નાના પાટેકરનું એકસાથે બોલીવુડની આ બે એક્ટ્રેસ સાથે હતું અફેર, રંગે હાથ પકડાઈ જવા પર થયો હતો હંગામો

Posted by

બોલીવુડની દુનિયામાં ચમકદમક ની કોઈ કમી નથી. અહીં ઘણું ગ્લેમર ભર્યું છે. તેવામાં સાથે કામ કરતા હીરો-હીરોઇન એકબીજાની નજીક પણ આવી જાય છે. ફિલ્મની દુનિયામાં સેલિબ્રિટીઝના લવ અફેર, ચીટીંગ અને બ્રેકઅપના કિસ્સા નોર્મલ હોય છે. અહીં કામ કરવાવાળા લગભગ દરેક એક્ટરનું નામ કોઈને કોઈ અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે. અહીં સુધી કે બોલિવુડના મહાનાયક નાના પાટેકર પણ આનાથી બચી શક્યા નથી.

નાના પાટેકર બોલીવુડમાં એક મોટું નામ છે. ઇન્ડસ્ટ્રીમાં તેમની ઘણી ઇજ્જત છે. લોકો તેમને સન્માનની દ્રષ્ટિથી જુએ છે. તેમની ફિલ્મી કારકિર્દી પણ ખુબ જ શાનદાર રહેલ છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે નાના જુના જમાનાની અભિનેત્રી આયશા જુલકા સાથે ઇશ્કને લઈને ચર્ચામાં હતા. પરિસ્થિતિ એવી હતી નાના પોતાની પ્રેમિકા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પરંતુ નાનાની એક ભુલને કારણે આ રિલેશન તુટી ગયો હતો.

હકીકતમાં આયશા ઝુલકા પહેલા નાના પાટેકર અભિનેત્રી મનિષા કોઈરાલાને ડેટ કરી રહ્યા હતા. તેની વચ્ચે આયશાની બોલીવુડમાં એંટ્રી થઈ. તે સમયે તે ઘણી સુંદર દેખાતી હતી. તેમને સુંદરતાને જોઈ માત્ર નાના પાટેકર જ નહિ, પરંતુ ઘણા મોટા-મોટા કલાકાર ફસડાઈ જતા હતા. આયશાએ “આંચ” ફિલ્મમાં નાના પાટેકર સાથે કામ કર્યુ હતું. કહેવાય છે કે આ દરમિયાન બંને વચ્ચે નજદીકી વધવા લાગી હતી. બંનેના લવ અફેર ની અફવા પણ ઉડવા લાગી હતી.

જોકે આ લવ સ્ટોરીમાં મસાલો ત્યારે ઉમેરાયો જ્યારે નાનાની પ્રેમિકા મનીષા કોઈરાલાએ નાના પાટેકરને આયશા સાથે રંગેહાથ પકડી લીધા. મનીષા ત્યારે નાના પાટેકરને ડેટ કરી રહી હતી. એવામાં નાના પાટેકરને કોઈ બીજી સ્ત્રીની બાહોમાં જોઈ તેમનું દિલ તુટી ગયું. પોતાના પ્રેમીને આયશા સાથે જોઈ મનીષા ઘણી ગુસ્સે થઈ ગઈ. એટલું જ નહીં બન્ને અભિનેત્રીઓ વચ્ચે ઘણો ઝઘડો પણ થયો હતો. આ દરમિયાન મનીષાએ આયશાને ઘણી ખરી ખોટી સંભળાવી.

નાના પાટેકરનાં અફેર ની હકીકત સામે આવતા જ મનીષા સાથે તેના રિલેશન બગડી ગયા. તેમાં એક કડવાહટ મળી ગઈ. તેનું પરિણામ એવું થયુ કે બંનેનો રિલેશન તુટી ગયો. જ્યારે મનીષા સાથે બ્રેકઅપ થયું તો નાના પાટેકરે આયશા સાથે પોતાના રિલેશનશિપને પબ્લિક કરી દીધું. હવે બંને ચોરી છુપે મળવાની જગ્યાએ ખુલ્લેઆમ મળવા લાગ્યા. એટલું જ નહીં બન્નેએ એક સાથે લિવ ઈન રિલેશનશિપમાં પણ રહેવાનું શરૂ કરી દીધું. બધાને એવું લાગી રહ્યું હતું કે નાના પાટેકર અને આયશા આગળ જઈને લગ્ન કરી લેશે. પરંતુ કિસ્મતને  કંઈક બીજું જ મંજુર હતું.

નાના પાટેકર સાથે થોડા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આવી આયશાએ પણ તેમની સાથે રિલેશન તોડી નાંખ્યા. તેનું કારણ નાના પાટેકરનો ગુસ્સો હતો. મતલબ આયશા એક ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. આ દરમિયાન નાના પાટેકરે તેમના ઉપર હાથ ઉઠાવી લીધો હતો. નાના પાટેકરનો આ રીતે હાથ ઉઠાવવો આયશાને પસંદ આવ્યું નહિ અને તેમણે નાના પાટેકર સાથે બ્રેકઅપ કરી લીધું.

વર્તમાનમાં આયશા ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે. પોતાના ફિલ્મી કારકિર્દીમાં તેમણે આમિર ખાન, સલમાન ખાન અક્ષય કુમાર જેવા કલાકારો સાથે કામ કરી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *