નાની બાળકીએ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે નોરા ફતેહીને પણ ભુલી જશો, જુઓ વિડીયો

Posted by

સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતાં રહે છે. તેમાંથી અમુક એટલા વધારે આશ્ચર્યચકિત કરી દેતા હોય છે કે આપણે તેને વારંવાર જોઈએ છીએ. ખાસ કરીને જ્યારે કોઈ નાનું બાળક મોટું કમાલ કરીને બતાવી રહ્યું હોય તો લોકો ચોંકી જતા હોઈએ છીએ. આજકાલ નાના બાળકોનાં ટેલેન્ટ પણ અલગ લેવલનાં હોય છે. જ્યારે આપણે બાળકો હતા તો મીઠાઈ ખાવી, કાર્ટૂન જોવું અને બહાર રમવું તે સિવાય કંઈ આવડતું ન હતું. પરંતુ આજના જમાનાનાં બાળકો ખુબ જ હોશિયાર બની ગયા છે. તેઓ એવા કારનામા કરે છે, જેના વિશે આપણે વિચારી પણ શકતા નથી.

મોર્ડન જમાનાનાં બાળકો ખુબ જ તેજ અને સ્માર્ટ હોય છે. તેઓ કંઈ પણ ખુબ જ સરળતાથી શીખી લેતા હોય છે. અમુક બાળકો તો એકલા ટેલેન્ટેડ હોય છે કે તેઓ એક ખાસ આવડતમાં હોશિયાર બની જતા હોય છે. ડાન્સ પણ એક એવી જ કળા છે, જેમાં એક્સપર્ટ બનવામાં ઘણા વર્ષ લાગે છે. મોટા-મોટા લોકો પણ ડાન્સ બીટ પર સારી રીતે ડાન્સ કરી શકતા નથી. પરંતુ આજકાલના બાળકોમાં નાચવાની આવડત ખુબ જ લાજવાબ હોય છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ બે બાળકીઓને જોઈ લો. તેમનો ડાન્સ જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

હકીકતમાં હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર બે બાળકીઓ પોતાના ડાન્સને કારણે છવાયેલી છે. આ બંને બાળકીઓ ઉંમરમાં ખુબ જ નાની છે, પરંતુ ડાન્સ કરવાનો અંદાજ ખુબ જ લાજવાબ છે. તેને જોઇને એવું લાગે છે કે તેઓ ભવિષ્યમાં કોઇ મોટી ડાન્સર બની શકે છે. બાળકીઓનું ડાન્સ પર્ફોમન્સ લોકોનું દિલ જીતી રહેલ છે. ખાસ કરીને જે અંદાજમાં તેઓ પોતાના પગ પર ડાન્સ કરી રહી છે, તે જોવા લાયક છે. તેમના ડાન્સ મુવ્ઝ એકદમ સ્મુથ હોય છે. એવું લાગે છે કે આ બે બાળકીઓને આપણે બસ જોતા જ રહીએ.

બાળકોનાં ડાન્સ મુવ્ઝ લોકોને ખુબ જ આકર્ષિત કરી રહેલ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક ડાન્સ ટ્રેનર તેમને ફ્લોર પર ડાન્સ શીખવી રહ્યો છે. આ બાળકીઓ પણ પોતાના ટ્રેનરની બિલકુલ નકલ કરી રહી છે. તેમને જોઈને વિશ્વાસ નથી આવતો કે આટલી નાની ઉંમરમાં પણ તેઓ પોતાના ટ્રેનર જેવો જ ડાન્સ કરી રહી છે. આ બાળકીઓની આવડત જોઈને લોકો પોતાના ટેલેન્ટ ઉપર પણ શંકા કરવા લાગ્યા છે. તેમને શરમ આવી રહી છે કે આ બાળકીઓ આપણાથી ઘણો સારો ડાન્સ કરી રહી છે.

વીડિયો વાયરલ થતાંની સાથે જ ઘણી દિલચસ્પ કોમેન્ટ પણ આવવા લાગે છે. કોઈએ લખ્યું કે આ બાળકીઓમાં ખુબ જ કમાલની આવડત છે, તો વળી અન્ય એક યુઝર દ્વારા લખવામાં આવ્યું હતું કે આ બાળકો જેટલું સારું નાચે છે તેનું ૧૦ ટકા પણ આપણે નાચી શકતા નથી. ત્યારબાદ એક વ્યક્તિ કહે છે કે હું લખીને આપવા તૈયાર છું કે આ બાળકો ભવિષ્યમાં ખુબ જ સારી ડાન્સર બનશે. કમાલનું ટેલેન્ટ છે. આ બાળકોમાં બસ આ પ્રકારના જ અન્ય ઘણા દિલચસ્પ કોમેન્ટ આવવા લાગ્યા છે.

ટ્વિટર પર આ વીડિયોને અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. વળી તમને લોકોને પણ આ ડાન્સ કેવો લાગ્યો, તે અમને જરૂરથી જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *