હે ભગવાન! નાના બાળકને લઈને હાથીની પાસે ફોટો પડાવી રહ્યો હતો પિતા, પછી થયું એવું કે….

Posted by

જાનવરમાં મનુષ્યને ઘણી દિલચસ્પી હોય છે. એટલા માટે તેઓ ઘણા પાલતુ જાનવર પણ પાળે છે. વળી જંગલી જાનવરને જોવા ચિડિયાઘર માં જાય છે. અહીં ચિડિયા ઘરમાં દરેકને જાનવર સાથે ફોટો પડાવવાનો શોખ રહે છે. જો તમે એ ફોટો દુરથી પિંજરામાં કેદ જાનવર સાથે પડાવો છો તો પણ સુરક્ષિત છો. પરંતુ તમારે મોટા, ખતરનાક અને ખુલ્લા જાનવરો પાસે જઈને ભુલથી પણ ફોટો પડાવવો જોઈએ નહીં. તે ઘણું ખતરનાક હોઈ શકે છે.

હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈ લો. આ વીડિયોમાં એક મુર્ખ પિતા પોતાની નાની બાળકીને લઈને હાથી પાસે ફોટો ક્લિક કરવા ચાલ્યા જાય છે. મનુષ્યને પોતાના આટલા નજીક જોઈએ હાથી અચાનક ગુસ્સે થઈ જાય છે. જ્યારે પિતા અને એની નાની દીકરીની તરફ ગુસ્સાથી આવે છે. તે જોઈને પિતા ગભરાઇ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. જોકે આ દરમિયાન એમની બાળકી ઉતાવળમાં તેના ગોદમાંથી પડી જાય છે. તે પિતા ફરીથી બાળકીને ઉઠાવે છે અને કોઈ રીતે બચીને નીકળી જાય છે.

આ વીડિયો અમેરિકાના સેન ડિએગો ઝુ નો બતાવવામાં આવી રહ્યો છે. નિશંકપણે આ  પિતાએ જે કર્યું તે ઘણું જ મુર્ખાઈ ભરેલું કામ હતું. આ ફોટોનાં ચક્કરમાં એમણે પોતાની અને પોતાની દીકરીનો જીવ ખતરામાં મુકી દીધો. આ વિડીયો જોઈને ઘણા લોકો પિતાની નિંદા કરી રહ્યા છે. ચાલો પહેલા તમે સમય ગુમાવ્યા વગર આ વિડિયો જોઈ લો.

આ વિડીઓ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. એને અત્યાર સુધી ૬૦ હજાર થી વધારે લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયોને જોઈને લોકો પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે.

કોઈ મદદ કરવા નહીં આવ્યું. બધા ફોનથી વીડિયો રેકોર્ડ કરતા રહ્યા.

આ ખબર પ્રમાણે જે વ્યક્તિ પોતાના નાના બાળકને વિશાળકાય હાથી પાસે ફોટો પડાવવા લઈ ગયો હતો એને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આ એક સારી વાત છે. બીજીવાર કોઈ એવું કરવા પહેલા દસ વાર વિચારશે. જો કે તમે લોકો પણ સારી ફોટો ક્લિક કરવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ન મુકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *