નશામાં ધુત સંજય દત્તે એક્ટ્રેસ સાથે કરી હતી આવી હરકત, સુભાષ ઘાઈએ મારી હતી જોરદાર થપ્પડ

Posted by

સંજય દત્ત બોલિવૂડમાં એક મોટું નામ છે. તેમણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. ૨૯ જુલાઇના રોજ સંજય દત્તે પોતાનો ૬૧ મો જન્મદિવસ મનાવ્યો હતો. તેવામાં આજે અમે તમારી સાથે તેમના જીવન સાથે જોડાયેલ એક દિલચસ્પ કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ. આ વાત છે વર્ષ ૧૯૮૨ની જ્યારે સંજય દત્ત ફિલ્મ ડાયરેક્ટર સુભાષ ઘાઈની સાથે “વિધાતા” ફિલ્મ કરી રહ્યા હતા. આ ફિલ્મના સેટ પર સંજય દત્તે એવી હરકત કરી હતી કે સુભાષ ઘાઈએ તેમને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. તો ચાલો આ ઘટના વિશે થોડું વિસ્તારથી જાણીએ.

નશામાં ચુર થઈને સેટ પર આવતા હતા સંજય દત્ત

નશો અને સંજય દત્તનો ખૂબ જ જૂનો સંબંધ છે. તે શરૂઆતથી જ નશો કરવાના બંધાણી છે. આ નશાને કારણે તેમણે જીવનમાં ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. એક સમય એવો પણ હતો જ્યારે પિતા સુનીલ દત્તે સંજય દત્તને નશામુક્તિ કેન્દ્રમાં મોકલી આપ્યા હતા. વળી આપણે અહીંયા વર્ષ ૧૯૮૨ ની વાત કરી રહ્યા છીએ. ત્યારે સંજય દત્ત ખૂબ જ શરાબ પીતા હતા. પરિસ્થિતિ એવી હતી કે સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ “વિધાતા” ના સેટ પર તેઓ નશામાં ધૂત થઈને આવતા હતા.

હિરોઈન સાથે કરી હતી ગેરવર્તણૂક

નશામાં ધૂત સંજય દત્ત જ્યારે સેટ પર આવતા હતા તો તે ફિલ્મની એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી સાથે ગેરવર્તણૂક કરવા લાગતા હતા. સંજય દત્તની આ હરકત જોઇ પદ્મિની ગભરાઈ ગઈ હતી અને સેટ છોડીને જવા લાગી હતી. જ્યારે સુભાષ ઘાઈને આ વાતની જાણ થઈ તો તેમણે જેમ તેમ કરીને પદ્મિનીને સમજાવી દીધી અને સેટ પર પરત લઇ આવ્યા.

સુભાષ ઘાઈએ મારી હતી થપ્પડ

જ્યારે પદ્મિની સેટ પર પરત આવી ગઈ તો સંજયે તેમને જોઈને ફરીથી ગેરવર્તણૂક કરવાનું શરૂ કરી દીધું. આ બધું જોઇને સુભાષ ઘાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે સંજય દત્તના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. જોકે આ ઘટના બાદ પણ સુભાષ ઘાઈ અને સંજય દત્તના સંબંધો સારા રહ્યા. બન્નેએ સાથે મળીને ૧૯૯૩માં “ખલનાયક” જેવી સુપર ડુપર હિટ ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં સંજયનો નેગેટિવ રોલ આજે પણ યાદ કરવામાં આવે છે.

જ્યારે રણબીર કપૂર પર ભડક્યા હતા સંજય દત્ત

જણાવી દઈએ કે આ કોઈ પહેલી વખત ના હતું જ્યારે નશાની હાલતમાં સંજય દત્તે કોઈ સાથે ગેરવર્તણૂક કરી હોય. એકવાર તો તેઓ શરાબના નશામાં રણબીર કપૂર ઉપર પણ ભડકી ગયા હતા. હકીકતમાં આ કિસ્સો એક પાર્ટીનો છે, જ્યાં રણવીર અને સંજય ની મુલાકાત થઇ હતી. ત્યારે રણવીરે “બર્ફી” ફિલ્મ કરી હતી. તેવામાં સંજય દત્ત જ્યારે રણબીરને મળ્યા તો બોલવા લાગ્યા કે તેને લઈને એક ફિલ્મ બનાવશે, જેનું નામ “લડ્ડુ” હશે. સંજય દત્તની આ વાત સાંભળીને રણવીરે હાં માં પોતાનું માથું હલાવી દીધુ હતું.

જોકે સંજય દત્ત અહીંયા પણ રોકાયા ન હતા. પછી તેઓ રણબીરને ક્યારેક કોઈ મીઠાઈનાં નામથી તો ક્યારેક જલેબી કહીને બોલાવવા લાગ્યા. તેમણે રણબીરને કહ્યું કે મે તારી ફીલ્મ “બર્ફી” જોઈ. શું તે હકીકતમાં તેમાં કામ કર્યું છે? તારે તો માચો ફિલ્મ કરવી જોઈએ. સંજય હજુ પણ વધારે કંઈક બોલે તે પહેલાં તેમની પત્ની માન્યતા દત્ત તેમની વચ્ચે આવી ગઈ. તે સંજય દત્તને સમજાવીને પોતાની સાથે લઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *