નાના વિજ્ઞાપનમાં કામ કરીને પણ કરોડો રૂપિયા ભેગા કરી લે છે આ ૧૦ બોલીવુડ સિતારાઓ, જાણો કોણ છે સૌથી મોંઘું

Posted by

બોલીવુડ સ્ટાર્સ જેટલા પોપ્યુલર હોય છે, તેમની વેલ્યુ પણ એટલી વધારે હોય છે. તે હિસાબે તેમને ફિલ્મોમાં આપવામાં આવતી રકમ નક્કી થતી હોય છે. વળી, સ્ટાર્સ  ફિલ્મોમાં કામ તો કરે છે અને કરોડો રૂપિયા કમાઈ લેતા હોય છે, પરંતુ વાસ્તવમાં કોઈ બ્રાન્ડની એડવર્ટાઇઝ કર્યા પછી પણ તે સ્ટાર્સને ખુબ જ વધારે રકમ મળી જાય છે. તો ચાલો જાણીએ સ્ટાર એક નાની એડવર્ટાઇઝમાં કેટલા પૈસા લે છે.

આમિર ખાન

આમિર ખાન બોલીવુડનાં ખુબ જ સારા અભિનય અને લોજીકલ ફિલ્મોના લીધે ઓળખવામાં આવે છે. દિલચસ્પ વાત એ છે કે કોઈ બ્રાન્ડ અથવા પ્રોડક્ટ ની એડવર્ટાઈઝ જો તે કરે છે તો તેના પહેલાં જ તેના માટે સારી રીતે રિસર્ચ કરે છે અને તે પ્રોડક્ટને જાતે ઉપયોગ કરે છે અને જો તે પ્રોડક્ટથી તે સંતુષ્ટ હોય તો તેનું પ્રમોશન કરવા માટે તૈયાર થાય છે. આમિર ખાન સામાન્ય રીતે એડવર્ટાઇઝ કરવા માટે ૩૦ થી ૩૫ કરોડ રૂપિયા લે છે.

અમિતાભ બચ્ચન

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન કરવા માટે સૌથી આગળ હોય છે. તે કોઈપણ પ્રોડક્ટનું એડવર્ટાઇઝ કરે છે, પછી તે ચીજ કોઈ નાની હોય કે મોટી કેમ ના હોય. પાર્કર પેન, ડાબર, ડેરી મિલ્ક, બોરો પ્લસ, ICICI, કલ્યાણ જ્વેલર્સ, ગુજરાત ટુરિઝમ વગેરે જેવી ચીજોનાં પ્રમોશન કરી ચૂક્યા છે. એક એડવર્ટાઇઝ માટે તેઓ ૧૦ કરોડ રૂપિયા લે છે.

શાહરુખ ખાન

બોલિવુડ કિંગ શાહરૂખ ખાન પણ બ્રાન્ડ્ઝની પહેલી પસંદ છે. શાહરુખ ખાન બ્યુટી ક્રીમ થી લઈને લક્ઝરી ગાડીઓ સુધી દરેક ચીજનું પ્રમોશન કરી ચૂક્યા છે. તેમની આવકમાં એડવર્ટાઇઝ ની ખુબ જ વધારે ભૂમિકા છે. તે એક બ્રાન્ડ પ્રમોશનનાં ૧૫ થી ૨૦ કરોડ રૂપિયા પ્રતિદિન ચાર્જ કરે છે.

સલમાન ખાન

બોલીવુડ વર્તમાનમાં સૌથી ટોપ પર સુપર સ્ટાર સલમાન ખાન પણ એડવર્ટાઇઝ કરી પૈસા લે છે. તે એક વિજ્ઞાપનનાં ૧૦ થી ૨૦ કરોડ રૂપિયા લે છે.

એશ્વર્યા રાય

દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ પોતાના નામે કરી ચૂકેલી એશ્વર્યા રાય ફિમેલ એક્ટ્રેસમાં બ્રાન્ડ પ્રમોશન કરવા માટે કંપનીઓની પહેલી પસંદ હોય છે. એશ્વર્યા એડવર્ટાઇઝનાં ૫ થી ૬ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કરીના કપુર

કરીના ફિલ્મો ભલે ઓછી કરે છે પરંતુ એડવર્ટાઇઝ વધારે કરે છે. તેવામાં તે બ્રાન્ડના પ્રમોશનથી સારી કમાણી કરે છે. તે દેખાવમાં એટલી સુંદર છે કે તેની બ્યુટી પ્રોડક્ટની એડ વધારે મળી જાય. તેના માટે તે પ થી દસ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

દીપિકા પાદુકોણ

દીપીકા બોલીવુડની સૌથી મોંઘી એક્ટ્રેસ માંથી એક છે. તે કોફી, ગ્રીન ટી, જીઓ થી લઈને એક્સસિસ બેન્ક, તનીશ્ક, કોકોકોલા સુધી ઘણા એડવર્ટાઇઝ કરી ચૂકી છે. તેના માટે ૧૦ કરોડ રૂપિયા આસપાસ લે છે.

પ્રિયંકા ચોપરા

બોલીવુડ થી હોલીવુડ સ્ટાર બની પ્રિયંકા ચોપડા લક્ષ, નોકિયા, બ્રુ કોફી, ગાર્નિયર જેવી અનેક બ્રાન્ડ્ઝનું પ્રમોશન કરી ચૂકી છે અને તે આ કામનાં ૧૦ થી ૧૫ કરોડ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટ

બોલીવુડની ક્યુટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ ખુબ જ ઓછા સમયમાં મોંઘી એક્ટ્રેસ બની ગઈ છે. તે ઘણી બ્રાન્ડ ની એડવર્ટાઇઝ કરી રહી છે. તેના માટે પ થી ૧૦ કરોડ રૂપિયા લે છે.

રણવીર સિંહ

બોલીવૂડના સૌથી બિન્દાસ અને રંગીલા અભિનેતા રણવીર સિંહની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે. તે એક એડવર્ટાઇઝનાં ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *