નારિયેળ પાણી પીધા બાદ ક્યારેય નારિયેળની મલાઈ ફેંકવી નહીં, ડોક્ટર પાસેથી જાણો તેના ૫ ફાયદાઓ

નારિયેળ પાણી તો તમે બધા પીતા હશો, પરંતુ તમારામાંથી મોટાભાગનાં લોકો નારિયેળ પાણી પીધા બાદ નારિયેળ ફેંકી દે છે. આવું કરીને તમે નારિયેળની મલાઈનો લાભ નથી લઈ શકતા. શું તમે જાણો છો નારિયેળની મલાઈ પણ એના પાણીની જેમ જ ફાયદાકારક હોય છે? જી હાં, નારિયેળની મલાઈ તમારી ત્વચા, વાળ અને પેટ વગેરે માટે ઘણી લાભદાયક હોય છે. તેનું સેવન તમારા બેડ એટલે કે એલડીએલ કોલેસ્ટરોલ ઘટાડીને તમારા શરીરમાં સારા કોલેસ્ટરોલની માત્રામાં વધારો કરે છે. તેમાં વધારે માત્રામાં કેલરી મળી આવે છે, જે તમને એનર્જેટિક પણ બનાવે છે. ચાલો જાણીએ નારિયેળની મલાઈ થી થતાં થોડા ફાયદા વિશે.

સ્કીન અને હેર માટે ફાયદાકારક

નારિયેળ ની મલાઈ સ્કીન અને હેર માટે ઘણી ફાયદાકારક હોય છે. ડાયટિશ્યન વાણી અગ્રવાલે બતાવ્યું કે નારિયેળની મલાઈ વિટામિન સી અને વિટામિન ઈ થી ભરપુર હોય છે. વિટામિન સી અને વિટામિન ઈ એક ખુબ જ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે ફ્રીરેડિકલ્સને બ્લોક કરી ત્વચા અને વાળને ડેમેજ થવાથી બચાવે છે. નાળિયેરની મલાઈ ખાવાથી કોલેજનની માત્રા વધે છે, જે વાળ અને સ્કિન માટે એક જરૂરી તત્વ છે. વિટામિન સી અને વિટામિન ઈ વાળની ખોવાયેલી ચમકને ફરી લાવે છે. સાથે જ તે વાળ અને સ્કિનને યુવી રેસ થી પણ બચાવે છે અને ત્વચાને નરીશ કરે છે. એટલા માટે એને ફેકવાની જગ્યાએ તેનું સેવન કરે તો તે તમને ઘણી સમસ્યાઓથી બચાવશે.

ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ

ડાયટિશ્યન વાણી અગ્રવાલ પ્રમાણે નારિયેળ મલાઇ ખાવાથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમમાં પણ આરામ મળે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમમાં પેટમાં દુખાવો, કબજિયાત, ઝાડા અને એથન ની ફરિયાદ રહે છે. નારિયેળની મલાઈમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. પેટની સમસ્યા ખાસ રીતે બોવેલ થી સંબંધિત સમસ્યામાં તો વધારે ફાઈબરનું સેવન કરવું જોઈએ. તે તમારા મળને પણ પાતળું કરે છે. એટલા માટે નારિયેળ ની મલાઈ તમને બોવેલ સિન્ડ્રોમ થી રાહત અપાવે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

ડાયાબિટીસનાં દર્દી માટે હંમેશા તે વાતને લઈને અસમજમાં રહે છે. નારિયેળનું સેવન તેમના સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં. બતાવી દઇએ કે ડાયાબિટીસનાં દર્દી માટે નારિયેળની મલાઈ ઘણી ફાયદાકારક હોય છે. નારિયેળની મલાઈનો ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ઘણો ઓછો હોય છે. તે શરીરમાં ઈન્સ્યુલિનનાં લેવલને નિયંત્રિત રાખે છે. સાથે જ તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હૃદય રોગથી બચાવે છે, એટલા માટે ડાયાબિટીસનાં દર્દીએ સંકોચ વગર તેનું સેવન કરી શકે છે.

એનર્જી બુસ્ટર

નારિયેળ પાણીને પણ લોકો સામાન્ય રીતે એનર્જી બુસ્ટર અને હાઇડ્રેટ રહેવા માટે પીવે છે. નારિયેળની મલાઈનું ફાઇબર કોન્ટેન્ટ ઘણો હાય હોય છે. તેને ખાવાથી તમે પોતાને દિવસભર એનર્જીથી ભરપુર બનાવી લો છો. નારિયેળ ની મલાઈ ફોલેટનો એક ઘણો સારો સ્ત્રોત છે. તે શરીરમાં મેટાબોલિઝમ વધારે છે. નારિયેળની મલાઈ હાઇ કેલેરી ફુડ છે. તેનાથી શરીરને ભરપુર એનર્જી મળે છે.

વજન ઘટાડવામાં મદદગાર

જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો, તો તમારે નારિયેળની મલાઈને તમારી ડાયટમાં સામેલ કરવાની જરૂરિયાત છે. નાળિયેરની મલાઈમાં ફાઇબર હોય છે. એને ખાવાથી તમારું પેટ ઓછા ખાવાથી ભરાઈ જાય છે. પેટ ભરેલું હોવાનો અનુભવ થવાને લીધે ઓછો ખોરાક ખવાય છે. આ રીતે નારિયેળની મલાઈ વજન ઘટાડવામાં મદદગાર હોય છે. એટલું જ નહીં એમાં મીડીયમ ચેન ત્રિગીસેરિદિસ નામની હેલ્ધી ફેટ મળી આવે છે. જેના સેવન થી તમારું વજન ઘણી હદ સુધી નિયંત્રિત રહે છે.

આ લેખ ડાયટિશિયન દ્વારા પ્રમાણિત છે. લેખમાં આપવામાં આવેલા ફાયદાનાં લાભ ઉઠાવવા માટે તમે પણ નારિયેળની મલાઈનું સેવન કરી શકો છો.