ઉત્તર પ્રદેશના મહારાજ ગંજ જિલ્લામાં સિંદુરિયા થાણાની પોલીસ તે સમયે ચોંકી ગઈ હતી જ્યારે એક પતિએ રડતા રડતા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને કહ્યું હતું કે સાહેબ બચાવી લો, નહિતર મારી પત્ની મને મારી નાખશે. પીડિતે પોલીસને જણાવ્યું હતું કે સાહેબ મારી પત્ની મને ખુબ જ મારે છે. પતિએ કહ્યું હતું કે તમે બોલાવીને તેને સમજાવો, નહીંતર તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરો. જ્યારે આ સમગ્ર મામલો પોલીસને પાસે આવ્યો હતો પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પીડિત પતિએ પોલીસને પોતાનું દુઃખ સંભળાવ્યું હતું. પોલીસ પણ વ્યક્તિની પીડા સાંભળીને કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો હતો.
સિંદુરીયા પોલીસ સ્ટેશન પર ફરિયાદ લઈને પહોંચેલા યુવકે પોતાની પત્ની ઉપર આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેની કોઈ વાત માનતી નથી અને અવારનવાર લડાઈ ઝઘડા કરે છે. સાથોસાથ પાછલા ઘણા દિવસોથી ઘરમાં અલગ રહેવા લાગે છે અને દરેક નાની નાની વાત ઉપર મારી સાથે વિવાદ કરે છે.
જ્યારે હું વિરોધ કરું છું તો મારી સાથે મારપીટ કરે છે. હું તેના આવા વર્તનથી પરેશાન થઈ ચુક્યો છું. સાથોસાથ અવારનવાર મને આપશબ્દો પણ કહે છે. પીડિત પતિની ફરિયાદ પર સિંદુરિયા પોલીસ સ્ટેશન દ્વારા પતિને કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મામલામાં પરિવાર પરામર્શ કેન્દ્રના માધ્યમથી કાઉન્સિલિંગ કરાવવામાં આવશે.
હકીકતમાં પત્ની ગ્રામ પંચાયત સેવકના પદ ઉપર કામ કરે છે અને પતિ બેરોજગાર છે. પત્નીએ જણાવ્યું હતું કે પોતાના ગામના જ એક જમીન દલાલ તેના પતિને ફોસલાવીને તેનું ખેતર વેચવાની કોશિશ કરી રહેલ છે. આ મામલામાં જ્યારે મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો મારી ઉપર ક્રોધિત થઈ ગયા અને હવે તે દલાલના ચક્કરમાં પડીને પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે. પરિવારને તોડવા માટે તે જમીન દલાલ નો હાથ છે.
પત્ની દ્વારા પતિ સાથે મારપીટ કરવાની ફરિયાદ પર સિંદુરિયા પોલીસનું કહેવું છે કે પતિ પત્નીની વચ્ચે વિવાદ નો મામલો છે. તેમાં પરિવાર પરામર્શ કેન્દ્ર દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવશે. સાથો સાથ તે જમીન દલાલની ભુમિકા ની પણ તપાસ કરવામાં આવશે, જે પતિ પત્નીની વચ્ચે વિવાદનું કારણ બની રહેલ છે.
વળી પીડિત પતિએ વધુ આરોપ લગાવતા પોલીસને જણાવ્યું હતું કે તેના લગ્ન પુરંદરપુરા ક્ષેત્રના એક ગામમાં થયેલા છે. પત્ની પાછલા ઘણા મહિનાઓથી મોબાઇલથી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરે છે. વિરોધ કરવા પર પત્ની લડાઈ ઝઘડા અને મારપીટ કરવા લાગે છે. એટલું જ નહીં પરંતુ તેને જીવથી મારી નાખવાની ધમકી પણ આપે છે. પરંતુ તેમ છતાં પણ પરેશાની સહન કરીને તેને પોતાની પત્ની સાથે સંબંધ જાળવી રાખ્યો છે.
વીતેલા શુક્રવારે સાંજે પત્નીએ પોતાના પિતા સાથે મળીને બુટ અને ચપ્પલથી તેની ખુબ જ ધોલાઈ કરી હતી. વળી બીજી તરફ પત્નીએ પતિ ઉપર આરોપ લગાવીને કહ્યું હતું કે પતિ મામુલી વાતને લઈને માસુમ બાળકોની સાથે વારંવાર ઘરેથી બળજબરીપુર્વક ભગાવી દે છે અને વિરોધ કરવા પર મારપીટ કરે છે. આ બાબતમાં હાલમાં તો ઇન્સ્પેક્ટર દ્વારા પતિ પત્નીની વાતને સાંભળીને તેને બંનેને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવેલ છે, જેથી બંને પરસ્પર સામંજસ્ય જાળવીને રહી શકે.