નવી દુલ્હનનાં લુકમાં એરપોર્ટ પહોંચી યામી ગૌતમ, ટ્રેડિશન અવતારથી બધાને કર્યા ઇમ્પ્રેસ, જુઓ તસ્વીરો

Posted by

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમે જુન મહિનામાં ફિલ્મ મેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા અને હજુ સુધી તેમના ઉપરથી નવી નવેલી દુલ્હનનો રંગ ઉતર્યો નથી. યામી ગૌતમ નવી-નવેલી દુલ્હનની જેમ લાલ રંગના સુટમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. લાલ રંગના સુટમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. યામીનો આ ટ્રેડિશનલ લુક લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો અને તેમની વાયરલ થઇ રહેલી ફોટોને ઘણા લાઇક મળી રહ્યા છે.

યામી ગૌતમે સુટ પહેર્યો હતો તેના પર હેન્ડ એમ્બ્રોડરી હતી. જે રેશમનાં દોરાથી કરવામાં આવી હતી. સુટ પર દોરની મદદથી પાન બનાવવામાં આવ્યા હતા અને તેના ઉપર સુંદર વર્ક કરવામાં આવ્યું હતું. સુટ નું ગળું રાઉન્ડ નેકલાઈન હતું અને ફુલ સ્લિવ હતી.

મુંબઈ એરપોર્ટ પર પહોંચેલી યામી નાં હાથમાં લાલ રંગના ચુડા અને માથા પર લાલ રંગની બિંદી લગાવી રાખી હતી. યામી સંપુર્ણ રીતે નવી નવેલી દુલ્હનનાં રૂપમાં એરપોર્ટ પહોંચી હતી.

તેણે કાનમાં કાળા રંગના લાંબા એરિંગ પહેર્યા હતા. જે તેના પર ઘણા સારા લાગી રહ્યા હતા. જ્યારે પગમાં તેમણે સિલ્વર હિલ્સ પહેરી રાખી હતી.

લગ્ન પછી થી યામી ગૌતમે ટ્રેડિશનલ લુક અપનાવી લીધો છે. આ પહેલા પણ તેમને લાલ રંગના સુટ માં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન પણ તે ઘણી સુંદર લાગી રહી હતી.

મહત્વપુર્ણ છે કે એક્ટ્રેસ યામી ગૌતમ આ વર્ષે જુન મહિનામાં આ ફિલ્મ મેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે અને પોતાના હોમ ટાઉન હિમાચલ પ્રદેશમાં સાદગી સાથે લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે તેમના લગ્નમાં માત્ર પરિવારના લોકો જ હાજર હતા.

યામી એ પોતાના હિમાચલ વાળા ઘરથી આ લગ્ન કર્યા હતા. આ લગ્ન હિમાચાલી રીતિ-રિવાજ થી કરવામાં આવ્યા હતા. લગ્ન વાળા દિવસે યામી એ લાલ રંગની સાડી પહેરી હતી. વળી લગ્ન બાદ યામી એ જણાવ્યું હતું કે, તેમણે પોતાની માં ની સાડી પહેરી હતી અને પોતાના મેક-અપ જાતે કર્યો હતો અને તૈયાર કરવામાં તેમની બહેન સુરીલી ગૌતમે પણ તેમની મદદ કરી હતી અને દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું.

સાડી સિવાય યામી એ જે ઘરેણાં પહેર્યા હતા તે પણ ખાનદાની હતા. યામી એ સેમી સિલ્કની મરૂન સાડી સાથે સોનાનો માંગ ટિકો, હાર, એક લાંબો હાર અને મોટી નથ પહેરી હતી. આ ઘરેણાં યામીને તેમની માં અને નાની એ આપ્યા હતા.

યામી લગ્ન પછી પોતાના આ લુક ની ઉલ્લેખ કરતા બતાવ્યું હતું કે, તેમની સાડી ૩૦ વર્ષ જુની હતી. જે તેમની માં ની હતી. સાડી સાથે જે માથા પર દુપટ્ટો તેમણે લીધો હતો અને જે નથ પહેરી હતી તે તેમની નાની એ તેમને આપ્યા હતા. યામી ગૌતમ અનુસાર નાની એ ઘણા સમય પહેલા જ તેમના માટે આ પહાડી નથ ખાસ રીતે તૈયાર કરાવી હતી. તે ઇચ્છતી હતી કે હું તેને લગ્નમાં પહેરૂ.

પોતાના ખાસ અને અલગ લુકમાં યામી લગ્ન વાળા દિવસે ઘણી સુંદર લાગી રહી હતી. જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની ફોટો શેર કરી તો તે એકદમ થી વાયરલ થઈ ગઈ હતી. બધાને યામી નો આ લુક પસંદ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *