નવી દુલ્હને સાંસદ પાસે કરી એવી માંગણી કે જોઈને પણ આશ્ચર્યચક્તિ થઈ જશો, ગામનાં બધા લોકો ચોંકી ગયા

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાની એક દુલ્હનને ભારતીય જનતા પાર્ટીના સાંસદ પાસે મોઢું બતાવવા (મુહ દિખાઈ – લગ્નનો એક રિવાજ) બદલ એવી ડિમાન્ડ રાખી હતી જે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલ છે. નવી દુલ્હનને બીજેપી સાંસદ સતીશ ગૌતમ પાસે મોઢું બતાવવાના રીતે રિવાજ નાં બદલામાં પાકો રસ્તોની માંગણી કરી હતી. ત્યારબાદ સાંસદે દુલ્હનની ડિમાન્ડને પુર્ણ કરીને ૩૫ દિવસની અંદર પાકો રસ્તો બનાવી દીધી હતી. પાકો રસ્તો બની ગયા બાદ દુલ્હનને સાંસદ અંકલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

હકીકતમાં થોડા દિવસો પહેલા અલીગઢ ના ખેર જિલ્લાના કશીશો ગામમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સતીશ ગૌતમ લગ્નનો એક રીતિરિવાજ પુર્ણ કરવા માટે પોતાના મિત્ર નવીન શર્માના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લગ્ન કરીને આવેલી નવી દુલ્હન પ્રિયંકા શર્માને એક કવર હાથમાં આપ્યું હતું, પરંતુ દુલ્હનને તે કવર લેવાને બદલે સાંસદ પાસે રસ્તો બનાવવાની માંગણી કરી હતી.

સાંસદ સતીશ શર્માએ પ્રિયંકાને ખુબ જ જલ્દી રસ્તો બનાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું. વળી સાંસદે પોતાનું વચન ખુબ જ જલ્દી પુર્ણ કરીને ૩૫ દિવસમાં પાકો રસ્તો બનાવી આપ્યો હતો. જોકે વરસાદને લીધે રસ્તો બનાવવામાં પાંચ દિવસ વધારે સમય લાગી ગયો હતો. રસ્તો બનાવી લીધા બાદ નવીન શર્મા ના દીકરા દીપાંશુ અને વહુ પ્રિયંકા એ સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.

જણાવી દઈએ કે વ્યસ્તતાને લીધે સાંસદ સતીશ શર્મા ગૌતમ દીપાંશુ નાં લગ્નમાં પહોંચી શક્યા ન હતા અને તેઓ લગ્ન બાદ તેને ગામડામાં આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. જ્યારે સાંસદે દુલ્હનને ખિસ્સા માંથી કાઢીને કવર આપ્યું તો દુલ્હન તે કવર લેવાથી ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, “સાંસદ અંકલ પ્લીઝ મને શિવ મંદિર સુધી પાકો રસ્તો બનાવી આપો.”

ભાજપ સાંસદે ૧૨૦ મીટર પાકા રસ્તા નું નિર્માણ કરાવ્યું છે. વળી ગ્રામજનોનું કહેવું છે કે કાચો રસ્તો હોવાને લીધે મંદિર જવામાં બધા ગામ લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. સાંસદ સતીશ ગૌતમે જાણકારી આપતા જણાવ્યું હતું કે મારા એક મિત્રના એક દીકરાના લગ્ન થયા હતા. કોઈ કારણોને લીધે હું લગ્નમાં જઈ શક્યો ન હતો. અમારે અહીંયા “મુહ દિખાઈ”નો રીતિરિરાજ હોય છે. આ રિવાજ પુર્ણ કરવા માટે હું તેમના ગામમાં પહોંચ્યો હતો. આ દરમિયાન નવી દુલ્હનને મારી પાસે “મુહ દિખાઈ” માં પાકો રસ્તો બનાવવાની માંગણી કરી હતી. મેં દીકરીને પાકો રસ્તો બનાવી આપવાનું વચન આપ્યું હતું અને ૩૫ દિવસની અંદર રસ્તો બનીને તૈયાર થઈ ગયો છે.