ પણ ભેજ છે. પુસ્તકો સાથે સિલિકા જેલ પોલીથીન બેગમાં મુકો, પછી જાદુ જુઓ. નિષ્ણાતોના મતે પેપર સડવું એ એક જટિલ રાસાયણિક પ્રક્રિયા છે. ભેજ ઘટાડવાથી આ પ્રક્રિયાને ધીમી કરી શકાય છે, પરંતુ તે સંપૂર્ણપણે બદલી શકશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *